આ છે વિશ્વની 10 સૌથી લાંબી નદીઓ

અજબ ગજબ ખબરી ગુજરાત

Longest rivers in the world : ભારતમાં જ્યારે સૌથી લાંબી નદીઓનો ઉલ્લેખ થાય ત્યારે ગંગાનુ નામ જ યાદ આવશે. પરંતુ શું તમે જાણો છો કે વિશ્વમાં 10 સૌથી લાંબી નદીઓમાં ગંગા નદીનો ક્યાંય સમાવેશ થતો નથી. આજે અમે આપને જણાવીશું કે વિશ્વની 10 લાંબી નદીઓ કઈ કઈ છે.

આ પણ વાંચો : એક્ટર સૈફ અલી ખાન થયા હોસ્પિટલમાં દાખલ, જાણો શું થયું?

PIC – Social Media

Longest rivers in the world : જો આપણે ભારતની સૌથી લાંબી નદીની વાત કરીએ તો આપણને ગંગા નદી જ યાદ આવશે. પરંતું શુ તમને ખબર છે કે વિશ્વની 10 સૌથી લાંબી નદીમાં ગંગા નદીને સ્થાન મળ્યું નથી. તો આવો આજે અમે આપને વિશ્વની 10 સૌથી લાંબી નદીઓ વિશે જણાવીએ.

નાઇલ નદી, આફ્રિકા (Nile River, Africa)

આ નદી નોર્થ-ઇસ્ટ આફ્રિકામાં વહે છે. આ વિશ્વની સૌથી લાંબી નદી છે. નાઇલ નદીની લંબાઈ 6650 કિલોમીટર એટલે કે 4132 માઇલ લાંબી છે. નાઇલ નદી આફ્રિકાના સૌથી મોટા સરોવર વિક્ટોરિયામાંથી નીકળીને વિશાળ સહારા રણના પૂર્વ વિસ્તારને પાર કરી ઉત્તરમાં ભૂમધ્ય સમુદ્રમાં ભળી જાય છે.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

એમેઝોન નદી, સાઉથ અમેરિકા (Amazon River, South America)

આ નદીની લંબાઈ 6400 કિમોમીટર છે. જે નાઇલ નદીથી થોડી ઓછી છે. લંબાઈના મામલે આ નદી વિશ્વમાં બીજા નંબરે છે. પરંતુ અન્ય પેરામીટરમાં આ વિશ્વની સૌથી મોટી નદી છે. જેમ કે, પાણીના જથ્થાના હિસાબે આ નદી દુનિયાની સૌથી મોટી નદી છે. આ નદીમાં વહેતુ પાણી વિશ્વની અન્ય તમામ નદીઓનો પાંચમો ભાગ ધરાવે છે. વરસાદના દિવસોમાં આ નદીની પહોળાઈ 190 કિલોમીટર હોય છે.

યાંગ્ત્ઝે નદી, ચીન (Yangtze River, China)

ચીનમાં વહેતી આ નદી એશિયાની સૌથી લાંબી નદી અને દુનિયાની ત્રીજી સૌથી લાંબી નદી છે. તેની લંબાઈ 6300 કિલોમીટર છે. ચીન સરકારે વુહાન શહેરના બે ભાગને જોડવા માટે આ નદીની આરપાર મેટ્રોલાઇનનું નિર્માણ પણ કર્યું છે. આ નદીને ચીનમાં ચેન જિયાંગના નામે પણ ઓળખવામાં આવે છે.

મિસિસિપી-મિસોરી, યુએસ (Mississippi-Missouri, US)

લંબાઈના હિસાબે આ નદી અમેરિકાની સૌથી લાંબી નદી અને વિશ્વની ચોથી સૌથી લાંબી નદી છે. આ નદીની લંબાઈ 6275 કિલોમીટર છે. મિસિસિપીની સાહાયક નદી મિસોરી છે અને મિસોરીની સહાયક નદી જેફરસન છે. મિસિસિપી નદીનો સ્ત્રોત ઇટાસ્કા સરોવરને માનવામાં આવે છે.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

યેનિસેઇ-અંગારા-સેલેન્ગા, રશિયા અને મંગોલિયા (Yenisei-Angara-Selenga)

આ નદી વિશ્વની પાંચમી સૌથી લાંબી નદી છે. જે રશિયામાં વહે છે. આ નદીની લંબાઈ 5539 કિલોમીટર છે. આમાં ત્રણ નદીનો સમાવેશ થાય છે. જે એક બીજાને જોડીને વહે છે. આ નદી મંગોલિયાના મધ્ય ભાગમાંથી નિકળે છે અને રશિયાના ઘણાં વિસ્તારોમાંથી પસાર થઈ આર્કટિક મહાસાગરમાં ભળી જાય છે.

યલો નદી, ચીન (Yellow River, China)

આ નદી મધ્ય અને દક્ષિણ એશિયાની મુખ્ય નદી છે. તેની લંબાઈ 5464 કિલોમીટર છે. તે ચીન, તિબેટ, ભારત અને બાંગ્લાદેશમાંથી પસાર થાય છે. તે દુનિયાની સૌથી ઊંડી નદી છે.

ઓબ-ઇરટિસ નદી, રશિયા અને કજાકિસ્તાન (Ob-Irtis River)

ઓબ-ઇરટિસ નદી કે ઓબી નદી ઉત્તર એશિયાના પશ્ચિમ સાઇબેરિયા વિસ્તારની એક મહત્વપૂર્ણ નદી છે. ઓબ નદીની શરૂઆત રશિયાના અલ્તાઇ ક્રાય પ્રદેશના બિયસ્ક શહેરથી 26 કિમી દક્ષિણ પશ્ચિમમાં બિયા નદી અને કુતન નદીના સંગમથી થાય છે. આ નદીની લંબાઈ 5410 કિલોમીટર છે.

આ પણ વાંચો : રામ મંદિરના સૌથી મોટા દાનવીર, જાણો કોણે કર્યું સૌથી મોટું દાન

પરાના નદી, દક્ષિણ અમેરિકા (Parana River, South America)

આ નદી દક્ષિણ-મધ્ય અમેરિકામાં વહે છે. દક્ષિણ અમેરિકામાં વહેતી નદીઓમાં એમેઝોન બાદ બીજી સૌથી લાંબી નદી છે. પરાના નદીનો અર્થ સમદ્ર જેવી વિશાળ એવો થાય છે. તે બ્રાઝિલ, પેરુગ્વે અને આર્જેન્ટિનામાંથી પસાર થઈ 4880 કિલોમીટરનું અંતર કાપે છે.

કોંગો નદી, આફ્રિકા (Congo River, Africa)

આ નદીને જેયરે નદીના નામે પણ ઓળખવામાં આવે છે. આ નદી 4700 કિમી લાંબી છે. નાઇલ નદી બાદ આ આફ્રિકાની સૌથી લાંબી નદી છે. તે દર સેકન્ડે 20 લાખ ઘન ફૂટ કાપવાળા પાણીને સમુદ્રમાં ઠાલવે છે. જે સંપૂર્ણ મિસિસિપીના સરેરાશ ચાર ગણો છે.

અમુર-અર્ગુન નદી, રશિયા અને ચીન (Amur-Argun river)

આ વિશ્વની દસમી સૌથી લાંબી નદી છે. તેની લંબાઈ 4444 કિલોમીટર છે. રશિયા અને ચીન વચ્ચે જમીનને લઈ 17થી 20મી સદી સુધી જે લડાઈ ચાલી તેમાં આ નદીની મુખ્ય ભુમિકા હતી.