Realme 12x 5G : Realme 12x 5Gને ટૂંક સમયમાં જ ભારતમાં લોન્ચ કરવામાં આવશે. રિયલમીનો આ ફોન અત્યાર સુધીનો સૌથી સસ્તો 5જી સ્માર્ટફોન હશે. કંપનીએ આ ફોનની કિંમત પણ કન્ફર્મ કરી છે. સાથે જ આ ફોનનો એક અનબોક્સિંગ વિડિયો પણ સામે આવ્યો છે.
આ પણ વાંચો – આ બેન્કોના ક્રેડિટ કાર્ડ ધારકો માટે મહત્વ સમાચાર
Realme 12x 5G : આવતા મહિને 2 એપ્રિલે Realme 12x 5Gને ભારતમાં લોન્ચ કરવામાં આવશે. આ ફોન કંપનીનો અત્યાર સુધીનો સૌથી સસ્તો 5જી સ્માર્ટફોન છે. રિઅલમી પોતાના આ બજેટ 5G સ્માર્ટફોન દ્વારા આ પ્રાઇસ સેગમેન્ટમાં Lava, Infinix, Tecno, itel, POCO, Redmi જેવી બ્રાન્ડને પડકાર આપી શકે છે. કંપનીએ આ ફોનની કિંમત લોન્ચ પહેલા જ કન્ફર્મ કરી દીધી છે. જ્યારે તેના કેટલાક ફિચર્સ પણ સત્તાવાર રીતે રિવિલ કરવામાં આવ્યાં છે. આવો જાણીએ રિયલમીના સૌથી સસ્તા 5G સ્માર્ટફોન વિશે.
ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો
Realme એ પુષ્ટિ કરી છે કે આ સ્માર્ટફોન આ સેગમેન્ટમાં સૌથી ઝડપી ચાર્જિંગ સુવિધા સાથે આવશે. તેમાં 5000mAh બેટરી સાથે 45W વાયર્ડ ફાસ્ટ ચાર્જિંગ ફીચર હશે. આ સિવાય આ સ્માર્ટફોન MediaTek Dimensity 6100+ 5G પ્રોસેસર સાથે આવશે. શ્રેણીના અન્ય બે સ્માર્ટફોન, Realme 12 અને Realme 12+ 5Gની જેમ, આ સ્માર્ટફોનમાં પણ એક ડેડિકેટેડ ડાયનેમિક બટન હશે, જેનો ઉપયોગ એરપ્લેન મોડ, DND વગેરે માટે થઈ શકે છે.
કિંમત થઈ કન્ફર્મ
કંપની અનુસાર, Realme 12x 5G ભારતમાં 12 હજાર રૂપિયાથી ઓછી કિંમતમાં લોન્ચ કરવામાં આવશે. આ ફોનની કિંમત 2 એપ્રિલે જાણવા મળશે. આ સ્માર્ટફોનમાં 6GB/8GB/12GB રેમ અને 128GB/256GB ઇન્ટરનલ સ્ટોરેજ મળી શકે છે. Lava Blaze શ્રેણીના 5G સ્માર્ટફોન આ શ્રેણીમાં આવે છે.
ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો
મળશે આ ફિચર્સ
Realme 12x 5G ના ફીચર્સ વિશે વાત કરીએ તો, આ બજેટ 5G સ્માર્ટફોન 6.67 ઇંચની FHD+ ડિસ્પ્લે સાથે આવી શકે છે. આ ફોનની ડિસ્પ્લે 120Hz હાઈ રિફ્રેશ રેટને સપોર્ટ કરશે. ફોનમાં 12GB સુધી રેમ સપોર્ટ હશે, જેને વર્ચ્યુઅલ રીતે 24GB સુધી વધારી શકાય છે. Realme ના આ બજેટ ફોનમાં 50MPનો મુખ્ય અને પાછળનો સેકન્ડરી કેમેરા હશે. આ Realme સ્માર્ટફોનમાં સેલ્ફી અને વીડિયો કૉલિંગ માટે 8MP કેમેરા આપવામાં આવી શકે છે.
Realme 12 સીરીઝના અન્ય મોડલ્સની જેમ, આ સ્માર્ટફોનની બેક પેનલમાં ગોળાકાર રિંગ સાથે કેમેરા મોડ્યુલ ઉપલબ્ધ હશે. કનેક્ટિવિટી માટે, તેમાં 5G તેમજ Wi-Fi, Bluetooth, GPS, USB Type C ચાર્જિંગ પોર્ટ, સાઇડ માઉન્ટેડ ફિઝિકલ ફિંગરપ્રિન્ટ જેવી સુવિધાઓ હશે. આ સિવાય આ બજેટ સ્માર્ટફોન IP54 રેટેડ હશે. આ ફોનમાં Android 14 પર આધારિત Realme UI 5.0 મળી શકે છે.