ફિલ્મ રામાયણને લઈ મોટો ખુલાસો, આ રીતે દર્શાવાશે આખી ફિલ્મ

ખબરી ગુજરાત મનોરંજન

Ramayana Film : માઇથોલોજિક ફિલ્મ રામાયણ હાલ ભારે ચર્ચામાં છે. આ ફિલ્મમાં સ્ટારકાસ્ટને લઈ ઘણી માહિતી સામે આવી છે. ત્યારે હવે દંગલ ડાયરેક્ટરની ફિલ્મ રામાયણના પહેલા ભાગમાં રામ અને સીતાના જીવનની કહાનીને ક્યાં સુધી દર્શાવવામાં આવશે તેને લઈ ખુલાસો થયો છે.

આ પણ વાંચો – નકલી દવાનો કાળો કારોબાર, દવા ખરીદતી વખતે રાખો આ ધ્યાન

PIC – Social Media

Ramayana Film : ફિલ્મ એનિમલથી રણબીર કપૂર (Ranbir Kapoor)ની જાણે કિસ્મત ચમકી ગઈ છે. તે આગામી સમયમાં ઘણા મોટા પ્રોજેક્ટસમાં જોવા મળશે. સંદિપ રેડ્ડી (Sandip Raddy)ની ફિલ્મ એનિમલની અપાર સફળતા બાદ હવે રણબીર કપૂર નિતેશ તિવારીની માઇથોલોજિકલ ફિલ્મ રામાયણમાં ભગવાન શ્રીરામની ભુમિકામાં જોવા મળશે.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

આ ફિલ્મ માટે રણવીર થોડા દિવસો પહેલા ફરી એકવાર ક્લીન શેવ લુકમાં જોવા મળ્યો હતો. ‘રામાયણ’ને લઈને દરરોજ કોઈને કોઈ અપડેટ સામે આવી રહ્યું છે. સ્ટારકાસ્ટ બાદ હાલમાં જ જે નવી માહિતી સામે આવી છે તે મુજબ નીતિશ તિવારી (Nitish Tiwari) પૌરાણિક ફિલ્મ ‘રામાયણ’ને એક નહીં પરંતુ ત્રણ ભાગમાં બનાવવા જઈ રહ્યા છે.

ફિલ્મ રામાયણના પહેલા ભાગમાં કેટલો ભાગ બતાવાશે?

મહર્ષિ વાલ્મીકિ લિખિત ‘રામાયણ’માં શ્રી રામ અને માતા સીતાની જીવનકથા પુસ્તકમાં વિગતવાર રજૂ કરવામાં આવી હતી. અત્યાર સુધી રામાયણ પર શો બનાવવામાં આવ્યા છે, જેમાં માતા સીતા અને મર્યાદા પુરુષોત્તમ રામની અયોધ્યાની યાત્રાથી લઈને વનવાસ સુધીની વાર્તાને સાદગીથી દર્શાવવામાં આવી છે. માતા સીતા સાથે તેમના લગ્ન કેવી રીતે થયા? તેમનો 14 વર્ષનો વનવાસ અને રાવણ દ્વારા સીતાહરણ. આ અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો હતો કે પહેલા ભાગમાં માત્ર રાવણની સીતાને હરાવવાની વાર્તા બતાવવામાં આવશે.

PIC – Social Media

રામાયણના બીજા અને ત્રીજા ભાગમાં કથા આ રીતે આગળ વધશે

અહેવાલો અનુસાર, રામાયણનો પહેલો ભાગ સીતાના અપહરણ સાથે સમાપ્ત થશે. બીજા ભાગમાં ભગવાન રામ અને તેમના ભાઈ લક્ષ્મણની વાનર સેના સાથેની મુલાકાત બતાવવામાં આવશે. આ સિવાય આ ભાગમાં ડિરેક્ટર નિતેશ તિવારી વાનર સેના દ્વારા રામ સેતુ પુલ બનાવવાની વાર્તાને ફિલ્મના પડદા પર વિગતવાર લાવશે. છેલ્લા અને ત્રીજા ભાગમાં શ્રી રામ અને રાવણ વચ્ચેના યુદ્ધને દર્શાવવામાં આવશે.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

આ યુદ્ધમાં રામ કેવી રીતે રાવણને હરાવી સીતાને પરત લઈ જાય છે તે બતાવવામાં આવશે. આ ફિલ્મમાં રણબીર કપૂર ઉપરાંત સની દેઓલ હનુમાન, યશ-રાવણ અને સાઈ પલ્લવી (Sai Pallavi) -માતા સીતાની ભૂમિકા ભજવશે.