બોર્નવિટાને ‘હેલ્થ ડ્રિંક્સ’ સમજીને લેતા હોય તો ચેતી જજો…

ખબરી ગુજરાત રાષ્ટ્રીય

Health Drinks: વેપાર અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. તેમાં ઇકોમર્સ કંપનીઓને નિર્દેશ આપ્યા છે કે બોર્નવિટા જેવા પીણાને હેલ્થ ડ્રિંક્સ સેક્શનમાંથી દૂર કરવામાં આવે.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

PIC – Social Media

Health Drinks: બોર્નવિટા (Bournvita) જેવી મોટી બ્રાન્ડને જોરદાર આંચકો લાગ્યો છે. કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી મિનિસ્ટ્રીએ શનિવારે તમામ ઈકોમર્સ કંપનીઓને બોર્નવિટા સહિત ઘણી કંપનીઓના પીણાને પોતાના પ્લેટફોર્મના હેલ્થ ડ્રિંક્સ સેક્શનમાંથી દૂર કરવાનો નિર્દેશ આપ્યો છે.

આવા પીણાને હેલ્થ ડ્રિંક્સમાંથી દૂર કરવા પડશે

મંત્રાલયના નોટિફિકેશન અનુસાર, કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઇલ્ડ રાઇટ્સ એક્ટ અંતર્ગત બનેલી એનસીપીસીઆર (NCPCR)એ તપાસ બાદ નિર્દેશ આપ્યો છે, કે એફએસએ એક્ટ અંતર્ગત હેલ્થ ડ્રિંક્સનુ અર્થઘટન સ્પષ્ટ કરવામાં આવ્યું નથી. એટલા માટે તમામ ઈકોમર્સ કંપનીઓ અને પોર્ટલને બોર્નવિટા સહિત તમામ પેય પદાર્થો અને બેવરેજેસને હેલ્થ ડ્રિંક્સ કેટેગરીમાંથી હટાવવાનો આદેશ આપ્યો છે.

આ પણ વાંચો – સિડનીના શોપિંગ મોલમાં ચાકુબાજી અને ફાયરિંગમાં 4 લોકોના મોત

આ પહેલા પણ ચાલુ મહિને સરકારે ઈકોમર્સ કંપનીઓ દ્વારા હેલ્થ અને એનર્જી ડ્રિંક્સના નામે વેચાતા જ્યુસ પર કડકાઈ દાખવી હતી. સરકારે ઈકોમર્સ વેબસાઇટોને નિર્દેશ આપ્યો હતો કે તે હેલ્થ અને એનર્જી ડ્રિંક્સના નામે દરેક પ્રકારના જ્યુસ ન વેંચી શકે. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટેન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (FSSAI)એ કહ્યું કે ઈકોમર્સ કંપનીઓ પોતાની વેબસાઇટ પર વેચાતા ફૂટ પ્રોડક્ટ્સને યોગ્ય સેગમેન્ટમાં રાખે. પ્રોડક્ટ યોગ્ય સેગમેન્ટમાં ન હોવાથી ગ્રાહકો ભરમાય છે. એનર્જી ડ્રિંક્સનું વાર્ષિક વેચાણ આશરે 50 ટકાથી વધી રહ્યું હતુ. યુવાનોમાં તેનું વધતુ વેંચાણ ચિંતાજનક છે. ઘણા રિસર્ચમાં તેની સ્વાસ્થ્ય પર ગંભીર અસર સામે આવી છે. એટલા માટે તેને લઈ (FSSAI) પણ આ મુદ્દે ગંભીર થયું છે.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

FSSAIએ અલગ કેટેગરી બનાવા નિર્દેશ આપ્યો

FSSAI અનુસાર, પ્રોપરાઇટરી ફૂડ લાઇસન્સ અંતર્ગત આવનાર ડેરી બેસ્ડ, અનાજ બેસ્ડ, અને મિલ્ટ બેસ્ડ પીણાને ઈ-કોમર્સ વેબસાઇટ્સ પર હેલ્થ ડ્રિંક્સના નામે વેચી શકાશે નહિ. કંપનીઓએ આ માટે અલગ કેટેગરી બનાવવી પડશે. FSSAIએ સ્પષ્ટ કર્યું છે કે હેલ્થ ડ્રિંક્સને FSSAI એક્ટ 2006 અંતર્ગત ક્યાંય પણ પરિભાષિત કરી શકાશે નહિ. એનર્જી ડ્રિંક્સનો ઉપયોગ ફક્ત કાર્બોનેટેડ અને કાર્બોરેટેડ પાણી આધારિત પીણાં માટે જ થઈ શકે છે. પ્રોપરાઇટરી ખોરાક એ ખોરાક છે જે ખાદ્ય સુરક્ષા અને માનક નિયમોના દાયરામાં નથી. આ કાર્યવાહીની મદદથી, ગ્રાહકોને ઉત્પાદનો વિશે સાચી માહિતી આપી શકાશે.