ગાયક રાહત ફતેહ અલી ખાને નોકરને ચપ્પલથી માર્યો, જુઓ Video

ખબરી ગુજરાત મનોરંજન

Singer Viral Video : પાકિસ્તાની ગાયક રાહત ફતેહ અલી ખાન (Rahat Fateh Ali Khan)નો વિવાદિત વિડિયો હાલ વાયુવેગે વાયરલ થઈ રહ્યો છે. ચોંકવનારા વિડિયોમાં પાકિસ્તાની ગાયક પોતાના નોકરને ભયંકર રીતે ચપ્પલથી ફટકારે છે. લોકો પણ આ વિડિયોને લઈ સિંગર પર રોષે ભરાયા છે.

આ પણ વાંચો : AUS Open 2024: રોહન બોપન્નાએ રચ્યો ઇતિહાસ, બનાવ્યો આ રેકોર્ડ

Singer Viral Video : પાકિસ્તાની સિંગર (Pakistani Singer) રાહત ફતેહ અલી ખાનને (Rahat Fateh Ali Khan) લઈ ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યાં છે. ટ્વિટર પર એક વિડિયો વાયુવેગે વાયરલ (Viral video) થઈ રહ્યો છે. જેમાં સિંગર (Singer) પોતાના નોકરને ચપ્પલથી ફટકારતા નજરે પડે છે. તે નોકરને પૂછે છે કે આખરે ટેબલ પર રાખેલી દારુની બોટલ ક્યાં ગઈ? વિડિયો જોઈ તમારા પણ રૂંવાડા ઊભા થઈ જશે. પાકિસ્તાન લોકો પણ આ વિડિયોને જોઈ સિંગર પર રોષે ભરાયા છે.

ગાયકે નોકરને ઢોર માર માર્યો

વિડિયોમાં જોઈ શકાય છે કે રાહત ફતેહ અલી ખાન (Rahat Fateh Ali Khan), નોકર (servant)ના વાળ પકડીને તેના માથા પર જોર જોરથી ચપ્પલ મારે છે. નોકર ડરીને એક બાજુ જવા છતા પણ તે તેની પાસે જાય છે. પછી પૂછે છે કે આખરે દારૂની બોટલ ગઈ ક્યાં? નોકર બિલકુલ ચૂપ રહે છે. એટલી વારમાં રાહત ફતેહ અલી ખાન બીજી વાર તેના વાળ પકડીને મારવા લાગે છે. મારતા મારતા તે પોતે પણ પડી જાય છે અને આસપાસના લોકો તેને ઊભા કરે છે. પરંતુ તેનું મન ન ભરાયું હોય તેમ નોકરને સવાલ કરતા કરતા રૂમના દરવાજા પાસે લઈ આવે છે. અને ફરી મારવાનું શરૂ કરે છે. નોકર ચૂપ રહે છે.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

વિડિયો વાયરલ થતા માંગી માફી

સોશિય મીડિયા (Social Media) યુઝર્સ આ વિડિયોને શેઅર કરતા તે વાયરલ થઈ જાય છે. વિડિયો વાયરલ થતા ગાયકની શાન ઠેકાણે આવી જાય છે. તે વધુ એક વિડિયો શેઅર કરે છે. જેમાં તે નોકરની સાથે ઊભા છે. આ વિડિયોમાં રાહત, પહેલા નોકરની માફી માંગે છે. ત્યાર બાદ કહે છે કે જે વિડિયો તમે જોઈ રહ્યાં છો. તે એક ગુરુ અને શિષ્યના પરસ્પર સંબંધનો છે. મેરા સાથે ઊભા મારો દીકરો, શિષ્ય છે. એક ગુરુ અને શિષ્યનો સંબંધ એવો હોય છે કે તે સારુ કામ કરે તો તેને પ્રેમ આપે છે. અને જ્યારે તે ભૂલ કરે છે તો તેને ઠપકો પણ આપે છે.

નોકરે શું કહ્યું?

જણાવી દઈએ કે વાયરલ વિડિયો બાદ ફતેહ અલી ખાનને લોકો ખૂબ સંભળાવી રહ્યાં છે. કેટલાક લોકોનું કહેવું છે કે લોકોને જે રીતે ખોટુ બોલીને તમે પાગલ બનાવી રહ્યાં છો, તે ખોટુ છે.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

વિડિયોમાં નોકર જણાવે છે કે વિડિયોમાં જે બોટલની વાત થઈ રહી છે. તે પવિત્ર જળની બોટલને લઈ થઈ રહી છે. હું ભૂલી ગયો હતો કે તે ક્યાં રાખી છે. તેઓ અમારા ગુરુ છે, અમને ખૂબ પ્રેમ કરે છે. જે રીતે લોકો વિડિયો જોઈને સમજી રહ્યાં છે તેવું કંઈ નથી. અમારા ગુરુજીને બદનામ કરવાનો પ્રયત્ન કરવમાં આવી રહ્યો છે. તેઓ અમને ખૂબ પ્રેમ કરે છે. ઘણાં સમયથી હુ તેની સાથે છું. એટલીવારમાં રાહત ફતેહ અલી ખાન કહે છે કે મે તેની માફી પણ માંગી. પરંતુ નોકર કહે કે નહિ, તે અમારાથી મોટા છે. અમને તેમના માટે આદર છે.