હવામાન વિભાગની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી

ખબરી ગુજરાત ગુજરાત

Weather Update : ગુજરાતના હવામાનને લઈ મોટા અપડેટ સામે આવી રહ્યાં છે. હવામાન વિભાગ અનુસાર આગામી દિવસોમાં ગુજરાતમાં માવઠુ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. કમોસમી વરસાદની આગાહી સાથે ખેડૂતો અને માર્કેટિંગ યાર્ડમાં પણ ચેતવણી આપવામાં આવી છે.

આ પણ વાંચો – માલીમાંં ભયંકર બસ દુર્ઘટના, 31 લોકોના મોત

Weather Update : ગુજરાતના ખેડૂતો માટે માઠા સમાચાર છે. રાજ્યમાં આગામી દિવસોમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ અનુસાર તારીખ 1 થી 2 માર્ચ દરમિયાન હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન નિષ્ણાંતો એ જણાવ્યું કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વરસાદની સંભાવના છે. કમોસમી વરસાદની આગાહી સાથે ખેડૂતો અને માર્કેટિંગ યાર્ડને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

હવામાન વિભાગે આપેલા અપડેટ અનુસાર, 1 માર્ચના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, છોટાઉદેપુર, દાહોદમાં હળવા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ સાથે જ સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર અને બોટાદના કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદ થઇ શકે છે તેમ પણ જણાવ્યુ છે. જ્યારે 2 માર્ચના રોજ નવસારી, વલસાડ અને ગીર સોમનાથમાં સામાન્ય વરસાદ થવાની આગાહી છે.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

ઉલ્લેખની છે કે હવામાન વિભાગ દ્વારા મંગળવારે આપેલી આગાહીમાં પ્રથમ 3 દિવસ ગુજરાતનું હવામાન શુષ્ક રહેશે તેમ જણાવાયું હતુ. જ્યારે ચોથા અને પાંચમાં દિવસે સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી હતી. હવામાન વિભાગ દ્વારા 1 થી 3 માર્ચના રોજ હળવા વરસાદની આગાહી કવામાં આવી છે. કમોસમી વરસાદને પગલે ખેતીવાડી માર્કેટ યાર્ડમાં રાખવામાં આવેલી અનાજની બોરીઓ અંગે સાવચેતી રાખવાની સૂચના અપાઈ છે. બટાટા તેમજ રવિ પાકોની લણણીની સિઝન ચાલી રહી હોવાથી ખેડૂતો ચિંતિત છે.