IPLનો આ નિયમ ખતમ કરી રહ્યો છે ઓલરાઉન્ડરની કારકિર્દી

ખબરી ગુજરાત રમતગમત
Spread the love

IPL 2024 : ઇમ્પેક્ટ પ્લેયર નિયમના કારણે વિવાદ વકર્યો છે. મહોમ્મદ સિરાજ બાદ હવે લખનઉ તરફથી પણ આ નિયમ સામે વિરોધના સૂર ઉઠ્યા છે. ઘણાં ખેલાડીઓ આ નિયમને રદ્દ કરવાની માંગ કરી ચૂક્યા છે.

આ પણ વાંચો – શક્તિસિંહના પોલીસ તંત્ર પર ગંભીર આક્ષેપો, ગેનીબેન થયા ગરમ

PIC – Social Media

IPL 2024 : આઈપીએલ 2024માં રનનો વરસાદ થઈ રહ્યો છે. આ સિઝનમાં આક્રમક ઇનિંગ દ્વારા ઘણીવાર સ્કોર 250ને પાર થયો છે. આઈપીએલમાં આક્રમક અંદાજમાં બેટિંગ કરવી હવે સરળ બની રહી છે. જો કે, ઘણાં ક્રિકેટર અને પૂર્વ ક્રિકેટર ઇમ્પેક્ટ પ્લેયરના નિયમને આ માટે કારણભૂત ગણાવી રહ્યાં છે. થોડા દિવસો પહેલા મોહમ્મદ સિરાજે તેને હટાવાની માંગ કરી હતી. ત્યારે હવે લખનઉ તરફથી પણ આ નિયમ વિરુદ્ધ અવાજો ઉઠી રહ્યાં છે.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

સિરાજે સ્પષ્ટ રીતે આ નિયમને હટાવવાની વાત કરી હતી. જ્યારે રોહિત શર્મા પણ તેનો વિરોધ કરી ચૂક્યા છે. હવે લખનઉ સુપર જાયન્ટ્સના સલાહકાર તેમજ પૂર્વ ઓસ્ટ્રેલિયન ક્રિકેટર એડમ વોગ્સે પણ તેની નિંદા કરી છે. વોગ્સનું પણ માનવું છે કે આ નિયમથી ઓલરાઉન્ડર ખેલાડીઓને નુકસાન થઈ રહ્યું છે.

ઇમ્પેક્ટ પ્લેયરનો નિયમ ગત સિઝનમાં આઈપીએલમાં લાવવામાં આવ્યો હતો અને આ સિઝનમાં તેને લઈ ભારે હોબાળો થઈ રહ્યો છે. જેમાં ભારતીય કેપ્ટન રોહિત શર્મા સહિત ઘણાં ખેલાડી તેને ઓલરાઉન્ડર માટે નુકસાનકારક ગણાવી રહ્યાં છે. લખનઉ સુપર જાયન્ટ્સના એડમ વોગ્સ પણ આ વાતથી સહમત છે. તેઓએ કહ્યું કે, આ નિયમ ક્રિકેટને રોમાંચક તો બનાવી રહ્યો છે. પરંતુ તેનાથી ઓલરાઉન્ડર ખેલાડીઓને નુકસાન થઈ રહ્યું છે.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

ઓસ્ટ્રેલિયન દિગ્ગજે મંગળવારે રાતે ચેન્નાઈ સુપર કિંગ્સ સામે મળેલી જીત બાદ કહ્યું, કે ટૂર્નામેન્ટમાં ઘણાં મોટા સ્કોર બની રહ્યાં છે અને ટીમમાં 7 અને 8માં નંબર સુધી મજબૂત બેટિંગ થઈ રહી છે. ચોક્કસપણે તેનાથી ક્રિકેટમાં રોમાંચનું સ્તર વધ્યુ છે. પરંતુ તેનાથી ઓલરાઉન્ડરની ભૂમિકા અને તેનો પ્રભાવ ઓછો થઈ જાય છે. ઓલરાઉન્ડર હંમેશા ટીમને સંતુલિત કરે છે અને કદાચ તે ઇમ્પેક્ટ સબની સાથે એટલા મહત્વપૂર્ણ રહ્યાં નથી.