બાપ રે બાપ દિવાળી માં ફરસાણ લેતા પહેલા ૧૦ વખત વિચારજો

ખબરી ગુજરાત ગુજરાત

Shivangee R Khabri Media Gujarat

Rajkot News: દિવાળી સમયે ફરસાણ અને મીઠાઇ ખરીદતા પહેલા ચેતી જજો, રાજકોટમાંથી અખાદ્ય ફરસાણનો 9 ટન જથ્થો ઝડપાયો છે. જેમાં ગાઠિયામાં કપડા ધોવાનો સોડા વાપરવામાં આવ્યો હતો

ફેસ્ટિવલ સીઝનમાં ફરસાણ અને મીઠાઇની ખરીદી વધી જાય છે ત્યારે આરોગ્ય વિભાગે ફુડની ગુણવત્તા ચકાસવા માટે ફરસાણની દુકાનોમાં દરોડા પાડ્યા અને આ સમય દરમિયાન અખાદ્ય ફરસાણનો 9 ટન જથ્થો સીઝ કર્યો છે. રાજકોટના વોર્ડ નં.3માં મનહરપુર વિસ્તારમાંથી ભારત ફરસાણમાંથી 9 ટન અખાદ્ય ફરસાણનો જથ્થો સીલ કરવામાં આવ્યો છે.
દિવાળી પહેલા રાજકોટમાં આરોગ્ય વિભાગની મોટી કાર્યવાહી કરવામાં આવી છે.

તો દિવાળીમાં મીઠાઈ સાથે ફરસાણની ખરીદી કરતા પહેલા ચેતી જજો. દાઝ્યા તેલમાં બનાવામાં આવ્યા હતા ફરસાણ જે શરીર માટે હાનિકારક છે અને હાર્ટ અટેક ને નોતરે છે. બધું બે વખત ચકાસીને લેવું કારણકે દિવાળી વારે વારે આવશે પણ શરીર એક વખત જ મળે છે.