Jagdish, Khabri Media Gujarat
Surat News : સુરતમાં રૂંવાડા ઊભા કરી દે તેવી ઘટના સામે આવી છે. જેમાં ઘરની બહાર રોડ પર ફટાકડા ફોડી રહેલા 7 વર્ષના બાળક પર કાર ફરી વળી હતી. પરંતું આપને જાણીને નવાઈ લાગશે કે બાળક પરથી લક્ઝુરિયસ કાર પસાર થયા બાદ પણ બાળકનો ચમત્કારિ બચાવ થયો હતો. આ અકસ્માતની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે.
આ પણ વાંચો : Jammu Bus Accident: ડોડોમાં મોટી દુર્ઘટના, ખીણમાં ખાબકી બસ
ખબરી ગુજરાતના વ્હોટ્સએપ ગૃપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો
ગુજરાતીમાં કહેવત છે, ને કે ‘રામ રાખે તેને કોણ ચાખે’, આ કહેવતને સાચી ઠરાવતી ઘટના સુરતમાં સામે આવી છે. મળતી માહિતી અનુસાર, સુરતના કતારગામ વિસ્તારમા 7 વર્ષનું બાળક પોતાના ઘરની બહાર રોડ પર ફટાકડા ફોડી રહ્યો હતો. તે દરમિયાન અચાનક વળાંક લઈને આવતી વોલ્વો કાર બાળક પરથી પસાર થઈ ગઈ હતી. જો કે આ ઘટનાથી કાર ચાલક સંપૂર્ણ અજાણ હતો. તે કારને આગળ લઈ જઈને ઊભી રાખે છે. અકસ્માતને જોતા તમને લાગશે તે બાળકના રામ રમી ગયા હશે. પરંતું બાળકનો ચમત્કારી બચાવ થયો હતો. જો કે બાળકને માથા અને પગના ભાગે ઈજા થઈ હતી.
આ પણ વાંચો : મોદી સરકારની કટ્ટર ટીકાકાર Shehla Rashid બની પીએમ મોદીની પ્રશંસક, જાણો કેમ
આ ભયંકર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. અકસ્માત બાદ બાળકે રાડારાડ કરી મુકાતા લોકો ત્યાં દોડી ગયા હતા અને બાળકને બચાવ્યું હતુ.