રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈ શંકરાચાર્યો કેમ નથી રાજી?

ખબરી ગુજરાત ધર્મ રાષ્ટ્રીય

Ram Mandir Pran Pratishtha : 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે હિન્દુ ધર્મમાં ખૂબ જ મહત્વનું પદ ધરાવનાર ચારેય પીઠના શંકરાચાર્યોએ જ પ્રાણ પ્રતિષ્ઠાને લઈ નારાજગી વ્યક્ત કરી છે.

આ પણ વાંચો : 12 January : જાણો, આજનો ઈતિહાસ

PIC – Social Media

Ram Mandir Pran Pratishtha : આગામી 22 જાન્યુઆરીએ અયોધ્યામાં યોજાનાર રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને (Ram Mandir Pran Pratishtha) ભવ્ય બનાવવા માટે તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે પ્રાણ પ્રતિષ્ઠામાં કોણ ઉપસ્થિત રહેશે અને કોણ નહિ તેને લઈ ચર્ચાઓ તેજ બની છે. કોંગ્રેસે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના આમંત્રણનો અસ્વીકાર કર્યા બાદ શંકરાચાર્યો (Shankracharya) પણ આ પ્રાણ પ્રતિષ્ઠામાં સામેલ નહિ થાય તેવા સામાચાર સામે આવી રહ્યાં છે. શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી (Avimukteshvaranand Saraswati) અને સ્વામી નિશ્ચલાનંદ સરસ્વતીએ (Nishchalanand Saraswati) કહ્યું, કે, શાસ્ત્ર વિરુદ્ધ ન જઈ શકાય.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

શ્રી રામની જન્મભૂમિ અયોધ્યામાં લગભગ 5 સદીઓ પછી રામલલાનું મંદિર બનાવવામાં આવી રહ્યું છે, જેનું સનાતન પ્રેમીઓ માટે વિશેષ મહત્વ છે. મંદિરમાં ભગવાન શ્રી રામના અભિષેક માટે 22 જાન્યુઆરી 2024ની તારીખ નક્કી કરવામાં આવી છે. જ્યાં એક તરફ રામ મંદિરના ઉદ્ઘાટનને લઈને દેશભરમાં ઉત્સાહનો માહોલ છે તો બીજી તરફ ચારેય શંકરાચાર્યોએ કહ્યું છે કે તેઓ મંદિરના ઉદ્ઘાટન અને રામલલાની પ્રાણ પ્રતિષ્ઠામાં ભાગ નહીં લે. આવો જાણીએ શું છે તેનું કારણ.

ચાર શંકરાચાર્યમાં, બે પૂર્વામ્નાય જગન્નાથ પુરીની (Jagnnath Puri) ગોવર્ધન પીઠના (Govardhan Pith) જગદગુરુ શંકરાચાર્ય સ્વામી નિશ્ચલાનંદ સરસ્વતી અને ઉત્તરમનય જ્યોતિષપીઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી છે. તેમણે અયોધ્યા મંદિરમાં રામલલાના અભિષેક સમારોહમાં ભાગ લેવાનો સ્પષ્ટ ઈન્કાર કરી દીધો છે.

સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી અને સ્વામી નિશ્ચલાનંદ સરસ્વતીનું કહેવું છે કે રામ મંદિરના ઉદ્ઘાટનમાં શાસ્ત્રીય શૈલીનું પાલન કરવામાં આવી રહ્યું નથી. શંકરાચાર્યે આને સનાતન ધર્મના નિયમોનું ઉલ્લંઘન ગણાવ્યું હતું.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

રામ મંદિરનું ઉદ્ઘાટન શાસ્ત્રીય શૈલીમાં નથી થઈ રહ્યું

સ્વામી નિશ્ચલાનંદ સરસ્વતીએ કહ્યું, ‘રામજી શાસ્ત્રીય શૈલીમાં સ્થાપિત નથી થઈ રહ્યા, તેથી મારા માટે રામ મંદિરના ઉદ્ઘાટનમાં હાજરી આપવી યોગ્ય નથી. તમે એક વ્યક્તિ સાથે ઉદ્ઘાટનમાં હાજરી આપી શકો તેવું આમંત્રણ આવ્યું છે. પરંતુ મંદિરમાં આયોજિત કાર્યક્રમ સાથે અમે સહમત નથી. સ્વામી નિશ્ચલાનંદ સરસ્વતીએ વધુમાં કહે છે કે – ‘પ્રાણ પ્રતિષ્ઠા માટે મુહૂર્તનું ધ્યાન રાખવું જોઈએ. કોણે મૂર્તિને સ્પર્શ કરવો જોઈએ અને કોણે ન કરવો જોઈએ, કોણે પ્રાણ પ્રતિષ્ઠા કરવી જોઈએ અને કોને નહીં. સ્કંદ પુરાણમાં પણ શ્રીમદ ભાગવતમાં દેવી-દેવતાઓની મૂર્તિઓને અરસા વિગ્રહ કહેવામાં આવી છે. વિધિ-વિધાન પ્રમાણે પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવે ત્યારે જ મૂર્તિઓમાં દેવતાનું તેજ પ્રતિષ્ઠિત થાય છે.

વિધિવત પ્રતિષ્ઠા ન થાય તો મૂર્તિમાં ભૂત-પ્રેત પ્રતિષ્ઠિત થાય છે

શંકરાચાર્યએ કહ્યું કે જો મૂર્તિને યોગ્ય રીતે પ્રતિષ્ઠિત કરવામાં આવે અને તે પછી જો આરતી અને પૂજા જેવી વિધિઓનું પાલન ન કરવામાં આવે તો દેવતાનો મહિમા નષ્ટ થઈ જાય છે. આવી મૂર્તિમાં ડાકણ, શાકની, ભૂત, પિશાચ વગેરે મૂર્તિમાં સ્થાપિત થાય છે. આવી મૂર્તિની પૂજા કરવાથી અશુભ પરિણામ મળે છે. તેથી મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા સાથે કોઈપણ પ્રકારની રમત ન થવી જોઈએ.

આ પણ વાંચો : રામ લલ્લા માટે PM Modi નું ખાસ અનુષ્ઠાન

અપૂર્ણ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા ન થઈ શકે

સ્વામી અવિમુક્તેશ્વરાનંદ અનુસાર, અયોધ્યામાં નિર્માણાધિન રામ મંદિર હજુ સંપૂર્ણ રીતે બનીને તૈયાર થયું નથી. શાસ્ત્ર અપૂર્ણ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠાની આજ્ઞા નથી આપતું. જો કે વૈષ્ણવ સંતો મહંતોએ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈ કોઈપણ પ્રકારની ભૂલ કાઢી નથી અને કહ્યું કે, દેશ વિદેશમાં વર્તમાનમાં એવા ઘણાં મંદિરો છે. જ્યાં નિર્માણ કાર્ય પૂર્ણ થયું નથી અને વર્ષો પહેલા પ્રાણ પ્રતિષ્ઠા થઈ ચૂકી છે.