પીએમ મોદીએ કરી બજેટની પ્રશંસા, જાણો શું કહ્યું?

ખબરી ગુજરાત રાષ્ટ્રીય
Spread the love

Budget 2024 : કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સિતારમણે ગુરુવારે વચગાળાનું બજેટ રજુ કર્યું. બજેટમાં લોકલોભામણી જાહેરાતોથી કરવામા આવી નથી. બજેટમાં ગરીબોને કેન્દ્રમાં રાખવામાં આવ્યાં છે.

આ પણ વાંચો : Budget 2024: બજેટ સ્પીચના ટાઈમિંગનો રેકોર્ડ યથાવત

PIC – Social Media

Budget 2024 : વડાપ્રધાન નરેન્દ્ર (PM Narendra Modi) મોદીએ ગુરુવારે (1 ફેબ્રુઆરી) વચગાળાના બજેટની પ્રશંસા કરી હતી અને તેને એવું બજેટ ગણાવ્યું હતું જે ગરીબો અને મધ્યમ વર્ગ માટે રોજગારીનું સર્જન કરશે. તેમણે કહ્યું કે આ બજેટ દ્વારા આશા અને આંગણવાડી કાર્યકરોને પણ આયુષ્માન ભારત યોજનાનો લાભ મળશે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે ગુરુવારે વચગાળાનું બજેટ રજૂ કર્યું. 47.66 લાખ કરોડનું કુલ ખર્ચનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. આ બજેટ સામાન્ય ચૂંટણી પહેલા રજૂ કરવામાં આવ્યું છે.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

પીએમે કહ્યું, કે વંદે ભારત સ્ટાન્ડર્ડના 40 હજાર કોચ બનાવવા અને તેને સામાન્ય ટ્રેનો સાથે જોડવાની જાહેરાત કરવામાં આવી છે. જે કરોડો મુસાફરોને આરામદાયક મુસાફરીનો અનુભવ કરાવશે. પીએમ મોદીએ કહ્યું, ‘આ બજેટ ગરીબ અને મધ્યમ વર્ગના સશક્તિકરણ અને તેમના માટે રોજગારની નવી તકો ઊભી કરવા પર ભાર મૂકે છે. અમે ગરીબો માટે 2 કરોડ વધુ ઘર બનાવવાની જાહેરાત કરી છે. તેમણે કહ્યું, ‘અમારું લક્ષ્ય હવે 3 કરોડ ‘લખપતિ દીદી’ બનાવવાનું છે. આશા અને આંગણવાડી કાર્યકરોને પણ હવે આયુષ્માન યોજનાનો લાભ મળશે.

‘બજેટ જે વિકસિત ભારતનો પાયો મજબૂત કરશે’

બજેટ વિશે વાત કરતા પીએમ મોદીએ કહ્યું કે આજનું બજેટ સમાવેશી અને નવીન છે. આ બજેટમાં સાતત્યનો ભરોસો છે. આ બજેટ વિકસિત ભારતના ચારેય સ્તંભોને સશક્ત બનાવશે – યુવા, ગરીબ, મહિલાઓ અને ખેડૂતો. તેમણે કહ્યું કે નાણામંત્રી નિર્મલા સીતારમણનું આ બજેટ દેશના ભવિષ્યના નિર્માણ માટેનું બજેટ છે. આ બજેટ 2047ના વિકસિત ભારતનો પાયો મજબૂત કરવાની ગેરંટી આપે છે. હું નાણામંત્રી અને તેમની સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

નવી ટેક્સ સ્કીમથી એક કરોડ લોકોને ફાયદો થશે

વચગાળાના બજેટમાં આવકવેરામાં નવી યોજનાની જાહેરાત કરવામાં આવી છે. પીએમએ જણાવ્યું કે આનાથી ભાગના લોકોને કેવી રીતે રાહત મળશે. પીએમ મોદીએ કહ્યું કે આજે જાહેર કરાયેલ નવી આવકવેરા યોજના મધ્યમ વર્ગના એક કરોડ લોકોને મોટી રાહત આપશે. અગાઉની સરકારોએ દાયકાઓ સુધી સામાન્ય માણસના માથા પર આ વિશાળ તલવાર લટકાવી રાખી હતી. તેમણે કહ્યું કે આ બજેટમાં ખેડૂતો માટે મહત્વના નિર્ણયો પણ લેવામાં આવ્યા છે.

બજેટ યુવાનોની આકાંક્ષાઓનું પ્રતિબિંબ છે : પીએમ મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે આ બજેટ યુવા ભારતની યુવા આકાંક્ષાઓનું પ્રતિબિંબ છે. આજના બજેટમાં દેશમાં સંશોધન અને ઈનોવેશનને મજબૂત કરવા માટે ફંડ બનાવવા માટે 1 લાખ કરોડ રૂપિયાની જાહેરાત કરવામાં આવી છે.