Bihar Bridge Collapsed : બિહારમાં ગત બે વર્ષમાં 6 પુલ ધરાશાયી થઈ ચૂક્યા છે. જેનાથી જનતાના ટેક્સના કરોડો રૂપિયા પાણી ગયા છે. રાજ્યમાં કેટલાક પુલ તો નિર્માણ દરમિયાન જ ધરાશાયી થયા છે. તાજેતરમાં જ એક ઘટના સામે આવી છે. સુપોલમાં કોશી નદી પર બની રહેલો 10 કિમી લાંબો પુલ નિર્માણ દરમિયાન જ ધરાશાયી થયો છે. આ દુર્ઘટનામાં એક મજૂરનું મોત થયુ છે.
આ પણ વાંચો – IPL 2024 : ગુજરાતે કર્યો ટીમમાં બદલાવ, સામેલ કર્યો આ ધાંસુ ખેલાડી
Bihar Bridge Collapsed : બિહારના સુપોલમાં શુક્રવારે બપોરે નિર્માણાધિન પુલનો એક ભાગ ધારાશાયી થતા એમ મજૂરનું મોત થયું છે જ્યારે 9 લોકો ઘાયલ થયા છે. NHAI દ્વારા મધુબનીના ભેજા અને સુપોલ જિલ્લાના બકોર વચ્ચે કોશી નદી પર 10.2 કિમી લાંબો પુલ બનાવામાં આવી રહ્યો હતો જેનો એક ભાગ ધરાશાયી થયો છે.
ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો
આ પુલમાં 171 પિલર છે અને પિલર નંબર 153 અને 154 વચ્ચેનો ભાગ ધરાશાયી થયો છે. માર્ગ નિર્માણ વિભાગ સંભાળનાર ઉપમુખ્યમંત્રી વિજય કુમાર સિન્હાએ આ મામલે તપાસના આદેશ આપ્યા છે અને ઘટના માટે જવાબદાર લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવાની વાત કરી છે. જો કે બિહારમાં પુલ ધરાશાયી થવાની આ પહેલી ઘટના નથી. આ પહેલા પણ ઘણાં પુલ જમીનદોસ્ત થઈ ચૂક્યા છે.
4 જૂન 2023માં ખગરિયામાં ધરાશાયી થયો પુલ
ગત વર્ષે 4 જૂને ખગરિયાના અગુવાની ગંગા ઘાટ પર નિર્માણાધિન પુલ ગંગામાં સમાઇ ગયો હતો. આ પુલ ધરાશાયી થવા પાછળ નબળી ગુણવત્તાની સામગ્રીનો ઉપયોગ અને પુલની ડિઝાઇનમાં ખામીને જવાબદાર ગણાવામાં આવી હતી. આ પુલ પાછળ 1700 કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો. નિતિશ કુમારે આ મામલે તપાસના આદેશ પણ આપ્યા હતા. આ પુલ નિર્માણ દરમિયાન જ વર્ષ 2022માં પણ ધરાશાયી થયો હતો. ત્યાર બાદ આ ડિઝાઇનને તૈયાર કરનાર એજન્સીને જવાબદાર ઠેરવામાં આવી હતી.
ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો
19 ફેબ્રુઆરીએ પટનામાં પણ ધરાશાયી થયો હતો પુલ
ખાગરિયા દુર્ઘટના પહેલા ગત વર્ષે ફેબ્રુઆરી મહિનામાં રાજધાની પટનામાં નિર્માણાધીન પુલ પણ ભ્રષ્ટાચારનો ભોગ બન્યો હતો. બિહટા-સરમેરા ફોર લેન રોડ પર રૂસ્તમગજ ગામમાં બની રહેલો પુલ ધરાશાયી થયો હતો. આ પુલના નિર્માણમાં હલકી ગુણવત્તાવાળા બાંધકામ સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાના આક્ષેપો થયા હતા.
નાલંદામાં એક પુલ બે વાર ધરાશાયી થયો
18 નવેમ્બર 2022ના રોજ બિહારના નાલંદા જિલ્લામાં એક નિર્માણાધિન પુલ ધરાશાયી થયો હતો. જેમાં એક વ્યક્તિનું મોત થયું હતુ. વેના બ્લોગમાં બની રહેલા આ ફોર લેન પુલ પહેલા પણ જમીનદોસ્ત થયો હતો. ત્યાર બાદ ફરી તેનું નિર્માણ કરવામાં આવી રહ્યું હતુ અને બીજીવાર પણ આ પુલ તૂટી પડ્યો હતો.
સહરસામાં જમીદોસ્ત થયો પુલ
આશરે બે વર્ષ પહેલા સહરસા જિલ્લામાં પણ નિર્માણ દરમિયાન એક પુલ ધરાશાયી થયો હતો. જેમાં 3 મજૂરો ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ ઘટના 9 જૂન 2022ની છે. સિમરી-બખ્તિયારપુર પ્રખંડના કુંડુમેર ગામમાં કોશી તટબંધના પૂર્વ ભાગમાં બની રહેલો આ પુલ ધરાશાયી થયો હતો.
પૂર્ણિયામાં કાસ્ટિંગ દરમિયાન પુલ તૂટી પડ્યો હતો
ગયા વર્ષે મે મહિનામાં બિહારના પૂર્ણિયામાં એક પુલ કાસ્ટિંગ દરમિયાન જમીન પર ધસી ગયો હતો. બયાસી બ્લોકના ચંદ્રગામા પંચાયતમાં સલીમ ચોક પાસે આ નિર્માણાધીન પુલ પડી ગયો હતો. આ બ્રિજનો એક આખો બોક્સ ધરાશાયી થઈ ગયો હતો. આ દુર્ઘટનામાં કોઈનું મોત થયુ નહોતુ પણ ઘણાં મજુરો ઘાયલ થયા હતા.