Interview Controversy : ટીમ ઇન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર ક્રિકેટર રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja) શુક્રવારે અચાનક ભારે ચર્ચાનો વિષય બની ગયા છે. તેના પિતા અનિરુદ્ધ સિંહ જાડેજાએ તેને લઈ ઘણાં ચોંકાવનારા ખુલાસા કર્યાં છે. જાડેજાના પિતાએ તો ત્યાં સુધી કહી દીધુ કે તેનો પુત્ર રવિન્દ્ર જાડેજા અને પુત્રવધુ રિવાબા (Rivaba) સાથે કોઈ સંબંધ નથી.
આ પણ વાંચો : મુખ્યમંત્રીના હસ્તે AMCના 200 કરોડના ગ્રીન બોન્ડનું BSEમાં લિસ્ટિંગ
Interview Controversy : સોશિયલ મીડિયા પર પિતાનો આ ઇન્ટરવ્યુ વાયરલ થતા જ જાડેજાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરી ખુલાસો કર્યો છે. તેઓએ પિતા અનિરુદ્ધ સિંહ જાડેજાના ઇન્ટરવ્યુને બકવાસ ગણાવ્યો છે. જાડેજાએ ઈન્ટરવ્યુમાં કહેવામાં આવેલી વાતોનું ખંડન કર્યું છે. તેઓએ પોતાના એ પણ કહ્યું કે ઈન્ટરવ્યુના માધ્યમથી તેની પત્ની રિવાબાની છબીને ખરડાવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
જાડેજાએ એક્સ પર એક પોસ્ટ કરી ઇન્ટરવ્યુનું ખંડન કર્યું છે. તેઓએ કહ્યું કે સ્ક્રિપ્ટેડ ઇન્ટરવ્યુમાં કહેવામાં આવેલા વાતોને ધ્યાનમાં ન લેશો.
ક્રિકેટરે પિતાના ઇન્ટરવ્યુને ગણાવ્યો વાહિયાત
જાડેજાએ પોસ્ટમાં લખ્યું છે કે, “હાલમાં દિવ્યભાસ્કરમાં અપાયેલા વાહિયાત ઇન્ટરવ્યુમાં જણાવેલી તમામ બાબતો અર્થહીન તેમજ અસત્ય છે. એક પક્ષે કહેવાયલી વાત છે. જેને હું નકારું છું. મારા ધર્મપત્નીની છબી ખરડાવવાના જે પ્રયાસો કરવામાં આવેલ છે તે ખરેખર નિંદનીય તેમજ અશોભનીય છે. મારી પાસે પણ ઘણું છે જે હું પબ્લિકલી ના કહું ત્યાં સુધી જ સારું છે. આભાર.”
ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો
રવિન્દ્ર જાડેજાના પિતાએ ઇન્ટરવ્યુમાં શું કહ્યું?
ભાસ્કરને આપેલા ઇન્ટરવ્યુમાં અનિરુદ્ધ સિંહ જાડેજાએ પોતાના દીકરા રવિન્દ્ર જાડેજા પર ગંભીર આરોપ લગાવ્યાં છે. તેઓએ કહ્યું હતુ કે તેના દીકરા સાથે તેને કોઈ સંબંધ નથી. તેને ક્રિકેટર ન બનાવ્યો હોત તો સારુ હોત. તેઓએ કહ્યું કે જાડેજાની પત્ની રિવાબા જાડેજાને માત્ર પૈસાથી જ મતલબ છે.
રિવાબાએ પરિવારને વેરવિખેર કરી નાંખ્યો
તેમણે પુત્રવધુ રિવાબા વિશે કહ્યું કે, તેણે ખટપટ કરીને પરિવારને નોખો કરી નાખ્યો, તેને પરિવાર જોઈતો નથી. બધુ સ્વતંત્ર જોઈએ છે. તેણે કોઈ સાથે વ્યવહાર જ રાખવા દીધો નથી. કોઈ ચીજ નહીં, નફરત જ.
પાંચ વર્ષથી પૌત્રીનું મોઢુ જોયું નથી
અનિરુદ્ધસિંહ જાડેજાએ કહ્યું કે, છેલ્લા પાંચ વર્ષથી અમે રવિન્દ્રની દીકરીનું મોઢું પણ જોયું નથી. રવિના સાસુ સસરા જ બધો વહીવટ કરે છે. એમની દખલગીરી ખૂબ જ છે. તેમણે આગળ કહ્યું કે, મારી પાસે ગામડે જમીન પણ છે અને 20 હજાર રૂપિયાનું પેન્શન આવે છે. જેમાંથી મારો ખર્ચ નીકળે છે. હું ટુ બીએચકેના ફ્લેટમાં એકલો રહુ છું. હું મારી જીંદગી મારી રીતે જીવુ છું.
ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો
બહેને રવિન્દ્રને માતા બનીને મોટો કર્યો
તેઓએ આગળ કહ્યું કે અમે ઘણી મહેનત કરી દીકરાને ક્રિકેટર બનાવ્યો છે. આર્થિક સ્થિતિ સારી ન હતી અને નયનાબા (રવિન્દ્ર જાડેજાના બહેન)એ ખૂબ જ ભોગ આપ્યો છે. નયનાબાએ રવિન્દ્રને બહેન નહીં પણ માતાની જેમ મોટો કર્યો છે પણ તેની સાથે પણ કોઈ વ્યવહાર રાખતા નથી. અનિરુદ્ધસિંહ આગળ કહ્યું કે, રીવાબા માતા પિતાનું એક જ સંતાન છે. તેને રવિની નહીં પણ પૈસાથી જ મતલબ છે.
હોટલના કારણે શરૂ થયો વિવાદ
અનિરુદ્ધ સિંહે કહ્યું કે અમે તને બોલાવતા નથી. તેઓ અને બોલાવતા નથી. તેના લગ્નના બે થી 3 મહિનામાં વિવાદ શરૂ થયો હતો. તેઓએ કહ્યું કે લગ્ન પછી રિવાબા હોટલ પોતાના નામે કરવા માંગતી હતી ત્યારથી જ સંબંધો ખરાબ થવાનું શરૂ થયું હતુ.