આજે છે નોટ બંધીની વરસી, રાહુલ ગાંધી એ “કાવતરું કહી ને બિરદાવી”

ખબરી ગુજરાત રાજકારણ રાષ્ટ્રીય

Shivangee R Khabri Media Gujarat

Rahul Gandhi on Demonetization :  કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે નોટબંધી એક સુનિયોજિત કાવતરું હતું. આના દ્વારા રોજગાર છીનવાઈ ગયો અને અસંગઠિત અર્થતંત્રની કમર તૂટી ગઈ. તેમણે ડિમોનેટાઇઝેશનને એક હથિયાર ગણાવ્યું જેની મદદથી તેઓ 609માં સ્થાનેથી વિશ્વના બીજા સૌથી ધનિક વ્યક્તિ બન્યા.

આજે નોટબંધીને સાત વર્ષ વીતી ગયા છે. સરકારે 8 નવેમ્બર 2016ના રોજ નોટબંધીની જાહેરાત કરી હતી. 8 નવેમ્બર, 2016ના રોજ પીએમ મોદીએ 500 અને 1000 રૂપિયાની નોટો બંધ કરવાની જાહેરાત કરી હતી. આ પછી, આ નોટ ધારકોને આ નોટો બેંકમાં પાછી જમા કરાવીને બદલવાની સમય મર્યાદા આપવામાં આવી હતી.

રાહુલે આ મામલે ટ્વીટ કરીને લખ્યું કે નોટબંધી એ કામદારોની આવકમાં કાપ મૂકવા, નાના વેપારીઓને મારવા, ખેડૂતોને નુકસાન પહોંચાડવા અને અસંગઠિત અર્થવ્યવસ્થાને તોડવાનું એક સુનિયોજિત કાવતરું હતું. 99% સામાન્ય ભારતીયો પર હુમલો, 1% શ્રીમંત મોદી મિત્રોને ફાયદો. આ એક હથિયાર હતું. આ એક હથિયાર જ હતું. તમારા ખિસ્સા કાપવાનું – પરમમિત્રની ઝોલી ભરીને તેને 609 નંબરથી દુનિયાના બીજા ક્રમના ધનિક બનાવવાનું કાવતરું કહ્યું.

READ: પોલીસ સ્ટેશનમાં ઉંદરોએ કર્યું એવું કારનામું, કે…