ઓલ ઇન્ડિયા પોલીસ લૉ ટેનિસ ચેમ્પિયનશિપ પ્રથમ વખત ગુજરાતમાં યોજાઈ

गुजरात ખબરી ગુજરાત ગુજરાત મનોરંજન રમતગમત

Reporter Harshjeet Jani ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે અમદાવાદમાં ૨૪મી ઓલ ઇન્ડિયા પોલીસ લૉ ટેનિસ ચેમ્પિયનશિપ-૨૦૨૩નો પ્રારંભ

ગુજરાતમાં પ્રથમવાર ૧૭ થી ૨૦ ઓક્ટોબર દરિમયાન ઓલ ઇન્ડિયા પોલીસ લૉ ટેનિસ ચેમ્પિયનશિપનું આયોજન થયું

વિવિધ રાજ્યોના પોલીસ અધિકારી અને કર્મચારીઓમાં ખેલદિલીની ભાવના વિકસે એ  ચેમ્પિયનશિપનો ઉદ્દેશ : ગૃહ રાજ્યમંત્રી 

ઓલ ઇન્ડિયા પોલીસ લૉ ટેનિસ ચેમ્પિયનશિપ પ્રથમ વખત ગુજરાતમાં યોજાઈ રહી છે, જે ગુજરાત પોલીસ માટે એક ગર્વની વાત : હર્ષ સંઘવી 

ચેમ્પિયનશિપમાં વિવિધ રાજ્યોની ૨૪ ટીમોના ૧૧૦થી વધુ પોલીસ ખેલાડીઓ ભાગ લીધો

ગાંધીનગર :

અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ સ્પોર્ટસ કૉમ્પ્લેક્સ ખાતે ૨૪મી ઓલ ઇન્ડિયા પોલીસ લૉ ટેનિસ ચેમ્પિયનશિપ-૨૦૨૩નો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે પ્રારંભ થયો છે. આ ચેમ્પિયનશિપમાં વિવિધ રાજ્યોની ૨૪ ટીમોના ૧૧૦થી વધુ પોલીસ ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. 

૨૪મી ઓલ ઇન્ડિયા પોલીસ લૉ ટેનિસ ચેમ્પિયનશિપ-૨૦૨૩ના પ્રારંભ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે, ઓલ ઇન્ડિયા પોલીસ લૉ ટેનિસ ચેમ્પિયનશિપ પ્રથમ વખત ગુજરાતમાં યોજાઈ રહી છે, જે ગુજરાત પોલીસ માટે એક ગર્વની વાત છે. ગયા વર્ષે આ ચેમ્પિયનશિપનું આયોજન સીઆરપીએફ દ્વારા દિલ્હીમાં કરવામાં આવ્યું હતું, આ વખતે ગુજરાત પોલીસને આ તક મળી છે. 

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વધુમાં કહ્યું કે, ગુજરાત એ પૂજ્ય મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલની ભૂમિ છે. પૂજ્ય બાપુએ અહિંસાનો સંદેશ આપીને દેશને આઝાદી અપાવી હતી, જયારે સરદાર વલ્લભભાઈ પટેલે દેશને એક કરવાની મોટી ભૂમિકા ભજવી હતી. એવી જ રીતે આજે સંવેદના સાથે લૉ ઓડરને જાળવવાનું કામ પોલીસ દળ કરી રહ્યું છે જે એક સહારનીય છે.

 હર્ષ સંઘવીએ કહ્યું કે, વિવિધ રાજ્યોના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓમાં ખેલદિલીની ભાવના વિકસે એ ઉદ્દેશ સાથે દર વર્ષે આ ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવતું હોય છે.

આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રીએ આ ચેમ્પિયનશિપના ભાગ લેનાર તમામ પોલીસ ખેલાડીઓ તેમજ તમામ આયોજકોને અભિનંદન પણ પાઠવ્યા હતા.

આ અવસરે રાજયના પોલીસ વડા વિકાસ સહાયે સ્વાગત પ્રવચન આપતા કહ્યું કે, ગુજરાત પ્રથમવાર ઓલ ઇન્ડિયા પોલીસ લૉ ટેનિસ ચેમ્પિયનશિપની યજમાની કરી રહ્યું છે. ગુજરાતમાં પ્રથમવાર ૧૭ થી ૨૦ ઓક્ટોબર દરિમયાન ૨૪મી ઓલ ઇન્ડિયા પોલીસ લૉ ટેનિસ ચેમ્પિયનશિપ-૨૦૨૩નું આયોજન કરાયું છે.

તેમણે વધુમાં કહ્યું કે, ૧૯૯૮માં કર્ણાકટ પોલીસ દ્વારા બેંગલુરૂમાં  પ્રથમ વખત ઓલ ઇન્ડિયા પોલીસ લૉ ટેનિસ ચેમ્પિયનશિપનું આયોજન થયું  હતું, જેમાં ગુજરાત પ્રથમવાર ચેમ્પિયન બન્યું હતું અને હું પણ એ ટુર્નામેન્ટનો ભાગ રહ્યો હતો. દર વર્ષે વિવિધ રાજ્યની પોલીસ દ્વારા આ ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ આયોજનમાં કોઈપણ પ્રકારની ખામી ન રહી જાય તે માટે વિવિધ કમિટીની રચના પણ કરવામાં આવી છે એમ તેમણે વધુમાં ઉમેર્યુ હતું.

૨૪મી ઓલ ઇન્ડિયા પોલીસ લૉ ટેનિસ ચેમ્પિયનશિપ-૨૦૨૩ના પ્રારંભ પ્રસંગે આ સ્પર્ધામાં ભાગ લેનાર યુનિટના કેપ્ટનનો દ્વારા શપથ ગ્રહણ પણ કરવામાં આવ્યા હતા, ત્યારબાદ સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. 

અત્રે ઉલ્લેખનીય છે કે, વિવિધ રાજ્યના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ વચ્ચે ૨૪મી ઓલ ઇન્ડિયા પોલીસ લૉ ટેનિસ ચેમ્પિયનશિપ-૨૦૨૩નો ૧૭ ઑક્ટોબરથી પ્રારંભ થયો છે. ગુજરાતમાં પ્રથમવાર ૧૭ ઑક્ટોબર થી ૨૦ ઓક્ટોબર દરિમયાન ૨૪ ઓલ ઇન્ડિયા પોલીસ લૉ ટેનિસ ચેમ્પિયનશિપ-૨૦૨૩નું અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ સ્પોર્ટસ કૉમ્પ્લેક્સ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. પ્રથમ વખત ગુજરાત પોલીસ આ સ્પર્ધાની યજમાન બની છે. આ ચેમ્પિયનશિપમાં વિવિધ રાજ્યોની ૨૪ ટીમોના ૧૧૦થી વધુ પોલીસ ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે.  વિવિધ રાજ્યોના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓમાં ખેલદિલીની ભાવના વિકસે એ ઉદ્દેશ પોલીસ રાજ્યની પોલીસ ઉપરાંત અર્ધલશ્કરી દળની ટીમો માટે લોન ટેનિસ ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવે છે. ૧૯૯૮માં બેંગલુરુ ખાતે પહેલી વખત ઓલ ઇન્ડિયા પોલીસ લોન ટેનિસ ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું હતું.