વિકસિત ભારત સંકલ્પ યાત્રા દરમિયાન મુખ્યમંત્રીની ઓચિંતિ મુલાકાત

ખબરી ગુજરાત ગુજરાત

Vikasit Bharat Sankalp Yatra : હાલ સમગ્ર ગુજરાતમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાના કાર્યક્રમો થઈ રહ્યાં છે. ઘર બેઠા સરકારી યોજના (Sarkari Yojana)નો લાભ મળે અને છેવાડાના માનવી સુધી પહોંચી શકાય તે હેતુથી આ કાર્યક્રમોનું આયોજન કરાયું છે. ત્યારે મહેસાણા (Mehsana) જિલ્લાના સદુથલા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રમાં સહભાગી થવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) રવિવારે સવારે ઓચિંતા જઈ પહોંચ્યા હતા.

આ પણ વાંચો : ધીરજ સાહુના ઠેકાણાઓથી 351 કરોડ રૂપિયા જપ્ત, હજુ પણ ગણતરી ચાલુ

આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે ઘરે બેઠા સરકારની યોજનાઓ લાભ મળે તે દિશામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા (Vikasit Bharat Sankalp Yatra) છેવાડાના માનવી સુધી પહોંચી છે. સરકારની યોજનાઓના લાભ થકી લાભાર્થીના જીવનમાં સામાજિક પરિવર્તન આવ્યા છે.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

યાત્રાનો લાભ લેવા મુખ્યમંત્રીનો અનુરોધ

સીએમ પટેલે લાભાર્થીઓને સહાય વિતરણ કરી અને ગ્રામજનો સાથે વાતચીત કરી હતી. તેઓએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની કેન્દ્ર સરકારની વિવિધ જનહિત યોજનાઓ તેમજ રાજ્ય સરકારની યોજનાઓના વ્યાપક લાભ જન જન સુધી પહોંચાડવા આ યાત્રા યોજાઈ રહી છે તેનો લાભ લેવા અનુરોધ કર્યો હતો.

વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો ઉદ્દેશ્ય

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સરકારની લોકકલ્યાણકારી યોજનાઓનો વ્યાપ વધારીને 100 ટકા જન-જન સુધી પહોંચાડવાના હેતુથી દેશભરમાં તા. 15 નવેમ્બર, 2023થી ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ (Vikasit Bharat Sankalp Yatra) શરૂ કરાવી છે. આ યાત્રા અન્વયે કેન્દ્ર અને રાજ્ય સરકારની જનકલ્યાણ યોજનાઓના લાભ અને માહિતી છેક ગ્રામીણ વિસ્તારોમાં પહોચી રહી છે અને સેચ્યુરેશનનો વિચાર સાકાર થઈ રહ્યો છે.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

મુખ્યમંત્રીએ વિવિધ યોજનાઓના લાભાર્થીઓને સદૂથલામાં પ્રમાણપત્ર વિતરણ પણ કર્યું હતું. આ પ્રસંગે વિવિધ યોજનાઓના લાભાર્થીઓ તેમને મળેલા લાભથી પોતાના જીવન માં આવેલ પરિવર્તનની વાત ‘મેરી કહાની મેરી જુબાની’ અંતર્ગત રજૂ કરી હતી.

આ પણ વાંચો : 11 December : જાણો, આજનો ઈતિહાસ

આ કાર્યક્રમમાં વિસનગર તાલુકા પંચાયત ઉપપ્રમુખ જનકબા ચાવડા, અગ્રણી સતિષભાઈ પટેલ, APMC ડિરેક્ટર નટુભાઈ પટેલ, અગ્રણી મહેન્દ્રભાઈ ચૌધરી, મહેશભાઈ પટેલ, કારોબારી ચેરમેન વિષ્ણુભાઈ પટેલ, તાલુકા પંચાયત માજી પ્રમુખ સુમિત્રાબેન પટેલ, તાલુકા સદસ્ય મિતેશભાઈ પટેલ સહિત અધિકારીઓ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.