Crop Damage Survey : ગુજરાતમા છેલ્લા બે દિવસ દરમિયાન પડેલા વરસાદને કારણે જાન અને માલની ભારે ખુવારી થઈ છે. ગાજવીજ સાથે પડેલા કમોસમી વરસાદ (Unseasonal Rain) ના કારણે ખેડુતોના ખરીફ પાકને નુકસાની (Crop Damage) થઈ છે. તો બીજી બાજુ અન્ય નાના વ્યવસાયકારોને પણ નુકાસન થયું છે. વીજળી પડવાની ઘટનામાં ઘણાં લોકોના મોત થયા છે. તેને ધ્યાનમાં લઈ રાજ્ય સરકારે સંવેદનશીલતા દાખવી નુકસાનીનો સર્વે (Damage Survey)હાથ ધર્યો છે.
આ પણ વાંચો : શું છે MI ટીમમાં ડખ્ખો? બુમરાહની ઈન્સ્ટા સ્ટોરીને લઈ ભારે હોબાળો
હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર રાજ્યમાં તા. 26 અને 27મી નવેમ્બરના રોજ 1 મી.મી. (મીલિમીટર) થી લઈને 151 મી.મી. કમોસમી વરસાદ વરસ્યો છે. હવામાન ખાતા દ્વારા જારી થયેલી વરસાદની સચોટ આગાહીના પગલે ખેતીવાડી ખાતા દ્વારા અગાઉથી જ ખેડૂતોને ખેતરમાં કાપણી કરીને પડેલા પાક તથા માર્કેટિંગ યાર્ડોને જણસીઓના જતન તથા પલળે નહીં તેવી વ્યવસ્થા કરવા સૂચના અપાઈ હતી. જેના કારણે મોટાભાગના પાકની નુકસાની બચાવી શક્યા છીએ.
ખબરી ગુજરાતની વ્હોટ્સઍપ ચેનલમાં જોડાવા માટે અહીં ટેપ કરો.
ગુજરાતના પ્રવક્તા મંત્રી ઋષિકેશભાઈ પટેલે કહ્યું હતું કે, રાજ્યમાં ખરીફ પાકોનું આશરે 86 લાખ હેક્ટરમાં વાવેતર થયેલું હતું. જેમાં કપાસ, એરંડા, તુવેર મુખ્યત્વે છે. જો કે મોટાભાગના પાકની કાપણી પૂર્ણ થઈ ગઈ છે. હજુ રાજ્યમાં 10 થી 15 લાખ હેક્ટરમાં કપાસનો પાક ઊભો હોવાનો અંદાજ છે. જેમાં મુખ્ય ફાલ વીણાઈ ગયો છે જ્યારે છેલ્લો થોડો ફાલ વીણવાનો બાકી છે. કુલ મળીને અંદાજે 20થી 25 લાખ હેક્ટરમાં કપાસ, એરંડા, તુવેરના પાકનું વાવેતર થયેલું હતું. જો કે પાકની મુખ્ય કાપણી, વીણવાનું કામ પૂર્ણ થઈ ગયું હોવાથી માવઠાની નુકસાનીની શક્યતા ઓછી છે. આમ છતાં રાજ્યમાં ત્રણથી ચાર લાખ હેક્ટરમાં કપાસ, દિવેલા, તુવેરના ઊભા પાકને અસર થયાનો પ્રાથમિક અંદાજ છે.
આ પણ વાંચો : ગુજરાત વાઇબ્રન્ટ ગ્લોબલ સમિટને લઈ ગૃહ રાજ્યમંત્રી દુબઈ પ્રવાસે
રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વાતાવરણ ચોખ્ખું થવા લાગ્યું છે. કમોસમી વરસાદી વાદળાઓ દૂર થવા લાગ્યા છે. કૃષિ ખાતા દ્વારા ખેતીવાડી વિભાગના અધિકારીઓને આજથી જ જિલ્લાવાર પાકની નુકસાનો સર્વે કરવા તથા આ કામગીરી વહેલાસર પૂર્ણ કરવા સૂચના આપી છે. પાકમાં નુકસાનીનો અહેવાલ આવ્યા બાદ રાજ્ય સરકાર દ્વારા SDRFના ઘોરણો મુજબ ખેડૂતોને માવઠાની આપદામાં સહાય ચૂકવાશે.