શૂન્યથી શરૂ થયેલી પિયત મંડળીઓએ કરી 400 હેક્ટર જમીનની કાયાપલટ

ખબરી ગુજરાત ગુજરાત

Morbi News : મોરબી જિલ્લામાં ખેડૂતો સુધી સિંચાઈ માટે પાણી પહોંચાડવાના હેતુથી વર્ષ 2005 માં રોહિશાળા ખાતે દેવશીભાઈ સવસાણીએ પિયત મંડળી બનાવી આ પિયત મંડળી થકી તે ગામ અને આસપાસના વિસ્તારમાં પાણી પહોંચાડ્યા. પાણીની સવલત પ્રાપ્ત થતા એ ખેડૂતો સમૃદ્ધ બન્યા અને આજુબાજુના વિસ્તારના લોકો પણ તેના પરથી પ્રેરણા લઈ મંડળીઓ બનાવી. આ પિયત મંડળીથી શરૂ થયેલી યાત્રા ગાંધીનગર સુધી પહોંચી અને તેના વિસ્તાર અને વિકાસ માટે ગાંધીનગર ખાતે ગુજરાત રાજ્ય ઉદ્દ્વહન પિયત સહકારી સંઘ લિ.નું ગઠન કરવામાં આવ્યું અને દેવશીભાઈ સવસાણીને તેના ચેરમેન બનાવવામાં આવ્યા. દેવશીભાઈની રાહબરી હેઠળ અને સરકારશ્રીના સહયોગ થકી મોરબી જિલ્લામાં 55 જેટલી પિયત મંડળીઓનું ગઠન કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો : હવામાન વિભાગની મોટી આગાહી, જાણો ક્યાં થશે કમોસમી વરસાદ

આ પિયત મંડળીઓ સુધી પાઈપ લાઈનનું નેટવર્ક ઉભુ કરી નર્મદા કેનાલ, ડેમ તથા નદી વગેરે જળ સંસાધનોમાંથી ખેડૂતોના ખેતરો સુધી પાણી પહોંચાડવામાં આવી રહ્યા છે અને 100 ટકા ટપક સિંચાઇ પદ્ધતિ થકી આ પાણીનો કરકસરયુક્ત વપરાશ કરવામાં આવી રહ્યો છે. આમ આ પિયત મંડળીઓનો ઉદ્દેશ છે કે 100 ટકા સિંચાઈ સવલત અને 100 ટકા પાણીનો બચાવ. આ પિયત મંડળીઓ થકીની એક પિયત મંડળી એટલે હળવદની નંદનવન પિયત મંડળી.

હળવદના એ વિસ્તારના ખેડૂતો એક સમયે એ જમીનમાં કઈં ઉપજ થતી ન હોવાથી જમીન વેચીને હિજરત કરી રહ્યા હતા. ત્યારે વર્ષ 2008માં નંદનવન પિયત મંડળી બનાવવામાં આવી. આસપાસના ખેડૂતોએ 7-8 કિલોમીટર લાંબુ પાણીનું પાઈપ લાઈન નેટવર્ક ઉભુ કરી નર્મદા કેનાલનું પાણી ખેતરો સુધી લઈ આવ્યા. ત્યારબાદ તો ખેડૂતો અને જમીન બન્નેની દશા અને દિશા બન્ને બદલી ગયા. બંજર બની ગયેલી એ જમીન ફરી નંદનવન બની ગઈ, એટલે જ તો આ પિયત મંડળીને નંદનવન નામ આપવામાં આવ્યું.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

ત્યારબાદ નંદનવન પિયત મંડળી પરથી પ્રેરણા લઈ આજુબાજુમાં બીજી મંડળીઓ પણ બની. જેમાં આર્યવન સિંચાઈ મંડળી, બહુચર સિંચાઈ મંડળી, કિસાન સિંચાઈ મંડળી અને પંચાસર સિંચાઈ મંડળી મુખ્ય છે. આ ખેડૂતોએ બાગાયતી ખેતી અપનાવી ખેતી ક્ષેત્રે આગવું નામ કર્યું છે. તેમના ખેતરોમાં ઉગતા દાડમ સહિતના ફળોની મીઠાશ વિશ્વ સુધી પ્રસરી છે. તેમના ફળોની વિદેશમાં પણ નિકાસ કરવામાં આવી રહી છે. જોતજોતામાં હળવદ વિસ્તારની અંદાજિત 400 હેકટર જમીનની કાયાપલટ થઈ ગઈ.

આ બાબતે ગુજરાત રાજ્ય ઉદ્દ્વહન પિયત સહકારી સંઘ લિ.ના ચેરમેન દેવજીભાઇ સવસાણી જણાવે છે કે, મોરબી જિલ્લાના રોહિશાળાનો હું વતની છું રોહિશાળાની નાની પિયત મંડળીથી આ કાર્યની શરૂઆત કરી આજે હું આ સફળતા સુધી પહોંચ્યો છે. હાલ સરકારની સાથે સમગ્ર ગુજરાતમાં પિયત મંડળીઓના વ્યાપ માટે અમે સતત ચિંતનશીલ છીએ. મારા ગામની 5 હજાર એકર જમીનમાં પાણીના તળ નીચા જતા હતા. જેથી 600 ખેડૂતોની ફળદ્રુપ જમીનમાં યોગ્ય રીતે વાવેતર કરી શકાય તેવા હેતુથી વર્ષ 2005 માં નાની પિયત મંડળીની શરૂઆત કરી હતી. જેતે સમયમાં આજી ડેમના વહેતા પાણીમાંથી હજારો ફુટ લાંબી લાઈન નાખીને લાખોનો ખર્ચ કર્યો હતો. આજીથી ગામ સુધી પાણી પહોચ્યુંને ખેડૂતોના ચડતીના દિવસો શરૂ થયા, ગામમાં ખેડૂતોની આવક વધી જેથી ગામની ખુશહાલીમાં પણ વધારો થયો.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

શરૂઆતમાં મશીન મુકીને પૈસાનું પાણી કર્યું આ બાબત સરકારની ધ્યાને આવતા વર્ષ 2006માં સરકાર અમને 8 કલાક વીજળીની સવલત આપી 8 કલાકમાં તમામ ખેડૂતોને ખેતરમાં પાણી પાવું મુશ્કેલ હોવાથી સરકારમાં રજૂઆત કરી. તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ 2009માં ઔદ્યોગિક વીજ માળખું ખેતીક્ષેત્રે ઉભુ કરી અમને 24 કલાક વીજળીની ભેટ આપી જેથી ખેડૂતોને અનેકગણો ફાયદો થયો.

આ પ્રેરણાદાય સફર પરથી અમે ટૂંકા સમયમાં આજુબાજુના વિસ્તારમાં અન્ય 8 મંડળીઓ બનાવી આજે એ સફરના અનેક ખેડૂતો સાક્ષી બન્યા જેથી અમે રાજ્યમાં 125 પિયત મંડળીઓ બનાવી શક્યા. આ મંડળીઓનો વ્યાપ વધારવા અને યોગ્ય વ્યવસ્થાપનના ઉદ્દેશથી એક સંગઠન ઉભું કરવાનો નિર્ણય કર્યો અને સરકારના સહયોગ થકી ગુજરાત રાજ્ય ઉદ્દ્વહન પિયત સહકારી સંઘ લિ.ની સ્થાપના કરી.

હાલની સ્થિતિ પર નજર કરીએ તો ગુજરાતમાં હવે પાણીની કોઈ કમી નથી ગુજરાત પાણીદાર બની ગયું છે. નરેન્દ્રભાઈ મોદીએ દૂરંદેશી અભિગમથી ગુજરાતના ખુણેખુણા સુધી નર્મદાના નીર પહોંચાડ્યા છે. હવે આપણે પાણીની કિંમત સમજવી જોઈએ પાણી બચશે તો ખેડૂત બચશે, ખેડૂત બચશે તો ખેતી બચશે, ખેતી બચશે તો ગામડું બચશે અને ગામડું બચશે તો ભારત બચશે.

આ પણ વાંચો : હવે, પ્રાથમિક શાળાના વિદ્યાર્થિઓને અપાશે ‘ગીતા જ્ઞાન’

હાલના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈએ પણ અમને આ ક્ષેત્રમાં ખુબજ સહકાર આપ્યો. તેમને અમે કેવી રીતે ખેતરો સુધી પાણી લાવ્યા અને એ બંજર જમીન કેવી રીતે રળિયામણી બનાવી તે સમજાવ્યું. તેમના સહકાર થકી હવે અમારું એક લક્ષ્ય બની ગયું કે પાણીનું ટીપે ટીપુ બચાવવું અને ખેડૂતો સુધી પહોંચાડવું. ગુજરાતના ચારે છેડા સુધી પાણી પહોંચી ગયું છે. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ સુક્ષ્મ સરફેઝ વોટર પ્રોજેક્ટ સિસ્ટમથી સમગ્ર ગુજરાતને આવરી લેવાની વિચારણા કરવામાં આવી છે. ખેડૂતોના ઉત્થાન માટે સરકાર સતત પ્રયત્નશીલ છે. ગુજરાતમાં આગામી સમયમાં ૫ હજાર થી વધુ મંડળીઓ બને, કોઇપણ ખેડૂત ગામડું ન છોડે અને સ્થળાંતર કરીને ગયેલા લોકો પણ ગામડા તરફ પાછા વળે જેથી ગામડું સમૃદ્ધ થાય એવો અમારો લક્ષ્ય છે. સરકારના નિવૃત્ત ઉચ્ચ અધિકારીઓ પણ આ સેવાકાર્યમાં અમારી સાથે જોડાયા છે અને તમામ કામગીરીમાં સહયોગ આપે છે. ગુજરાતના ખેડૂતોની દિશા બદવવાનું જે લક્ષ્ય છે તે સાર્થક બની રહ્યું છે. મોરબીના હળવદમાં ૭ કિલોમીટર દૂરથી લાઈન વાટે પાણી પહોચ્યું છે. અનેક ખેડૂતોની જંગલ અને બાવળથી ખરડાયેલી એ જ ભુમી પર આજે ખેડૂતો સારૂ ઉત્પાદન કરી લાખોની આવક મેળવી રહ્યા છે.

@બળવંતસિંહ જાડેજા