“બમ બમ બોલ રહા હૈ કાશી” ગીત પર PM મોદીનું રિએક્શન

ખબરી ગુજરાત મનોરંજન

Kashi Song : ભારતની પવિત્ર નગરી અને પીએમ મોદી (PM Modi)ના સંસદ વિસ્તાર કાશી (Kashi)ના મહિમા ગુણગાન કરતું ગીત (Song) હાલ ધુમ મચાવી રહ્યું છે. ગાયક કૈલાશ (Kailash Kher) ખેરના કંઠે ગવાયેલા ગીતને સાંભળતા જ અલૌકિક દુનિયામાં પહોંચી જવાય છે. કૈલાશ ખેરે આ ગીતના વિમોચન પર સોશિયલ મીડિયામાં ગીત સાથે પોસ્ટ શેઅર કરી હતી. જેને લઈ પીએમ નરેન્દ્ર મોદી (Narendra Modi)એ પણ કૈલાશ ખેરની શાનદાર પ્રસ્તુતિને બિરદાવી હતી.

આ પણ વાંચો : Weather Update : હાડ થિજાવતી ઠંડી માટે થઈ જાઓ તૈયાર

કૈલાશ ખેરે “બમ બમ બોલ રહા હૈ કાશી” ગીતના વિમોચન પર સોશિયલ મીડિયા એક્સ પર પોસ્ટ લખતા જણાવ્યું, કે “આખો ભારત દેશ પવિત્ર છે, પવિત્ર છે, પ્રાન્ત પ્રાન્ત અલૌકિક, પરુંતુ કાશી નગરી તો પૃથ્વી પર દિવ્ય ભવ્ય નગરી છે. મહાદેવે સપ્ત ઋષિઓના આગ્રહ પર વસાવેલ. મહાદેવને મસર્પિત કાશી સ્તુતિનું વિમોચન થઈ ચુક્યુ છે. આદરણીય પીએમ નરેન્દ્ર મોદીજીના અદ્વિતિય સંસદ વિસ્તારની મહિમા ગુણગાન વિશ્વનાથ મહાદેવના ચરણોમાં જ્ઞાપિત, સાંભળો તમારા ગુઢ આધ્યાત્મિક રહસ્યોને જાણો, આનંદ લો. હર હર માહદેવ”

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

આ ગીત પર પીએમ મોદીથી લઈ ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથ સહિતના દિગ્ગજ નેતાઓએ પ્રતિક્રિયા આપી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કૈલાશ ખેરની પ્રસ્તુતિને બિરદાવતા સોશિયલ મીડિયા એક્સ પર લખ્યું કે, “અજર-અમર-અવિનાશી કાશીની મહિમાને વારંવાર પ્રણામ! ભક્તિભાવથી ભરપૂર તમારી આ રજૂઆત મનને મોહી લેનારી છે. જય બાબા વિશ્વનાથ!”

આ પણ વાંચો : Surat : યોજાશે જેમ્સ અને જ્વેલરી પર પ્રી-વાઇબ્રન્ટ સેમિનાર

કાશીનું માહત્મ્ય

આપને જણાવી દઈએ કે બનારસ કે વારાણસી તરીકે જાણીતુ કાશી વિશ્વનુ સૌથી જુનુ શહેર માનવામાં આવે છે. ગંગા નદીના કિનારે આવેલું કાશી ભારત પવિત્ર તીર્થ સ્થાનમાંથી એક છે. ઉત્તર પ્રદેશમાં આવેલા કાશીમાં બાર જ્યોતિર્લિંગ પૈકીનું એક કાશી વિશ્વેશ્વર મંદિર આવેલું છે. કાશીના ધાર્મિક મહત્વના કારણે જ ગુજરાતીમાં એક કહેવત છે, કે “સુરતનું જમણ અને કાશીનું મરણ.” હિન્દુ ધર્મમાં માન્યતા છે કે કાશી વિશ્વેશ્વરના દર્શન કરવાથી અને ગંગા નદીમાં સ્નાન કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે.