દરિયા કિનારે ફરનાર લોકો માટે સ્વર્ગસમાન છે આ બીચ

ખબરી ગુજરાત લાઈફ સ્ટાઈલ

Beautiful Beach : દરિયા કિનારે ફરવું કોને ન ગમે? પણ જ્યારે સૌથી સુંદર બીચની વાત થતી હોય ત્યારે ગોવા અને ઓડિશાના બીચને ગણતરી સૌથી સુંદર બીચમાં થાય છે.

આ પણ વાંચો : રૂમ હીટરથી થાય છે આ નુકસાન, જાણો તેના ગેરફાયદા

PIC – Social Media

Beautiful Beach : દરિયા કિનારે ફરવું કોને ન ગમે? પરંતુ જો આપણે સૌથી સુંદર બીચની વાત કરીએ તો ગોવાની સાથે ઓરિસ્સાના બીચ સૌથી સુંદર માનવામાં આવે છે. આ વિશે IBNkhabar.com દ્વારા ભારતના ટોપ 10 બીચ વિશે માહિતી આપવામાં આવી છે.

ગોવા (Goa Beach)

ગોવાના લાંબા બીચ પર રજાઓ ગાળવાની દરેક વ્યક્તિની ઈચ્છા હોય છે. ગોવા દેશના સૌથી સુંદર બીચ માટે પ્રખ્યાત છે. ગોવામાં સરકારની આવકનો મુખ્ય સ્ત્રોત પ્રવાસન છે, જ્યાં દર વર્ષે લાખો પ્રવાસીઓ આવે છે. ગોવાના દરિયાકિનારાને ભારતમાં સૌથી સુંદર બીચ માનવામાં આવે છે.

વરલકા બીચ, કેરળ (Varalka Beach, Kerala)

કેરળનો વરલકા બીચ પ્રવાસીઓમાં ખૂબ જ લોકપ્રિય છે. અહીં આવ્યા પછી પ્રવાસીઓ તેને ક્યારેય ભૂલતા નથી. વરલાકા બીચ પર નહાવા અને રેસ્ટોરન્ટમાં જમવાની મજા અલગ જ છે. નજીકમાં આવેલું શ્રી જનાર્દન સ્વામી મંદિર ખૂબ પ્રખ્યાત છે. જો તમે કેરળ ફરવા જાઓ છો તો આ બીચની મુલાકાત લેવાનું ચુકશો નહિ.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

કોવોલમ, કેરળ (Kovolam, Kerala)

કેરળમાં આવેલ કોવોલમ બીચ ભારતના સૌથી પ્રખ્યાત બીચ પૈકી એક છે. તે કેરળમાં અરબી સમુદ્રના કિનારે આવેલું છે. અહીં આસપાસ અન્ય ઘણા સુંદર બીચ છે. 1930ના દાયકાથી અહીં યુરોપીયન પ્રવાસીઓ આવવા લાગ્યા હતા. આ બીચની આજુબાજુની રેસ્ટોરાંમાં સીફૂડની સારી વેરાયટી ઉપલબ્ધ છે.

ઋષિકોંડા બીચ, આંધ્રપ્રદેશ (Rishikonda Beach, Andhra Pradesh)

આંધ્રપ્રદેશનો ઋષિકોંડા બીચ તેની સુંદરતા માટે ફેમસ છે. વિશાખાપટ્ટનમ શહેરનો ઋષિકોંડા બીચ બંગાળની ખાડીના કિનારે છે. અહીંની રેતી સફેદને બદલે ભૂરા રંગની છે. અહીં નહાવાની અલગ જ મજા છે. ઋષિકોંડા બીચ વોટરસ્પોર્ટ્સ માટે પણ પ્રખ્યાત છે.

અગાટી દ્વીપ, લક્ષદ્વીપ (Agati Island, Lakshadweep)

લક્ષદ્વીપનો અગાટી દ્વીપ ભારતની ભૂમિથી અલગ છે, પરંતુ તે લક્ષદ્વીપમાં આવે છે. ભારતની કિનારેથી 500 કિમી દૂર આવેલો અગાટી આઇલેન્ડ એક સુંદર સ્વપ્ન સમાન દેખાય છ. અગાટી આઈલેન્ડ માત્ર 6 કિમી લાંબો છે, પરંતુ હજારો લોકો અહીં ફરવા માટે આવે છે. સાથે અહીં એક નાના એરપોર્ટની પણ સુવિધા છે.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

આંદામાન ટાપુ, આંદામાન અને નિકોબાર ટાપુઓ (Andaman Island)

આંદામાન એ આંદામાન અને નિકોબાર ટાપુઓનો સૌથી મોટો ટાપુ છે. આંદામાન અને નિકોબાર ટાપુઓ ભારત કરતાં મ્યાનમારની નજીક છે. આંદામાનની સુંદરતા લોકોને મોહિત કરે છે. આંદામાન માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વના સૌથી સુંદર ટાપુઓમાંનું એક છે.

પુરી બીચ, ઓડિશા (Puri Beach, Odisha)

ઓડિશાનો પુરી બીચની ગણતરી દેશના સૌથી સુંદર બીચોમાં થાય છે. પુરી બીચમાં સ્નાન કરવાનો પોતાનો જ આનંદ છે. પુરી બીચ પર તમને ઓડિશાની વાસ્તવિક સંસ્કૃતિ સાથે રૂબરૂ થવાની તક મળશે. પુરી હિંદુઓ માટે વિશેષ તીર્થસ્થાનોમાંનું એક છે. અહીં પુરી મહોત્સવમાં ભાગ લેવાની અલગ મજા છે. પુરી બીચ પર દેશ-વિદેશથી લોકો ફરવા માટે આવે છે.

ગોકર્ણ બીચ, કર્ણાટક (Gokarna Beach, Karnataka)

કર્ણાટકનું ગોકર્ણ શહેર તેના બીચને કારણે ખૂબ પ્રખ્યાત છે. ગોકર્ણમાં ભગવાન શિવના ઘણા મંદિરો છે. ગોકર્ણ, જે એક સમયે ધાર્મિક કારણોસર પ્રખ્યાત હતું, તે પાછળથી પર્યટન સ્થળ તરીકે ઉભરી આવ્યું. ગોકર્ણ બીચ તેની સુંદરતા માટે જાણીતું છે.

આ પણ વાંચો : આ વિશેષતાઓ રામ મંદિરને બનાવે છે સૌથી ખાસ

મરીના બીચ ચેન્નાઇ (Marina Beach, Chennai)

મરિના બીચ ચેન્નાઈનું સૌથી મોટું પર્યટન સ્થળ છે, અહીં વર્ષે દહાડે હજારો પ્રવાસીઓ ફરવા માટે આવે છે. 13 કિલોમીટર સુધી વિસ્તરેલો મરિના બીચ દેશનો સૌથી લાંબો કુદરતી શહેરી બીચ છે અને વિશ્વનો બીજો સૌથી મોટો બીચ છે.

શિવરાજપુર બીચ, દ્વારકા (Shivrajpur Beach, Dwarka)

ગુજરાતમાં દ્વારકા નજીક આવેલો શિવરાજપુર બીચ દેશના સૌથી સુંદર બીચમાંથી એક છે. આ બીચને ડેનમાર્કની સ્વૈચ્છિક સંસ્થા ફાઉન્ડેશન ફોર એન્વાયર્મેન્ટ એજ્યુકેશન દ્વારા “બ્લુ ફ્લેગ બીચ” સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે. સફેદ રેતીના આ બીચમાં નીલા રંગનું પારદર્શક પાણી તેની સુંદરતામાં વધારો કરે છે.