તો શું ભારતનો વધુ એક દુશ્મન દાઉદ પણ…

આંતરરાષ્ટ્રીય ખબરી ગુજરાત

Karachi Dawood Abraham : પાકિસ્તાનમાં આશરો લેનાર ભારતના મોસ્ટ વોન્ટેડ આતંકવાદી દાઉદ ઈબ્રાહિમ (Dawood Abraham) કરાંચી હોસ્પિટલમાં દાખલ હોવાના સમાચાર સામે આવી રહ્યાં છે. સૂત્રો અનુસાર દાઉદને (Dawood) ઝેર આપી મોતને ઘાટ ઉતારવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. મહત્વનું છે કે છેલ્લા કેટલાક સમયથી પાકિસ્તાનમાં ભારત ઘણાં દુશ્મનોની હત્યા થઈ રહી છે. ભારતના દરેક વ્યક્તિના મનમાં એક જ પ્રશ્ન ઊઠી રહ્યો છે કે હાલના સમયમાં પાકિસ્તાનમાં બેઠેલા ભારતના દુશ્મનોને કોણ આપોઆપ ખતમ કરી રહ્યું છે?

આ પણ વાંચો : 18 December : જાણો, આજનું રાશિફળ

PIC – Social Media

પાકિસ્તાનમાં ભારતનો સૌથી મોટો કાંટો દાઉદ અબ્રાહિમને (Dawood Abraham) ઝેર આપવામાં આવ્યું હોવાના સમાચાર સામે આવ્યાં છે. પાકિસ્તાની પત્રકાર આરજુ કાજમી સહિત કેટલાય લોકોએ કહ્યું કે આ સોશિયમ મડિયા પર એક મહત્વાના સમાચાર સામે આવ્યાં છે. જેમાં કહેવાયું છે કે પાકિસ્તાની ક્રિકેટર જાવેદ મિયાંદાદના સંબંધી અને ભારતીય નાગરીક દાઉદ ઇબ્રાહિમ (Dawood Abraham)ના કોઈ નજીકનાએ તેને ઝેર આપ્યું છે. ત્યાર બાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. જ્યાં તેની હાલત ગંભીર હોવાનું જણાવાય રહ્યું છે. જો કે હાલ આ સમાચારને પુષ્ટિ આપતી જાણકારી સામે આવી નથી. આ સમાચારને લઈ ભારતમાં સનસનાટી મચી ગઈ છે. ભારતના દરેક વ્યક્તિના મનમાં એક જ પ્રશ્ન ઊઠી રહ્યો છે કે હાલના સમયમાં પાકિસ્તાનમાં બેઠેલા ભારતના દુશ્મનોને કોણ આપોઆપ ખતમ કરી રહ્યું છે?

PIC – Social Media

દાઉદ ગેંગના પૂર્વ સદસ્યએ પુષ્ટિ કરતા કહ્યું કે, દાઉદને ગંભીર બિમારીના લીધે કરાંચીની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. બે દિવસ પહેલા તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. તે જે જગ્યાએ સારવાર હેઠળ છે ત્યાં ટાઇટ સિક્યુરિટી ગોઠવવામાં આવી છે. ત્યાં કોઈને પણ જવાની મંજુરી નથી. માત્ર મોટા અધિકારીઓ અને પરિવારજનો જ ત્યાં જઈ શકે છે.

દાઉદને (Dawood) ઝેર આપવામાં આવ્યું છે કે નહિ તેની હજુ પુષ્ટિ થઈ નથી. જો કે જણાવાય રહ્યું છે કે મુંબઈ પોલીસના અધિકારીઓ દાઉદની નજીકના સંબંધિઓ પાસેથી આ વિશે વધુ માહિતી મેળવવાનો પ્રયાસ કરી રહ્યાં છે.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

PIC – Social media

પાકિસ્તાનમાં સોશિયલ મીડિયા સર્વર ડાઉન

પાકિસ્તાની પત્રકાર આરજુ કાજમીએ યુટ્યુબ પર વિડિયો પોસ્ટ કર્યો છે. જેમાં સોશિયલ મીડિયા પર ચાલી રહેલી ચર્ચાઓનો ઉલ્લેખ કર્યો છે. તેઓએ કોઈ મોટી ઘટનાને લઈ શંકા વ્યક્ત કરતા કહ્યું કે પાકિસ્તાનમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ કામ નથી કરી રહ્યાં. યુટ્યુબ, ગુગલ વગેરેનું સર્વર ડાઉન છે.

તેઓએ કહ્યું કે, દાઉદ ઈબ્રાહિમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. તેને ઝેર અપાયું હોવાનું જણાવાય રહ્યું છે. તેની સ્થિતિ ગંભીર છે અને હાલ હોસ્પિટલમાં દાખલ છે. આ સમાચાર સોશિયલ મીડિયામાં પર બૂમ કરી રહ્યાં છે. ત્યારે તેની પુષ્ટિ કોણ કરશે તે મોટો પ્રશ્ન છે. કેમ કે કોઈ આ ઘટના વિશે પૂછશે તો તેનું પણ આવી બને. પાકિસ્તાનમાં અચાનક તમામ સોશિયલ પ્લેટફોર્મ ઠપ થઈ ગયા છે. તેથી ક્યાંક ને ક્યાંક શંકા વધુ મજબુત બનતી જાય છે કે જરૂર દાળમાં કંઇક કાળું છે. નહિતર અચાનક આવા સમાચાર સામે આવતા જ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ડાઉન કેમ થઈ શકે?

આ રીતે ડી કંપનીનો આકા બન્યો દાઉદ

જણાવી દઈએ કે, દાઉદ ઇબ્રાહિમ કાસકરનો જન્મ ડિસેમ્બર 1955માં મહારાષ્ટ્રના રત્નાગિરી જિલ્લામાં થયો હતો. તેના પિતાનું નામ ઇબ્રાહિમ કાસકર પોલીસ કોન્સ્ટેબલ હતા. બાદમાં દાઉદનો પરિવાર મુંબઈના ડોંગરી વિસ્તારમાં સ્થાયી થયો હતો. 70ના દાયકામાં મુંબઈના અંડરવર્લ્ડમાં દાઉદ નામનો દબદબો વધાવા લાગ્યો હતો. પહેલા તે હાજી મસ્તાન ગેંગમાં કામ કરતો હતો. ત્યાં રહેતા રહેતા તેનો પ્રભાવ વધવા લાગ્યો. તેની ગેંગને લોકો ડી-ગેંગ તરીકે ઓળખતા હતા. તે આ ગેંગનો આકા હતો.

મુંબઈ બોમ્બ બ્લાસ્ટનો માસ્ટરમાઇન્ડ

1993માં મુંબઈમાં થયેલા સિરિયલ બ્લાસ્ટનો માસ્ટરમાઇન્ડ દાઉદ જ હતો. બ્લાસ્ટને અંજામ આપી તે ભારત છોડી દુબઈ ફરાર થઈ ગયો હતો. ત્યાર બાદ તેણે પાકિસ્તાનમાં પોતાનું ઠેકાણું બનાવી લીધુ. હવે તે પોતાના પરિવાર સાથે ત્યાં જ રહે છે. તેના વિરુદ્ધ ભારતમાં આતંકવાદી હુમલા, હત્યા, અપહરણ, સુપારી હત્યા, ડ્રગ્ઝ અને હથિયારોની તસ્કરી જેવા કેસ દાખલ છે. વર્ષ 2003માં તેને ગ્લોબલ ટેરરિસ્ટ જાહેર કરવામાં આવ્યો હતો. વર્ષ 2011માં એફબીઆઈ અને ફોર્બ્સની એક યાદીમાં તેને દુનિયાનો ત્રીજો મોસ્ટ વોન્ટેડ તરીકે સામેલ કરવામાં આવ્યો હતો.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

જો આપણે પાછલા બે વર્ષમાં પાકિસ્તાનની સ્થિતિ પર નજર કરીએ તો સ્પષ્ટ થાય છે કે તેની આર્થિક સ્થિતિ ખૂબ જ ખરાબ છે. વિશ્વમાંથી ભંડોળ ઓછું થયું છે. દેશની ખરાબ પ્રતિષ્ઠાની સાથે સાથે મોંઘવારી પણ વધી છે. સરકારી તિજોરી ખાલી છે. આ બધાનું કારણ આતંકવાદીઓ પ્રત્યે પાકિસ્તાનની સહાનુભૂતિ છે. હવે આ બરબાદીનું એક મોટું કારણ એ માનવામાં આવે છે કે પાકિસ્તાનના શાસકો, ખાસ કરીને ISI સમજી ગયા હશે કે દેશને બચાવવો હશે તો પોતાના લોહીથી ખરડાયેલા હાથ ધોવા પડશે.