MDH મસાલા વાપરતા હોય તો સાવધાન, સમાચાર વાંચીને ચોંકી જશો

ખબરી ગુજરાત બિઝનેસ

MDH Masala Ban: જો તમે પણ પોતાની રસોઈમાં એમડીએચ મસાલાનો ઉપયોગ કરતા હો તો ચેતી જજો, કેમ કે આ મસાલાને લઈ ચોંકાવનારા તથ્યો સામે આવ્યાં છે. હોંગકોંગ અને સિંગાપુરમાં આ મસાલાઓમાં કથિત રીતે માનવ શરીરમાં કેન્સર પેદા કરનાર જંતુનાશક કેમિકલ હોવાનો દાવો કર્યો છે. આવો જાણીએ કે શું છે સમગ્ર મામલો…

આ પણ વાંચો – અમિત શાહના ફેક વિડિયો મામલે એકની ધરપકડ, કોણે શેઅર કર્યો વિડિયો?

PIC – Social Media

MDH Masala Ban : જો તમે પણ પોતાની રસોઈમાં એમડીએચ મસાલાનો ઉપયોગ કરતા હો તો ચેતી જજો, કેમ કે આ મસાલાને લઈ ચોંકાવનારા તથ્યો સામે આવ્યાં છે. હોંગકોંગ અને સિંગાપુરમાં આ મસાલાઓમાં કથિત રીતે માનવ શરીરમાં કેન્સર પેદા કરનાર જંતુનાશક કેમિકલ હોવાનો દાવો કર્યો છે. ત્યાર બાદ MDH અને એવરેસ્ટ પર સિંગાપુર અને હોંગકોંગમાં કાર્યવાહીને કારણે ભારતીય મસાલાઓ પર સંકટના વાદળો ઘેરાયા છે. આ મામલે FSSAI (ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયા) એ મસાલાની તપાસ માટે દેશભરમાંથી સેમ્પલ મંગાવવાનો આદેશ આપ્યો હતો. હવે આ મામલે અમેરિકન સ્વાસ્થ્ય અધિકારી પણ એક્શનમાં આવ્યાં છે. એમેરિકના ફૂટ એન્ડ ડ્રાગ્સ એડમિનિસ્ટ્રેશન બંને મસાલામાં કેન્સર પેદા કરનાર કેમિકલની શોધ કરવા તપાસ કરી રહી છે.

ચાલુ મહિને હોંગકોંગે એમડીએચના ત્રણ મસાલા – મદ્રાસ કરી પાઉડર, સાંભર મસાલા પાઉડર અને કરી પાઉડરની સાથે એવરેસ્ટના ફિશ મસાલાનું વેચાણ બંધ કરાવી દીધુ હતુ. આ મસાલાઓમાં એથિલિન ઓક્સાઇડની ખતરનાક માત્રા હોવાની વાત કહેવામાં આવી છે. તેનો ઉપયોગ ખેતી ઉત્પાદનોમાં જંતુનાશક રૂપે કરવામાં આવે છે. આ કેમિકલ માનવ શરીરમાં કેન્સર પેદા કરી શકે છે. સિંગાપુરમાં બંને મસાલા બ્રાન્ડ સામે કાર્યવાહી કરવામાં આવી હતી.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

PIC – Social Media

માલદીવમાં પણ પ્રતિબંધ

રોયટર્સ અહેવાલ અનુસાર ખાદ્ય પદાર્થો પર દેખરેખ કરનાર અમેરિકન એજન્સી એફડીએ એ જાણકારી આપી તે કથિત ઘાતક સ્વાસ્થ્ય સંબંધિત મિશ્રણ અંગે તપાસ કરી રહી છે. એફડીએના એક પ્રવક્તાએ કહ્યું કે તેઓ રિપોર્ટ્સથી અવગત છે અને સ્થિતિ વિશે વધુ જાણકારી એકત્ર કરી રહ્યા છે. તે દરમિયાન ભારતના પડોસી દેશ માલદીવે પણ એમડીએચ અને એવરેસ્ટ મસાલાઓના વેચાણ પર પ્રતિબંધ લગાવ્યો છે. માલદીવ ફૂડ એન્ડ ડ્રગ ઓથોરિટીએ આ આદેશ આપ્યા છે.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

મસાલા કંપનીઓનું શું કહેવું છે?

ભારતીય દિગ્ગજ મસાલા કંપની એવરેસ્ટે આ મામલે કહ્યું, કે તેના મસાલા ઉપભોગ માટે સુરક્ષિત છે. તેઓએ એમ પણ કહ્યું કે તેના ઉત્પાદનોની નિકાસ ભારતના મસાલા બોર્ડની લેબોરેટરી દ્વારા મંજૂરી મળ્યા બાદ જ કરવામાં આવી હતી. જ્યારે એમડીએચ એ તમામ આરોપોનું ખંડન કર્યું છે અને આરોપોને આધારહિન ગણાવ્યાં છે. એમડીએચ એ સમાચાર એજન્સી પીટીઆઈને જણાવ્યું કે એમડીએચને સિંગાપુર અને હોંગકોંગના નિયામક અધિકારીઓ દ્વારા કોઈ માહિતી મળી નથી. તેની સાથે જ મસાલા બ્રાન્ડે કહ્યું કે અમે ઘરેલુ અને આંતરરાષ્ટ્રીય સ્તરે સ્વાસ્થ્ય અને સુરક્ષા માપદંડોનું પાલન કરીએ છીએ.