અમેરિકામાં મોટી દુર્ઘટના, જહાજની ટક્કરથી ધરાશાયી પુલ પાણીમાં ગરકાવ

આંતરરાષ્ટ્રીય ખબરી ગુજરાત

Baltimore Bridge Accident : અમેરિકામાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. વાયરલ વિડિયોમાં જોઈ શકાય છે કે એક જહાજ પુલ સાથે અથડાય છે. અથડામણ બાદ જહાજમાં આગ લાગી જાય છે અને ફ્રાંસિસ સ્ટોક કી બ્રિઝનો એક ભાગ જોત જોતામાં પાણીમાં ગરકાઉ થઈ જાય છે. આ પુલની લંબાઈ 3 કિમી છે.

આ પણ વાંચો – 5 વિધાનસભાની પેટા ચૂંટણી માટે ભાજપના ઉમેદવારો જાહેર

PIC – Social Media

Baltimore Bridge Accident : અમેરિકાના બાલ્ટિબોરમાં મંગળવારે કન્ટેનર ભરેલુ જહાજ ફ્રાન્સિસ સ્ટોક કી બ્રિઝ (Francis Scott Key Bridge)સાથે અથડાયુ હતુ. અથડામણ બાદ પુલનો એક મોટો ભાગ ધરાશાયી થઈને પાણીમાં ગરકાઉ થઈ ગયો હતો. સ્થાનિક મીડિયા રિપોર્ટ્સ અનુસાર દુર્ઘટના સમયે ઘણી ગાડીઓ અને લોકો પુલ પર હાજર હતા. ઘણી કારો અને લોકો પણ પાણીમાં જોવા મળ્યા. સમાચાર એજન્સી રોયટર્સે જણાવ્યું કે બાલ્ટિમોર ફાયર ડિપાર્ટમેન્ટે પુલ ધરાશાયી થતા મોટી પાયે જાનહાનિ થઈ હોવાની આશંકા વ્યક્ત કરી છે. નદીમાં બચાવ અભિયાન શરૂ છે. પેટાપ્સકો નદી પર બનેલા આ પુલનું નિર્માણ 1977માં થયું હતુ.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

આ બ્રિઝ ફાન્સિસ સ્કોટને સમર્પિત છે. જેણે અમેરિકાનુ રાષ્ટ્રગાન લખ્યુ છે. કાર્ગો શિપની લંબાઈ 948 ફૂટ જણાવામાં આવી રહી છે. ટક્કર બાદ જહાજ પણ ડૂબી ગયુ હતુ. દુર્ઘટનાનો વિડિયો હાલ સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થઈ રહ્યો છે. જેમાં જહાજને પુલ સાથે અથડાતા જોઈ શકાય છે. ટક્કર બાદ શિપમાં આગ લાગી જાય છે અને ફ્રાન્સિસ સ્કોટ કી બ્રિજનો એક ભાગ જોત જોતામાં પાણીમાં ગરકાઉ થઈ જાય છે. આ બ્રિજની લંબાઈ 3 કિમી હોવાનું જણાવાઈ રહ્યું છે. દાલી નામના જહાજ પર સિંગાપુરનો ધ્વજ હતો. જહાજ ગ્રેસ ઓશન પ્રાઇવેટ લિમિટેડ કંપનીનું હોવાનું સામે આવ્યું છે. જેનું મનેજમેન્ટ સિનર્જી મરીન ગ્રુપ પાસે હતુ.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

આ જહાજ શ્રીલંકા જઈ રહ્યું હતુ. જો કે, દુર્ઘટના સમયે પુલ પર કેટલા લોકો હાજર હતા તે હજુ સુધી સ્પષ્ટ થયુ નથી. મેરિલેન્ડ ટ્રાન્સપોર્ટેશન ઓથોરિટી અનુસાર બ્રિજ પર દુર્ઘટના બાદ તમામ લેન બંધ કરવામાં આવી છે અને ડ્રાફિક ડાઇવર્ડ કરવામાં આવ્યો છે. રોયટર્સ અનુસાર ગ્રેસ ઓશન પ્રાઇવેટ લિમિટેડે જણાવ્યું છે કે જહાજ પર ઉપસ્થિત ચાલક દળના તમામ સભ્યો સુરક્ષિત છે અને કોઈને પણ ઈજા થઈ નથી. જહાજ પુલ સાથે કઈ રીતે અથડાયું તેના વિશે હજુ સુધી કોઈ જાણકારી સામે આવી નથી. પેટાપ્સકો નદીમાં આ સમયે તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસથી નીચે રહે છે. એવામાં દુર્ઘટના બાદ નદીમાં પડેલા લોકોના જીવને ભારે જોખમ છે. કેમ કે તાપમાન ઓછુ હોવાથી લોકો હાઇપોથર્મિયાના શિકાર બની શકે છે.