શક્તિસિંહના પોલીસ તંત્ર પર ગંભીર આક્ષેપો, ગેનીબેન થયા ગરમ

ખબરી ગુજરાત ગુજરાત

Lok Sabha Election : ગુજરાતમાં લોકસભા ચૂંટણી નજીક આવતા રાજકીય પક્ષોની એકબીજા પર આક્ષેપબાજી શરૂ થઈ ગઈ છે. ત્યારે મજબૂત ઉમેદવારો દ્વારા તંત્રનો દૂરુપયોગ કરાતો હોવાના કોંગ્રેસ દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો – જાણો, કેટલો હોય છે BCCIના અધિકારીઓનો પગાર?

Lok Sabha Election : ગુજરાતમાં લોકસભાની ચૂંટણીને લઈ બરાબરનો જંગ જામ્યો છે. મતદાન નજીક આવતા રાજકીય પાર્ટીઓ જોરશોરથી પ્રચાર કરી રહી છે. પાર્ટીઓનો બેઠકોનો દોર શરૂ થઈ ગયો છે. મતદારોને રિજવવા કાવાદાવા કરવામાં આવી રહ્યાં છે. બીજી બાજુ રાજકીય પાર્ટીઓ જાહેર મંચ પર અને સભાઓમાં એક બીજા પર આક્ષેપ પ્રતિ આક્ષેપો કરી રહ્યાં છે. ગુજરાત કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે તંત્ર પર આક્ષેપો કર્યા છે. ગેનીબેન ઠાકોરે એક જાહેરસભા દરમિયાન પોલીસ પર પ્રહારો કર્યા હતા.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

ગુજરાત કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે પોલીસ તંત્ર પર આક્ષેપ લગાવતા કહ્યું, કે તંત્ર મતદાતાઓને ડરાવવા તેમજ ધમકાવવાના પ્રયાસ થઈ રહ્યાં છે. સત્તાધારી પક્ષ તરફી મતદાન કરવાવા તંત્રનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે. ત્યારે આ બાબતે જો કોઈ તમને ધમકાવવા આવે તો ઓડિયો અને વિડિયો રેકોર્ડિંગ કરો, સીસીટીવી કેમેરાના હોય તો તેની ફૂટેજ અમને મોકલો. વોરરૂમ વોટ્સેએપ નંબર 8200059989 પર ક્લીપ મોકલવા લોકોને અપીલ કરી છે.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

બીજી બાજુ ગેનીબેન પણ જાહેર મંચમાં આક્રમક મિજાજમાં જોવા મળ્યા હતા. પાલનપુરના સામઢી ગામે સભામાં જાહેર મંચથી ગેનીબેન ઠાકોરે પોલીસ પર પ્રહાર કર્યા હતા. ગેનીબેને કહ્યું કે “તમારુ કામ કાયદો અને વ્યવસ્થા જાળવવાનું છે. નિષ્પક્ષ ચૂંટણી કરાવવાનું છે. 5-15 એફઆઈઆર થાય તો તૈયારી રાખજો, પોલીસવાળા ગામમાં આવીને દાટી આપતા હોય તો કેજો કે તમારા આકાઓનું રાજ કાયમી રેવાનું નથી. 58 વર્ષ સુધી તમે ભાજપનો નહિ પ્રજાના પરસેવાનો પગાર લો છો.”