પીએમ મોદી ગુજરાતને આપશે 35,700 કરોડથી વધુના વિકાસકાર્યોની ભેટ

ખબરી ગુજરાત ગુજરાત

PM Modi Gujarat Visit : વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી ગુજરાત આવી રહ્યાં છે. પોતાના ગુજરાત પ્રવાસ દરમિયાન પીએમ મોદી 35,700 કરોડથી વધુ વિકાસકાર્યો ગુજરાતને ભેટ આપશે.

આ પણ વાંચો – વેરાવળ બંદર નજીકથી રૂ. 350 કરોડના ડ્રગ્સ સાથે 9ની ધરપકડ

PM Modi Gujarat Visit : 25 ફેબ્રુઆરી 2024ના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)ના હસ્તે જામનગર, દેવભૂમિ દ્વારકા અને પોરબંદર જિલ્લામાં ₹4153 કરોડ મૂલ્યના 11 વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે. દ્વારકામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ સુદર્શન સેતુનું (સિગ્નેચર બ્રિજ) લોકાર્પણ થવાથી, હવે દ્વારકાથી બેટ દ્વારકા જવા માટે ભાવિકોને એક અનેરી સુવિધાનો લાભ મળી રહેશે.

લાખો ભાવિકોને મળશે સુવિધા

દેવભૂમિ દ્વારકામાં દ્વારકા અને બેટ દ્વારકાને જોડતા અત્યાધુનિક સિગ્નેચર બ્રિજનું લોકાર્પણ કરવામાં આવશે. ₹ 979 કરોડના ખર્ચે આ બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું છે. 2.3 કિલોમીટર લંબાઇના બ્રિજની સાથોસાથ 2.45 કિમીનો એપ્રોચ રોડ અને પાર્કિની સુવિધા પણ વિકસિત કરવામાં આવી છે. કર્વ પાયલન ધરાવતો આ એક અનોખો બ્રિજ છે. તેના લીધે હવે દ્વારકાથી બેટ દ્વારકા સરળતાથી પહોંચી શકાશે.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

ગુજરાતની પ્રથમ અત્યાધુનિક AIIMS નું ઉદ્ઘાટન

વડાપ્રધાન મોદી દેશમાં પાંચ નવી ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સીસ (AIIMS)નું લોકાર્પણ કરશે, જેમાં રાજકોટ AIIMSનો પણ સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે, રાજકોટ AIIMSનું નિર્માણ અંદાજિત ₹1195 કરોડના ખર્ચે કરવામાં આવ્યું છે. રાજકોટ AIIMS ના ઉદ્ઘાટન સાથે ગુજરાતની પ્રથમ અત્યાધુનિક AIIMS નું ઉદ્ઘાટન થશે, જેમાં ટાવર A&B હોસ્પિટલ બ્લોકમાં 250 બેડ્સની ક્ષમતાવાળી IPD સેવાઓ, 500 લોકોને સમાવી શકવાની ક્ષમતા ધરાવતા ડાયનિંગ હોલ સાથેની અંડર ગ્રેજ્યુએટ બોય્ઝ અને ગર્લ્સ હોસ્ટેલ, 66 કેવી કંટ્રોલ ગ્રીડ સબસ્ટેશન, શોપિંગ કોમ્પ્લેક્સ, 14 વિભાગો હેઠળની ઓપીડી સેવાઓ વગેરે જેવી વિવિધ સુવિધાઓનો સમાવેશ થાય છે.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

આપને જણાવી દઈએ કે, અત્યારસુધીમાં રાજકોટ એઇમ્સમાં 1 લાખ 44 હજાર દર્દીઓએ ઓ.પી.ડી. સેવાનો લાભ લીધો છે. પીએમની કલ્યાણી, મંગલાગિરિ, ભટિંડા અને રાયબરેલી જેવા દેશના વિવિધ ભાગોમાં પણ AIIMSનું ઉદ્ઘાટન કરશે. તેઓ ભોપાલ ખાતેની AIIMSમાં વર્ચ્યુઅલ રીતે રેન બસેરાનું ખાતમુહુર્ત પણ કરશે. આ નવી AIIMS, ખાસ કરીને દેશના ટિયર 2 એટલે કે દ્વિતીય વર્ગના શહેરો અને ગ્રામીણ વિસ્તારોમાં આરોગ્યસંભાળ સુવિધાઓ પહોંચાડશે. ઉલ્લેખનીય છે કે આ હોસ્પિટલોનું ઉદ્ઘાટન આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા ₹11,392 કરોડના ખર્ચે હાથ ધરવામાં આવેલા પ્રોજેક્ટ્સનો એક ભાગ છે.