આ કંપનીઓ કર્મચારીઓ પર મહેરબાન, ફ્લેટથી લઈ ગાડીઓ કરી ગિફ્ટ

ખબરી ગુજરાત બિઝનેસ
Spread the love

Expensive gifts for employees : મોટાભાગના કામ કરતા કર્મચારીઓ સમયસર પગાર અને પ્રમોશન મેળવવા માંગતા હોય છે. પરંતુ, એવી કેટલીક કંપનીઓ છે જે તેમના કર્મચારીઓ (employees)ને મોંઘીદાડ ભેટો (Expensive gifts) આપે છે. આ ભેટોમાં કાર, મકાન, શેર, કંપનીનો હિસ્સો, બાઇક જેવી મોંઘી ભેટનો સામાવેશ થાય છે.

આ પણ વાંચો : સરકારી નોકરીની તૈયારી કરતા યુવાનો માટે મોટા સમાચાર

હરિયાણાની હેલ્થકેર કંપનીએ કર્મચારીઓને આપી કાર

કંપનીઓની યાદીમાં હરિયાણાની એક નાની એવી ફાર્મા કંપની (pharma company) મિટ્સ હેલ્થકેર પણ સામેલ છે. ગત દિવાળીએ આ કંપનીએ તેના જૂના કર્મચારીઓને સ્ટાર્સ અને સેલિબ્રિટી ગણાવ્યા હતા. કંપનીએ 12 કર્મચારીઓ (employees)ને કાર ગિફ્ટ કરી છે. તેમજ આગામી દિવસોમાં વધુ 38 કર્મચારીઓને કારનું વિતરણ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. આ રીતે કંપનીએ (company) કુલ 50 કર્મચારીઓને કારનું (Car) વિતરણ કર્યું અને તે પણ ટાટા પંચ જેવી શાનદાર કાર આપી. આ કાર ભેટમાં મેળવનારાઓમાં કંપનીના ઓફિસ બોય એટલે કે પટાવાળાનો પણ સમાવેશ થાય છે.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

ચા એસ્ટેટના માલિકે 15 કર્મચારીઓને આપ્યા બુલેટ

તમિલનાડુના આ ચાના બગીચામાં લગભગ 627 કર્મચારીઓ કામ કરે છે. એવું નથી કે પ્લાન્ટેશનના માલિકે માત્ર તેના મોટા કર્મચારીઓને જ બુલેટ મોટરસાઈકલ ભેટમાં આપી છે. આ મોંઘી ભેટ મેળવનાર કર્મચારીઓમાં મેનેજર, સુપરવાઈઝર, સ્ટોરકીપર્સ, કેશિયર, ફીલ્ડ સ્ટાફ અને ડ્રાઈવરનો પણ સમાવેશ થાય છે. સ્વાભાવિક છે કે કંપનીએ સારું કામ કરનારાઓને મોટા ઈનામો પણ આપ્યા છે.

તમિલનાડુના એક ચા-એસ્ટેટ માલિકે પણ તેના કર્મચારીઓ પર મોંઘી ગિફ્ટોનો વરસાદ કર્યો છે. 190 એકરમાં ફેલાયેલા ચાના બગીચાના માલિક પી શિવકુમારે 15 કર્મચારીઓને રોયલ એનફિલ્ડ મોટરસાઇકલ ભેટમાં આપી છે. દિવાળીના અવસર પર આવી અદ્ભુત ભેટ મળતાં કર્મચારીઓ પણ ખુશ થઈ ગયા હતા. દરેક બાઇકની કિંમત લગભગ 2 લાખ રૂપિયા છે.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

PIC – Social Media

IT કંપનીએ કાર અને શેર કર્યા ગિફ્ટ

મોંઘીદાટ ગિફ્ટ આપવામાં IT કંપની Ideas2IT પણ પાછળ નથી. આ કંપનીએ તેના 50 કર્મચારીઓને 8 થી 15 લાખ રૂપિયાની કાર ગિફ્ટ કરવાની જાહેરાત કરી છે. કંપનીએ કહ્યું છે, કે કર્મચારીઓ તેમની પસંદગીની કોઈપણ મારુતિ કાર ખરીદી શકે છે, જે ફક્ત તેમના નામે જ રજીસ્ટર થશે. આ પહેલા પણ આ કંપની પોતાના 100 કર્મચારીઓને કાર ગિફ્ટ કરી ચૂકી છે.

આ પણ વાંચો : Amreli : ખાંભા ગીરમાં રહેણાંક મકાનમાં ઘૂસ્યો દીપડો

Ideas2IT એ માત્ર કારની જાહેરાત જ નથી કરી પરંતુ તેના કર્મચારીઓને 33 ટકા હિસ્સો આપવાની પણ જાહેરાત કરી છે. કંપનીએ કહ્યું છે કે લગભગ 270 કરોડ રૂપિયાના શેર એવા કર્મચારીઓને વહેંચવામાં આવશે જે લાંબા સમયથી તેની સાથે જોડાયેલા છે. તેમાંથી 5 ટકા શેર પસંદગીના 40 કર્મચારીઓને આપવામાં આવશે. બાકીના 700 કર્મચારીઓમાં વહેંચવામાં આવશે.

ઈન્ફોસિસે કર્મચારીઓને બનાવ્યા કરોડપતિ

દેશની દિગ્ગજ આઈટી કંપની ઈન્ફોસિસે (Infosys) પણ તેના કર્મચારીઓને અદ્ભુત ભેટ આપીને સન્માનિત કર્યા છે. કંપનીએ મે 2023માં તેના ખાસ કર્મચારીઓને 5 લાખથી વધુ શેરનું વિતરણ કર્યું અને તેમને કંપનીમાં હિસ્સો આપ્યો. આ શેરોની કુલ કિંમત આશરે રૂ. 2,074 કરોડ હોવાનું કહેવાય છે. આ રીતે કંપનીના ઘણા કર્મચારીઓ રાતોરાત કરોડપતિ બની ગયા છે.

સુરતના સવજી ધોળકિયાએ ગિફ્ટમાં બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ

હરિકૃષ્ણ એક્સપોર્ટ કંપનીના સ્થાપક સવજી ધોળકિયાએ (Savji Dhoalkia) કર્મચારીઓને ગિફ્ટ આપવાના મામલે રેકોર્ડ બનાવ્યો છે. વર્ષ 2018 માં, તેણે ત્રણ કર્મચારીઓને એક મર્સિડીઝ બેન્ઝ કાર ભેટમાં આપી હતી, જેઓ તેમની સાથે લાંબા સમયથી કામ કરતા હતા. દિવાળીના અવસર પર આ ભેટ મેળવીને તેમના કર્મચારીઓ ખૂબ જ ખુશ થઈ ગયા હતા.

સવજી ધોળકિયાએ માત્ર 3 કર્મચારીઓને જ મોંઘીદાટ ભેટ આપી એવું નથી. આ પહેલા તેણે પોતાના કર્મચારીઓને 400 ફ્લેટ ગિફ્ટ કર્યા હતા. આ સાથે કર્મચારીઓને દિવાળી બોનસ તરીકે 1,260 કારનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. કંપનીએ જ 5 વર્ષ માટે ઘર અને કારની લોન ચૂકવી હતી.