Surat Fire : સુરતની સચિન જીઆઈડીસી (Sachin GIDC)માં આવેલી કંપનીમાં મંગળવારે મોડી રાત્રે આગ (Fire) લાગ્યા બાદ ભીષણ બ્લાસ્ટ (Blast) થયો હતો. આ ઘટનામાં 27 જેટલા કામદારો દાઝી જતા તેને તાત્કાલિક બહાર કાઢી હોસ્પિટલ ખાતે ખસેડ્યાં હતા. જ્યારે 8થી વધુ કામદારો ગંભીર રીત દાઝ્યા હોવાનું સામે આવ્યું હતુ. ત્યારે હવે આ દુર્ઘટના મામલે મોટો ખુલાસો થયો છે.
આ પણ વાંચો : Exit Poll એટલે શું? જાણો અથ થી ઈતિ
ખબરી ગુજરાતની વ્હોટ્સઍપ ચેનલમાં જોડાવા માટે અહીં ટેપ કરો.
24 કલાક બાદ 7 કામદારોના હાડપિંજર મળ્યા
ગત મંગળવારે મોડી રાત્રે સુરતમાં સચિન જીઆઈડીસીમાં આવેલી આથર કેમિકલ કંપનીમાં આગ લાગ્યા બાદ ભયંકર બ્લાસ્ટ થયો હતો. આ બ્લાસ્ટમાં 27 કામદારો દાઝી ગયા હોવાની વાત સામે આવી હતી. જો કે આ મામલે નવો વળાંક આવ્યો છે. જ્યારે આગની ઘટના ઘટી ત્યારે 7 કામદારો ગુમ હતા તેના 24 કલાક બાદ હાડપિંજર મળી આવતા ખળભળાટ મચી ગયો છે. આ દુર્ઘટનામાં 27 કામદારને અલગ અલગ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં છે. જ્યારે 8 કામદાર ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.
આ પણ વાંચો : Paytm અને G-Pay વાપરો છો? તો વાંચો આ સમાચાર
આગ બાદ 7 કામદારો હતા લાપતા
આગની દુર્ઘટના બાદ 7 કામદારો ગુમ થયા હોવાની સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં અરજી કરવામાં આવી હતી. ગુમ થયેલા તમામ કામદારોના 24 કલાક બાદ હાડપિંજર મળી આવતા ખળભળાટ મચી ગયો છે. મૃતકોમાં સંતોષ વિશ્વકર્મા, દિવ્યેશ કુમાર પટેલ, ધર્મેન્દ્ર કુમાર, ગણેશ પ્રસાદ, સુનીલ કુમાર, સનત કુમાર મિશ્રા અને અભિષેક સિંહનો સમાવેશ થાય છે.