31 March : જાણો, આજનો ઈતિહાસ

ખબરી ગુજરાત શિક્ષણ અને કારકિર્દી

31 March History : દેશ અને દુનિયામાં 31 માર્ચનો ઇતિહાસ અનેક મહત્વની ઘટનાઓનો સાક્ષી છે અને ઘણી મહત્વપૂર્ણ ઘટનાઓ ઇતિહાસના પાનાઓમાં કાયમ માટે નોંધાઈ ગઈ છે. ઘણી સ્પર્ધાત્મક પરીક્ષાઓ અને ઇન્ટરવ્યુમાં ઐતિહાસિક ઘટનાઓ પૂછવામાં આવે છે. તેથી આપણે 31 માર્ચ (31 March History in Gujarati)નો ઇતિહાસ જાણીશું.

આ પણ વાંચો – 29 March : જાણો, આજનો ઈતિહાસ

PIC – Social Media

31 માર્ચનો ઈતિહાસ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. કારણ કે આ દિવસે 1774માં ભારતમાં ટપાલ સેવાની પ્રથમ ઓફિસ ખોલવામાં આવી હતી. પ્રાર્થના સમાજની સ્થાપના 31મી માર્ચ 1867માં મુંબઈમાં થઈ હતી. 1870માં આ દિવસે અમેરિકામાં પ્રથમ વખત અશ્વેત નાગરિકે મતદાન કર્યું હતું.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

31 માર્ચનો ઇતિહાસ (31 March History) આ મુજબ છે

2007 : માઈકલ ફેલ્પ્સે વર્લ્ડ સ્વિમિંગ ચેમ્પિયનશિપમાં છ ગોલ્ડ મેડલ જીત્યા હતા.
2005 : સંયુક્ત રાષ્ટ્રએ ઉત્તર કોરિયાને અનાજનો પુરવઠો બંધ કરી દીધો.
1997 : નવા નાટો લશ્કરી કમાન્ડરની નિમણૂક કરવામાં આવી હતી.
1979 : માલ્ટાએ 31 માર્ચે બ્રિટનથી સ્વતંત્રતા જાહેર કરી.
1966 : સોવિયેત રશિયાએ પહેલું ચંદ્રયાન લુના 10 લોન્ચ કર્યું હતું.
1964 : બોમ્બેમાં છેલ્લી વખત ઇલેક્ટ્રિક ટ્રામ દોડી.
1959 : બૌદ્ધ ધર્મગુરુ દલાઈ લામાને તિબેટમાંથી નિર્વાસિત થયા બાદ ભારતમાં આશ્રય આપવામાં આવ્યો હતો.
1921 : રોયલ ઓસ્ટ્રેલિયન એર ફોર્સની સ્થાપના 31 માર્ચે કરવામાં આવી હતી.
1917 : અમેરિકાએ ડેનિશ વેસ્ટ ઈન્ડિઝને ખરીદ્યું અને તેનું નામ વર્જિન આઈલેન્ડ રાખ્યું.
1889 : એફિલ ટાવર સત્તાવાર રીતે ફ્રાન્સમાં ખોલ્લુ મુકાયો હતો
1870 : અમેરિકામાં પ્રથમ વખત અશ્વેત નાગરિકે મતદાન કર્યું હતું.
1867 : મુંબઈમાં પ્રાર્થના સમાજની સ્થાપના હતી.
1774 : ભારતમાં ટપાલ સેવાની પ્રથમ ઓફિસ ખોલવામાં આવી હતી.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

31 માર્ચે જન્મેલા પ્રસિદ્ધ વ્યક્તિઓ

1987 : ભારતીય ચેસ ગ્રાન્ડમાસ્ટર કોનેરુ હમ્પીનો જન્મ થયો હતો.
1945 : પ્રખ્યાત રાજકારણી અને પ્રથમ મહિલા લોકસભા સ્પીકર મીરા કુમારનો જન્મ થયો હતો.
1938 : ભારતના પ્રખ્યાત મહિલા રાજકારણી અને દિલ્હીના મુખ્યમંત્રી શીલા દીક્ષિતનો જન્મ થયો હતો.
1934 : પ્રખ્યાત અંગ્રેજી અને મલયાલમ લેખિકા કમલા દાસનો જન્મ થયો હતો.
1922 : અમેરિકન અભિનેતા અને ગાયક રિચર્ડ કાઈલીનો જન્મ થયો હતો.
1860 : ઉત્કૃષ્ટ હિન્દી લેખકોમાંના એક, રામા શંકર વ્યાસનો જન્મ થયો હતો.
1865 : ભારતની પ્રથમ મહિલા ડોક્ટર આનંદી ગોપાલ જોશીનો જન્મ થયો હતો.

આ પણ વાંચો – 28 March : જાણો, આજનો ઈતિહાસ

31 માર્ચે અવસાન પામેલા પ્રસિદ્ધ વ્યક્તિઓ

2009 : આર્જેન્ટિનાના રાષ્ટ્રપતિ રાઉલ અલ્ફોન્સિનનું અવસાન થયું.
2002 : ભારતીય મહિલા કાર્યકર્તા મોતુરુ ઉદયનનું અવસાન થયું હતું.
1972 : ભારતીય અભિનેત્રી મીના કુમારીનું અવસાન થયું હતું.
1931 : ભારતના સૌથી પ્રતિષ્ઠિત નિબંધકારોમાંના એક પૂર્ણસિંહનું અવસાન થયું.
1930 : પ્રખ્યાત સ્વાતંત્ર્ય સેનાની અને લેખક શ્યામજી કૃષ્ણ વર્માનું અવસાન થયું હતું.
1727 : મહાન ભૌતિકશાસ્ત્રી આઇઝેક ન્યૂટનનું 31 માર્ચ ના રોજ અવસાન થયું હતું.