6 December : જાણો, આજનો ઇતિહાસ

ખબરી ગુજરાત શિક્ષણ અને કારકિર્દી

6 December History: દેશ અને દુનિયામાં 05 ડિસેમ્બરનો ઇતિહાસ અનેક મહત્વની ઘટનાઓનો સાક્ષી છે અને ઘણી મહત્વપૂર્ણ ઘટનાઓ ઇતિહાસના પાનાઓમાં કાયમ માટે નોંધાઈ ગઈ છે. ઘણી સ્પર્ધાત્મક પરીક્ષાઓ અને ઇન્ટરવ્યુમાં ઐતિહાસિક ઘટનાઓ પૂછવામાં આવે છે. તેથી આપણે 6 ડિસેમ્બર (6 December History in Gujarati)નો ઇતિહાસ જાણીશું.

આજના દિવસે અયોધ્યામાં બાબરી મસ્જિદ ધ્વંસ અને કાયદાશાસ્ત્રી, રાજનેતા, તત્વચિંતક, નૃવંશશાસ્ત્રી, ઇતિહાસકાર અને અર્થશાસ્ત્રી તેમજ અનેક વિષયના જ્ઞાતા એવા ભારતરત્ન ડૉ. ભીમરાવ આંબેડકરના અવસાન સહિત અનેક મહત્વપૂર્ણ ઘટાનાઓ જોડાયેલી છે.

આ પણ વાંચો : Vastu Tips : આ ભૂલથી ઘરમાં આવે છે દરિદ્રતા, જલ્દી કરો આ ઉપાય

6 ડિસેમ્બરનો ઇતિહાસ (6 December History) આ મુજબ છે.

2008 : કર્ણાટકના બેલાગવીમાં ભારત અને ચીનની સેનાઓ વચ્ચે સંયુક્ત સૈન્ય કવાયત શરૂ કરવામાં આવી હતી.
2008 : સેન્ટ્રલ બેંકે રેપો રેટ અને રિવર્સ રેટમાં એક ટકાનો ઘટાડો કર્યો હતો.
2006 : નાસાએ માર્સ ગ્લોબલ સર્વેયર દ્વારા લેવામાં આવેલી તસવીરો જાહેર કરી હતી.
2002 : સ્પેનના કાર્લોસ મોયાને ‘ATP યુરોપિયન પ્લેયર ઓફ ધ યર’નો ખિતાબ આપવામાં આવ્યો હતો.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો
2001 : તાલિબાન અફઘાનિસ્તાનમાં શસ્ત્રો મૂકવા સંમત થયા હતા.
1998 : હ્યુગો ચાવેઝ વેનેઝુએલાના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા હતા.
1998 : બેંગકોકમાં 13મી એશિયન ગેમ્સની શરૂઆત થઈ હતી.
1997 : ક્યોટો (જાપાન) માં આંતરરાષ્ટ્રીય આબોહવા પરિષદ શરૂ થઈ.

1992 : અયોધ્યામાં હજારો કારસેવકોએ મળી બાબરી મસ્જિદ ગુંબજ તોડી પાડ્યો હતો.
1978 : યુરોપિયન દેશ સ્પેનમાં બંધારણ અપનાવવામાં આવ્યું હતું.
1958 : ઇટાલીમાં વિશ્વની સૌથી લાંબી અને સૌથી મહત્વપૂર્ણ ટનલ બનાવવાનું કામ શરૂ થયું.
1926 : ફિરાક ગોરખપુરીને તેમની સાહિત્યિક કારકિર્દીની શરૂઆતમાં બ્રિટિશ સરકારના રાજકીય કેદી બનાવવામાં આવ્યા હતા.
1917 : ફિનલેન્ડે રશિયાથી સ્વતંત્રતા જાહેર કરી.
1907 : ભારતના સ્વતંત્રતા સંગ્રામ સાથે સંબંધિત લૂંટની પ્રથમ ઘટના ચિંગરીપોટા રેલ્વે સ્ટેશન પર બની હતી.

6 ડિસેમ્બરે જન્મેલા પ્રસિદ્ધ વ્યક્તિઓ

1896 : મધ્ય પ્રદેશના અગ્રણી સામાજિક અને રાજકીય કાર્યકર બ્રિજલાલ વિયાણીનો જન્મ થયો હતો.
1732 : ઈસ્ટ ઈન્ડિયા કંપનીના પ્રથમ ગવર્નર જનરલ વોરન હેસ્ટિંગ્સનો જન્મ થયો હતો.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

6 ડિસેમ્બરે નિર્વાણ પામેલા પ્રસિદ્ધ વ્યક્તિઓ

2015 : પ્રખ્યાત ભારતીય પાત્ર અભિનેતા રામ મોહનનું અવસાન થયું.
2009 : હિન્દી ફિલ્મોની જાણીતી અભિનેત્રી બીના રાયનું અવસાન થયું હતું.
1998 : પરમવીર ચક્રથી સન્માનિત ભારતીય સૈનિક મેજર હોશિયાર સિંહનું નિધન થયું હતું.
1956 : બહુજન રાજકીય નેતા ભીમરાવ આંબેડકરનું અવસાન થયું હતું.