હવામાન અપડેટ : રાજ્યમાં પડશે વરસાદ? હવામાન વિભાગે કરી આગાહી

ખબરી ગુજરાત ગુજરાત

Gujarat Weather Update : છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યમાં કહીં ધૂપ તો કહીં છાવ જેવી સ્થિતિ જોવા મળી રહી છે. નવેમ્બરના અંતમાં પડેલા માવઠાની અસર હજુ જોવા મળી રહી છે. ગુજરાતમાં ઘણી જગ્યાએ માવઠા બાદ ઠંડીનો (Cold) ચમકારો અનુભવાયો છે તો ઘણી જગ્યાએ હજુ પણ વાદળછાંયા વાતાવરણ વચ્ચે છૂટો છવાયો કમોસમી વરસાદ (Rain) વરસી રહ્યો છે. ત્યારે શું હજુ પણ ગુજરાતમાં વરસાદ પડશે? તો આવો જાણીએ કે હવામાન વિભાગે (Meteorological department) રાજ્યના હવામાનને લઈ શું આગાહી (Weather Forcast) કરી છે.

આ પણ વાંચો : 6 December : જાણો, આજનો ઇતિહાસ

PIC – Social Media

રાજ્યના હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર આગામી પાંચ દિવસ ગુજરાતમાં વાતાવરણ શુષ્ક રહેશે. અમદાવાદ કેન્દ્ર પરથી હવામાન વિભાગના ડાયરેક્ટર ડો. મનોરમા મોહન્તીએ મંગળવારે આગાહી કરતા જણાવ્યુ હતુ, કે રાજ્યમમાં આગામી પાંચ દિવસ હવામાન શુષ્ક રહેશે. ઉપરાંત રાજ્યમાં હાલ વરસાદની કોઈ સંભાવના નથી તેમ જણાવ્યું હતુ.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

ઉલ્લેખનીય છે, કે દક્ષિણ ભારતમાં મિચોંગ વાવાઝોડાને કારણે દક્ષિણના દરિયા કિનારે ભારે પવન સાથે વરસાદ થઈ રહ્યો છે. મિચોંગ વાવાઝોડાની ગુજરાત પર અસર વર્તાય તેવી સંભાવના વ્યક્ત કરાઈ રહી હતી. પણ તેને કોઈ અસર રાજ્યના હવામાન પર જોવા મળી નથી.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

હવામાન વિભાગ દ્વારા જણાવાયું છે, કે ગુજરાતના દાહોદ, મહીસાગર, પંચમરહાલ, અરવલ્લી જિલ્લોઓમાં વાદળછાંયુ વાતાવરણ રહેવાની સંભાવના છે. જ્યારે રાજ્યના અન્ય વિસ્તારોમાં હવામાન સૂકુ રહેશે. જો ઠંડીની વાત કરીએ તો મંગળવારે અમદાવાદમાં લઘુતમ તાપમાન 17 ડિગ્રીની આસપાસ નોંધાયું હતુ. જ્યારે 10.4 ડિગ્રી તાપમાન સાથે નલિયા સૌથી ઠંડુ શહેર રહ્યું હતુ.