Banaskantha Accident : પાલનપુર – દાંતા હાઇવે પર ભયંકર અકસ્માત સર્જાયો હોવાના સમાચાર સામે આવી રહ્યો છે. આ ગમખ્વાર અકસ્માતમાં 3 લોકોના મોત થયા છે.
આ પણ વાંચો – Big News : હવે, કેન્સરનો ઉપચાર બનશે સરળ
Banaskantha Accident : ગુજરાતમાં ટ્રાફિક નિયમનું ઉલ્લંઘન અને બેફામ ડ્રાઇવિંગના હિસાબે અકસ્માતોની સંખ્યામાં વધારો થયો છે. ત્યારે આજે સવારે પાલનપુર – દાંતા હાઇવે પર શ્રમિકો ભરેલી પીકઅપ વાન પલટી જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં 3 લોકોના મોત થયા છે. જ્યારે કેટલાક લોકો ઘાયલ થયા છે. ઘાયલોને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં છે.
ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો
મળતી માહિતી અનુસાર પાલનપુર-દાંતા હાઇવે પર અંધારિયા અને મુમનવાસ ગામ વચ્ચે મજૂરો ભરેલુ પીકઅપ વાન પલટી ગયું હતુ. પીકઅપ વાનનું ટાયર ફાટતા ગાડી ડિવાઇડર પર ચડી પલટી ગઈ હતી. દાતાથી મજૂરો ભરીને પીકઅપ ડાલુ પાલનપુર તરફ આવતુ હતુ તે દરમિયાન આ અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં 3 લોકોના મોત થયા છે. જ્યારે કેટલાક લોકો ઘાયલ થતા તેને પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યાં છે.
ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો
અકસ્માત બાદ ઘટના સ્થળે લોકો એકઠા થઈ ગયા હતા અને 108ને જાણ કરવામાં આવી હતી. હે 108ની મદદથી ઘાયલોને તરત જ સારવાર અર્થે ખસેવામાં આવ્યાં છે. મહત્વનું છે કે બનાસકાંઠાનો દાંતા તાલુકો મોટા ભાગે ઢોળવવાળા અને પહાડી રસ્તાઓ ધરાવે છે. નિયમોની ઐસી તૈસી કરીને વાહનચાલકો મુસાફરોને ખીચોખીચ ભરીને બેફામ ડ્રાઇવિંગ કરતા હોય છે. જેને લઈ આવા ગંભીર અકસ્માતો સર્જાતા નિર્દોષ લોકોને પોતાના જીવથી હાથ ધોવા પડે છે.