Surat : યોજાશે જેમ્સ અને જ્વેલરી પર પ્રી-વાઇબ્રન્ટ સેમિનાર

ખબરી ગુજરાત ગુજરાત બિઝનેસ

Surat : 10મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024ના પૂર્વાર્ધરૂપે, 12 ડિસેમ્બર, 2023ના રોજ સુરતમાં સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (SGCCI) ખાતે ‘જ્વેલરી, જેમસ્ટોન્સ એન્ડ ગુજરાત: રિનાઇસન્સ ફોર રેડિઆન્ટ ભારત’ની થીમ પર જેમ્સ અને જ્વેલરી સેક્ટર પર પ્રી-વાઇબ્રન્ટ સેમિનાર યોજાશે.

આ પણ વાંચો : 10 December : જાણો, આજનો ઈતિહાસ

PIC – Social Media

ગુજરાત સરકારના ગૃહ અને પોલીસ આવાસ, ઉદ્યોગ, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના માનનીય રાજ્યમંત્રી હર્ષ સંઘવી કાર્યક્રમમાં સંબોધન કરશે. સેમિનારમાં ગુજરાત સરકારના વરિષ્ઠ અધિકારીઓ અને જેમ્સ એન્ડ જ્વેલરી ક્ષેત્રના અગ્રણી મહાનુભાવો પણ ઉપસ્થિત રહેશે.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

પ્રિ-સમિટ સેમિનારની શરૂઆત ગુજરાતના જેમ્સ એન્ડ જ્વેલરી ઇકોસિસ્ટમ પર ઓડિયો-વિઝ્યુઅલ ફિલ્મ રજૂ કરવામાં આવશે. તે પછી, જેમ્સ એન્ડ જ્વેલરી ઉદ્યોગના અગ્રણી ઉદ્યોગપતિઓ કાર્યક્રમને સંબોધિત કરશે અને આ ક્ષેત્ર અંગે પોતાના મંતવ્યો રજૂ કરશે.

સેમિનારમાં 3 ટેક્નિકલ સત્ર યોજાશે

આ સેમિનાર ‘વિકસિત ભારત @2047’ માટે ગુજરાતના જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટરની ભૂમિકાને સંકલિત કરવા માટે છે, જેમાં ત્રણ ટેક્નિકલ સત્રોનું આયોજન કરવામાં આવ્યુ છે. પહેલા સત્રમાં ‘બિલ્ડીંગ બ્રિલિયન્સ: ગુજરાત્સ વિઝન ફોર 2047 એન્ડ બિયોન્ડ’ (પ્રતિભાઓનું નિર્માણ: 2047 અને તેથી આગળના ભવિષ્ય માટે ગુજરાતનું વિઝન) વિષય પર પેનલ ડિસ્કશન કરવામાં આવશે, જેનું સંચાલન જેમોલોજિકલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ અમેરિકા, ઇન્ડિયા (GIA ઇન્ડિયા) ના મેનેજિંગ ડિરેક્ટર (ભૂતપૂર્વ) શ્રીમતી નિરુપા ભટ કરશે.

આ પણ વાંચો : હિન્દુ ધર્મમાં શા માટે થાય છે એક જ ગોત્રમાં વિવાહ, જાણો કારણ

બીજું સત્ર ‘રિડિફાઇનિંગ G&J: અ વિઝન ફોર ગુજરાત્સ ટેક પાવર્ડ ટ્રાન્સફોર્મેશન’ (જેમ્સ અને જ્વેલરી ક્ષેત્રને પુનઃવ્યાખ્યાયિત કરવું: ગુજરાતના ટેક્નોલોજી આધારિત પરિવર્તન માટેનું વિઝન) વિષય પર યોજાશે, જે આ ક્ષેત્રના વધુ વિકાસમાં ટેક્નોલોજીની ભૂમિકા પર ધ્યાન કેન્દ્રિત કરશે.

અંતમાં, ‘લેબ ગ્રોન ડાયમંડ્સ: અ વિઝનરી જર્ની ફોર ગુજરાત્સ નેક્સ્ટ’ (લેબોરેટરીમાં વિકસિત હીરા: ગુજરાતના ભવિષ્ય માટે એક દૂરંદેશીપૂર્ણ યાત્રા) ની થીમ પર આધારિત લેબોરેટરીમાં વિકસિત કરવામાં આવેલા હીરા અંગે એક સત્ર યોજવામાં આવશે.