મુખ્યમંત્રીએ આણંદ જિલ્લાને આપી 106 કરોડના વિકાસકાર્યોની ભેટ

ખબરી ગુજરાત ગુજરાત
Spread the love

Anand News : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલએ જણાવ્યું હતું કે, કબીર સાહેબના સાધના, દર્શન અને વિચારધારાને જીલીને જળહળતો શ્રી રવિ ભાણ સંપ્રદાય સવા ત્રણસો વર્ષથી જ્ઞાન જ્યોત જગાવતો સમગ્ર ગુજરાતમાં ફેલાયેલો છે.

આ પણ વાંચો – એમએસ ધોનીએ ચાહકોના ધબકારા વધાર્યા, કર્યુ મોટુ એલાન

PIC – Social Media

Anand News : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલએ જણાવ્યું હતું કે, કબીર સાહેબના સાધના, દર્શન અને વિચારધારાને જીલીને જળહળતો શ્રી રવિ ભાણ સંપ્રદાય સવા ત્રણસો વર્ષથી જ્ઞાન જ્યોત જગાવતો સમગ્ર ગુજરાતમાં ફેલાયેલો છે. આ સંપ્રદાયે અનેક સમર્થ તેજસ્વી સંતોની ભેટ ગુજરાતને આપી છે. કહાનવાડી ખાતે 200 વર્ષ કરતા વધુ સમયથી રવિભાણ સાહેબની ગુરુગાદી સેવારત રહી ધર્મની સાથે સમાજ સેવાનું ઉમદા દાયિત્વ નિભાવી રહી છે.

મુખ્યમંત્રીએ આણંદ જિલ્લાના કહાનવાડી સ્થિત શ્રી રવિભાણ સાહેબ ગુરુગાદી ખાતે આયોજિત નવનિર્મિત મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સહભાગી બની આણંદ જિલ્લાના વિકાસને વેગ આપતા રૂપિયા 106.21 કરોડના વિવિધ વિકાસ પ્રકલ્પોનું ઈ – ખાતમુહૂર્ત – લોકાર્પણ કર્યું હતું.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

આ પ્રસંગે ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાને વિરાસતની સાથે વિકાસનો કાર્યમંત્ર આપીને વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા જન જન સુધી વિકાસના કાર્યો પહોંચાડીને વિકાસનો યજ્ઞ આરંભ્યો છે. વિકાસના કાર્યો છેવાડાના માનવી સુધી કેવી રીતે પહોંચાડી શકાય તે દેશ – દુનિયાને બતાવ્યું છે.

મુખ્યમંત્રીએ વિકસિત ગુજરાતના માધ્યમ દ્વારા વિકસિત ભારતની સંકલ્પના સાકાર કરવાનો સરકારનો સંકલ્પ વ્યક્ત કરતા ઉમેર્યું હતું કે, વિકસિત ભારતમાં એક પણ વ્યક્તિ વિકાસથી વંચિત ન રહે તે આપણે જોવું પડશે. આથી જ વિકસિત ગુજરાતના નિર્માણનો 25 વર્ષનો રોડ મેપ સરકારે બનાવ્યો છે.

ગુજરાત આજે તમામ ક્ષેત્રે આગળ વધી રહ્યું છે. લોકોની જરૂરિયાતને સમજીને સરકારે ગામ – શહેરોનો વિકાસ થાય તે માટેનું આયોજનબદ્ધ કાર્ય હાથ ધર્યું છે, વિકાસની આ પરંપરા સુ-આયોજિત રીતે આગળ વધે તે માટે સરકાર કટિબદ્ધ હોવાનું જણાવી મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે, આણંદ નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બનતા હવે તેના સર્વાંગી વિકાસને વધુ વેગ મળશે.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

કાર્યક્રમના પ્રારંભમાં કહાનીવાડી સ્થિત રવિ ભાણ સાહેબ ગુરુગાદીના આચાર્યશ્રી દલપતરામ મહારાજે શાબ્દિક સ્વાગત કરતા ભાણ સાહેબની ગુરુગાદીની પરંપરાનો પરિચય આપ્યો હતો. જ્યારે ભાણસાહેબ ચેતન સમાધિસ્થાન, કમીજળાના મહંત મહામંડલેશ્વર – 1008 શ્રી જાનકીદાસ બાપુ એ કબીરધારાની વિચારધારા સાથે જોડાયેલી રવિભાણ પરંપરાની સમજણ આપી, આ પરંપરાએ ભજન વાણી દ્વારા લોકોને બેઠા કર્યા હોવાનું જણાવ્યું હતું.