Vadodara News: વડોદરામાં પોલીસ કંટ્રોલ રૂમ (Police control room Vadodara)માં ફોન કરીને અપશબ્દોનો ઉપયોગ કરનારા વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. ત્રણ વર્ષ પહેલા પત્નીને છૂટાછેડા આપ્યા બાદ માનસિક રીતે અસ્વસ્થ પતિએ પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરતાં રાવપુરા પોલીસે તેની ધરપકડ કરી હતી.
ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો
26મી નવેમ્બરે બપોરે 3:30 થી 04:00 વાગ્યાની વચ્ચે પોલીસ કંટ્રોલ રૂમના ઇમરજન્સી નંબર 100 પર ફોન આવ્યો હતો જે ફરજ પરના મહિલા કોન્સ્ટેબલ દ્વારા રિસીવ કરવામાં આવ્યો હતો. ફોન કરનારે પોતાનું નામ, સરનામું કે અન્ય કોઈ હકીકત જાહેર કર્યા વિના ગાળા-ગાળી શરૂ કરી હતી. આ રીતે તેણે બે અલગ-અલગ નંબર પરથી ઈમરજન્સી નંબર પર ગાળા-ગાળી કરી હતી. જેને લઈને ફરજ પરના મહિલા કોન્સ્ટેબલે રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો
રાવપુરા પોલીસે ગુનો નોંધી કોલ કરનાર મધુકર મંગળભાઈ પાટીલ, ઉંમર 47, સફલ્યા આર્કેડ, ડભોઈ રોડ, મૂળ મહારાષ્ટ્રની ધરપકડ કરી હતી.
આ પણ વાંચો: સિલક્યારા ટનલમાં ફસાયેલા શ્રમિકોને મંગળવારે બચાવી લેવામાં આવ્યા
પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે તેણે બે વર્ષ પહેલા તેની પત્નીને છૂટાછેડા આપી દીધા હતા અને પોલીસમાં કેસ નોંધવામાં આવ્યો હતો.
આ પછી તે ડિપ્રેશનમાં આવી ગયો હતો અને તેથી જ તેણે પોલીસ કંટ્રોલ રૂમ પર ફોન કરીને આવું વર્તન કર્યું હતું.
દેશ અને દુનિયાની અન્ય ઘટનાઓ વિશેની માહિતી માટે બન્યા રહો અમારી વેબસાઇટ www.khabrimedia.com પર.