Powerful Passport : આખી દુનિયાના પાસપોર્ટને રેન્ક આપનાર ફર્મ આર્ટન કેપિટલે (Arton Capital) 2024 માટે પોતાની યાદી જાહેર કરી છે. જેમાં UAEના પાસપોર્ટ (Passport)ને સૌથી શક્તિશાળી પાસપોર્ટ ગણાવામાં આવ્યો છે. આ યાદીમાં પાકિસ્તાનના પાસપોર્ટનું પ્રદર્શન ખુબ ખરાબ છે તે સૌથી નબળા પાસપોર્ટમાંથી એક છે.
આ પણ વાંચો : સાક્ષી મલિકે બ્રિજભૂષણ પર લગાવ્યો વધુ એક આરોપ
Powerful Passport : વર્ષ 2024 આવતા જ વૈશ્વિક નાગરિકતા નાણાકિય સલાહકાર ફર્મ આર્ટન કેપિટલે 2024ના પ્રથમ ત્રણ મહિના માટે પાસપોર્ટ ઇન્ડેક્સ (Passport Index) જાહેર કર્યો છે. આ ઇન્ડેક્સમાં સંયુક્ત આરબ અમિરાત (UAE)ના પાસપોર્ટને સૌથી શક્તિશાળી પાસપોર્ટ (Powerful Passport) તરીકે પ્રથમ સ્થાન આપવામાં આવ્યું છે. યુએઈના પાસપોર્ટનો મોબિલિટી સ્કોર 180 છે અને તે સૌથી શક્તિશાળી ટ્રાવેલ ડોક્યુમેન્ટ બની ગયું છે.
ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો
UAE પાસપોર્ટ ધારકો અગાઉના વિઝા (Visa) વિના 130 દેશોમાં મુસાફરી કરી શકે છે અને વિઝા ઓન અરાઇવલવાળા 50 દેશોમાં જઈ શકે છે. યુએઈનો પાસપોર્ટ એટલો શક્તિશાળી છે કે પાસપોર્ટધારક (Passport holder) 123 દેશોમાં વગર વિઝાએ એન્ટ્રી કરી શકે છે.
ગલ્ફ ટુડેના એક રિપોર્ટ અનુસાર, યુએઈના પાસપોર્ટને વિશ્વના સૌથી શક્તિશાળી પાસપોર્ટ (Powerful Passport) ગણાવતા આર્ટન કેપિટલે કહ્યું કે યુએઈએ સકારાત્મક કુટનીતિ અપનાવી છે. જેના કારણે તેનો પાસપોર્ટ આટલો મજબૂત છે.
સૌથી શક્તિશાળી પાસપોર્ટ (Powerful Passport)ની યાદીમાં બીજા સ્થાને જર્મની, સ્પેન, ફ્રાન્સ, ઇટલી અને નેધરલેન્ડ સહિત ઘણાં દેશો છે જેનો મોબિલિટી સ્કોર 178 છે. એટલે આ દેશોના પાસપોર્ટધારક 178 દેશોમાં યાત્રા કરી શકે છે. ત્રીજા સ્થાને સ્વીડન, ફિનલેન્ડ, લક્ઝમબર્ગ, ઓસ્ટ્રિયા અને સ્વિટ્ઝરલેન્ડ છે જેનો મોબિલિટી સ્કોર 177 છે.
ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો
ભારતનો પાસપોર્ટ કેટલો શક્તિશાળી?
આર્ટન કેપિટલ પાસપોર્ટ ઇન્ડેક્સમાં ભારતના પાસપોર્ટનું વૈશ્વિક રેન્કિંગ 66 છે. ભારતીય પાસપોર્ટનો મોબિલિટી સ્કોર 77 છે એટલે કે આ પાસપોર્ટધારક 77 દેશોની યાત્રા કરી શકે છે. ભારતીય પાસપોર્ટધારક 24 દેશોમાં વગર વિઝાએ એન્ટ્રી કરી શકે છે.
આ પણ વાંચો : શું છે ‘વેસ્ટ ટુ એનર્જી’ પોલિસી, 100 મેગાવોટ વીજ ઉત્પાદનની ક્ષમતા
જ્યારે પાકિસ્તાન આ યાદીમાં સૌથી નીચે આવતા દેશોમાં સામેલ છે. પાકિસ્તાનના પાસપોર્ટને 47 મોબિલિટી સ્કોર મળ્યો છે અને તે દુનિયાનું પાંચમો સૌથી નબળું ટ્રાવેલ ડોક્યુમેન્ટ બની ગયું છે. પાકિસ્તાની પાસપોર્ટ રાખનાર લોકોને દુનિયામાં માત્ર 11 દેશોમાં જ વગર વિઝાએ એન્ટ્રી મળી શકે છે.