મતદાન કરો અને રેસ્ટોરેન્ટમાં મેળવો 7 ટકાનું ડિસ્કાઉન્ટ

ખબરી ગુજરાત ગુજરાત

Junagadh : લોકસભા ચૂંટણી 2024ને લઈ ગુજરાતમાં 7 મેના રોજ મતદાન થનાર છે. લોકશાહીના આ મહાપર્વમાં મહતમ મતદાન થાય તે માટે જૂનાગઢ શહેરમાં અનોખી પહેલ કરવામાં આવી છે.

આ પણ વાંચો : 24 April : જાણો, આજનો ઈતિહાસ

PIC – Social Media

લોકસભા ચૂંટણી 2024માં જૂનાગઢ શહેરમાં મહત્તમ મતદાન થાય અને મતદાતાઓને પ્રોત્સાહન મળે તે માટે ખાસ જૂનાગઢ હોટલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિએશનના હોદ્દેદારો સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં તા. 7મી મેએ મતદાન કરનાર મતદાતા બ્લ્યુ ટીક બતાવી જૂનાગઢની જાણીતી 45થી વધુ હોટલ રેસ્ટોરન્ટમાં 7 ટકા ડિસ્કાઉન્ટનો લાભ લઈ શકો છો. જેને લઈ હોટલ એન્ડ રેસ્ટોરેન્ટ એસોસિએશનના હોદ્દેદારોએ ઉત્સાહભેર સહમતિ દર્શાવી હતી.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

કલેકટર કચેરી ખાતે જિલ્લા ચૂંટણી અધિકારીની અધ્યક્ષતામાં હોટલ એન્ડ રેસ્ટોરેન્ટ એસોસિએશનના હોદ્દેદારો સાથે મળેલી આ બેઠકમાં મતદાતાઓને વિશેષ રીતે પ્રોત્સાહન મળે અને તા.7મી મેએ ઉત્સાહભેર મતદાન કરે તે સંદર્ભે ચર્ચા કરવામાં આવી હતી. કલેક્ટરે લોકશાહીમાં મતદાનનું મહત્વ જણાવતા કહ્યુ કે, મતદાતા અચૂક પણે મતદાન કરે ત્યારે લોકશાહીનુ મહાપર્વ સાર્થક થાય છે. મતદાન પ્રક્રિયા અને મતદાતા માટે ચૂંટણી પંચ દ્વારા ખૂબ મોટાપાયે વ્યવસ્થાઓ કરવામા આવે છે. ત્યારે મહિલાઓ સહિત દરેક મતદાતા ઉત્સાહભેર કરે તે માટે વિવિધ સ્તરે જનજાગૃતિના પ્રયાસ કરવામા આવી રહ્યા છે.

જૂનાગઢ હોટલ એન્ડ રેસ્ટોરેન્ટ એસોસિએશનના હોદ્દેદારોએ પણ લોકશાહીના આ મહાપર્વમાં મતદાતાઓને મતદાન કરવા માટે પ્રોત્સાહન મળી રહે તે માટે 7 ટકા ડિસ્કાઉન્ટ આપવાની ઉત્સાહપૂર્વક સ્વૈચ્છિક સહમતી આપી છે. આ ડિસ્કાઉન્ટ માટેના બોર્ડ બેનર હોટલ – રેસ્ટોરેન્ટ બહાર પણ લગાવવામાં આવશે. ઉપરાંત મહત્તમ મતદાન થાય તે માટે ગ્રાહકો સહિતના નાગરિકોને પ્રોત્સાહિત કરવા માટે પણ ઉત્સાહ બતાવ્યો હતો.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

જૂનાગઢ હોટલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિએશનના પ્રમુખ વિપુલભાઈ કોટેચાએ જણાવ્યું કે, જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદાન માટે વ્યાપક જનજાગૃતિ ઊભી કરવામાં આવી રહી છે. ત્યારે વધુમાં વધુ મતદાન થાય તેમાં હોટલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિયેશન ઉત્સાહભેર સહયોગ આપી રહ્યું છે. ત્યારે નાગરિકો પણ મતાધિકારનો ઉપયોગ કરવા આગળ આવે અને ઉત્સાહભેર મતદાન કરે.