રાજકોટમાં રીજીયોનલ સાયન્સ સેન્ટર દ્વારા મોબાઈલ ફોટોગ્રાફી સેશન અને રાષ્ટ્રીય ગણિત દિવસની ઉજવણીનું આયોજન

Rajkot: રાજકોટમાં થશે ફોટોગ્રાફી સેશન અને રાષ્ટ્રીય ગણિત દિવસની ઉજવણી

ખબરી ગુજરાત ગુજરાત
Spread the love

Rajkot: રાજકોટમાં રીજીયોનલ સાયન્સ સેન્ટર (Regional Science Center) દ્વારા ફોટોગ્રાફી ક્લબના સહયોગથી તા. 20 ડીસેમ્બર, 2023ના રોજ સવારે 11:00 કલાકથી બપોરે 12:30 કલાક સુધી મોબાઈલ ફોટોગ્રાફી (Mobile photography) સેશનનું આયોજન કરાયું છે. આ સેશન પ્રોફેશનલ ફોટોગ્રાફર બીઝી સોની દ્વારા લેવામાં આવશે. જેમાં ફોટોગ્રાફીની ટેકનિક અને મેથેડોલોજી, કેરિયરની તકો, એડિટિંગ જેવી ફોટોગ્રાફીને લગતી મૂળભૂત બાબતોને આવરી લેવામાં આવશે. એન્ટ્રી ફી ભરીને આ કાર્યક્રમમાં જોડાવા રીજીયોનલ સાયન્સ સેન્ટર દ્વારા જાહેર જનતાને અનુરોધ કરાયો છે. વધુ માહિતી માટે સેન્ટરના ફોન નંબર 0281-2992025 પર સંપર્ક કરી શકાશે.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

આ ઉપરાંત, ભારતમાં દર વર્ષે તા. 22 ડીસેમ્બરના રોજ વિખ્યાત ગણિતજ્ઞ શ્રીનિવાસ રામાનુજનની જન્મજયંતીને રાષ્ટ્રીય ગણિત દિવસ (National Mathematics Day) તરીકે મનાવવામાં આવે છે. જે નિમિત્તે ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી અને નેશનલ કાઉન્સિલ ફોર સાયન્સ એન્ડ ટેકનોલોજી કોમ્યુનિકેશનના સહયોગથી રીજીયોનલ સાયન્સ સેન્ટર, રાજકોટ દ્વારા તા. 20થી 22 ડીસેમ્બર દરમિયાન નેશનલ મેથેમેટિક્સ ડે – 2023ની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

જેમાં તા. 21ના રોજ મેજિક નંબર્સ, તા. 22ના રોજ ફન વિથ મેથ, તા. 20થી 22ના રોજ ગણિત ગેમ્સ જેવા વર્કશોપમાં ગણિતને લગતી વિવિધ પ્રવૃત્તિઓ કરાવવામાં આવશે.

આ પણ વાંચો: કોરોનાના નવા વેરિયન્ટનો હાઉ, કેન્દ્ર સરકાર દ્વારા માર્ગદર્શિકા જાહેર

આ ઉજવણીનો ભાગ બનવા માટે https://bit.ly/RSCReg ઉપર રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે તેમજ ઇશ્વરીયા પાર્ક નજીક આવેલા રીજીયોનલ સાયન્સ સેન્ટરના જે તે દિવસની ટિકિટના દર લાગુ પડશે, તેમ રીજીયોનલ સાયન્સ સેન્ટરની યાદીમાં જણાવાયું છે.

દેશ અને દુનિયાની અન્ય ઘટનાઓ વિશેની માહિતી માટે બન્યા રહો અમારી વેબસાઇટ www.khabrimedia.com પર.