Lok Sabha Elections 2024 : લોકસભા ચૂંટણી પહેલા વિપક્ષી દળોનું INDIA ગઠબંધન વેર વિખેર થઈ ગયુ છે. હજુ સુધી બેઠકોના વિભાજનને લઈ કોઈ ચર્ચા થઈ નથી.
આ પણ વાંચો : કોંગ્રેસને મોટી ખોટ, સી.જે. ચાવડાનો ભાજપમાં વિધિવત પ્રવેશ
Lok Sabha Elections 2024 : ભારતમાં 18મી લોકસભા ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી નથી, પરંતુ તમામ રાજકીય પક્ષોએ તેની તૈયારી શરૂ કરી દીધી છે. સત્તારૂઢ એનડીએ ગઠબંધનની મુખ્ય પાર્ટી ભાજપે પણ નબળી બેઠકોની ઓળખ કરી લીધી છે અને ચૂંટણીની તારીખો જાહેર થાય તે પહેલા જ આ બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત કરવાની તૈયારી કરી રહી છે. તે જ સમયે, વિપક્ષી પાર્ટીઓનું એનડીએ ગઠબંધન પરસ્પર આંતરકલહ સામનો કરી રહ્યું છે. અત્યાર સુધી અનેક મોટા પક્ષોએ એકલા હાથે ચૂંટણી લડવાની જાહેરાત કરી, તો કેટલાક નેતાઓએ ગઠબંધનની સાથે સાથે પોતાની પાર્ટીને પણ પડતી મૂકી છે.
I.N.D.I.A ગઠબંધનને સૌથી મોટો ફટકો બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારના ગઠબંધનથી અલગ થવાથી લાગ્યો છે. આ સિવાય પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જી અને દિલ્હી-પંજાબમાં આમ આદમી પાર્ટીએ પણ એકલા હાથે ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. આવી સ્થિતિમાં જો સપાના અખિલેશ યાદવ પણ એકલા હાથે ચૂંટણી લડવાની વાત કરશે તો INDIA માત્ર નામનું ગઠબંધન જ રહેશે અને NDAને પડકાર ફેંકવો મુશ્કેલ થઈ જશે.
ચૂંટણી પંચ ફેબ્રુઆરીના અંત સુધીમાં અથવા માર્ચના પ્રથમ સપ્તાહમાં આગામી લોકસભા ચૂંટણીની તારીખો જાહેર કરશે. આ પછી તમામ પાર્ટીઓ અને ગઠબંધનને 543 લોકસભા સીટો માટે ઉમેદવારોની જાહેરાત કરવી પડશે. શાસક એનડીએ ગઠબંધન આ માટે તૈયાર છે અને ટૂંક સમયમાં તે બેઠકો પર ઉમેદવારોના નામની જાહેરાત કરી શકે છે જ્યાં તે જીતી નથી, પરંતુ I.N.D.I.A ગઠબંધન માટે પડકાર મોટો છે. ઘણી પાર્ટીઓ ગઠબંધનને ફટકો આપી ચૂકી છે. અહીં અમે આપને જણાવીશું કે અત્યાર સુધીમાં કઈ પાર્ટીઓ ગઠબંધનને આંચકો આપી અગલ થઈ ગઈ છે.
ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો
JDU
નીતિશ કુમારની આગેવાની હેઠળની જનતા દળ યુનાઈટેડ (JDU) હવે I.N.D.I.A ગઠબંધનથી અલગ થઈ ગઈ છે. નીતિશ ફરી એકવાર NDAનો ભાગ બની ગયા છે. ગઠબંધનમાંથી રાજ્યના મુખ્યમંત્રીનું અલગ થવું એ I.N.D.I.A ગઠબંધન માટે મોટો ફટકો છે. હવે વિપક્ષી છાવણી માટે બિહારમાં લોકસભાની 40માંથી 10 બેઠકો પણ જીતવી ઘણી મુશ્કેલ હશે.
ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો
2019માં કોંગ્રેસે અહીં માત્ર એક સીટ જીતી હતી, જ્યારે આરજેડી એક પણ સીટ જીતી શકી ન હતી. 16 સાંસદોવાળી JDU પાર્ટી હવે NDAનો ભાગ બની ગઈ છે. આવી સ્થિતિમાં, હાલમાં NDA ગઠબંધન પાસે 40માંથી 39 સાંસદો છે, જ્યારે I.N.D.I.A ગઠબંધન પાસે માત્ર એક જ સાંસદ છે. જો આ વખતે પણ પરિણામોમાં બહુ ફેરફાર નહીં થાય તો બિહારમાં વિપક્ષી ગઠબંધનને મોટું નુકસાન થયું ગણાય.
TMC
મમતા બેનર્જીએ 24 જાન્યુઆરીએ જાહેરાત કરી હતી કે તેઓ પશ્ચિમ બંગાળમાં એકલા હાથે ચૂંટણી લડશે. જો કે તેઓ ગઠબંધનથી દૂર નથી થયા, પરંતુ એકલા ચૂંટણી લડવાનો તેમનો નિર્ણય મહાગઠબંધન માટે મોટું નુકસાન થઈ શકે છે. વિરોધ પક્ષોની એકતાનું કારણ એ હતું કે ભાજપ વિરુદ્ધ પડેલા મતો અન્ય પક્ષોમાં વહેંચાય છે અને 50 ટકાથી ઓછા મત મેળવ્યા પછી પણ ભાજપના ઉમેદવાર જીતે છે. હવે જો ટીએમસી પશ્ચિમ બંગાળમાં એકલા ચૂંટણી લડે છે, તો ગઠબંધનના અન્ય સહયોગી પણ તે જ બેઠક પર ચૂંટણી લડી શકે છે. આ સ્થિતિમાં ગઠબંધન કરવાથી કોઈ ફાયદો થશે નહીં. 2019માં કોંગ્રેસે અહીં 42માંથી 2 બેઠકો જીતી હતી. ભાજપને 18 અને ટીએમસીને 22 બેઠકો મળી છે.
AAP
અરવિંદ કેજરીવાલની આગેવાનીવાળી આમ આદમી પાર્ટીએ પણ કહ્યું છે કે તે એકલા ચૂંટણી લડશે. આ પાર્ટી દિલ્હી અને પંજાબમાં સત્તા પર છે. આ બે રાજ્યોમાં પણ ગઠબંધનની સીટ વહેંચણીના વિવાદને કારણે I.N.D.I.A.ને નુકસાન થઈ શકે છે. જો કે આમ આદમી પાર્ટી બંને રાજ્યોમાં કોંગ્રેસના વિકલ્પ તરીકે આવી છે. આવી સ્થિતિમાં જો કોંગ્રેસ આ બંને જગ્યાએ પોતાના ઉમેદવારો નહીં ઉતારે તો I.N.D.I.A ગઠબંધનનું નુકસાન ઘટી શકે છે. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને રાજ્યની તમામ 13 લોકસભા બેઠકો જીતવાનો દાવો કર્યો છે અને એમ પણ કહ્યું છે કે તેમની પાર્ટીનો રાજ્યમાં કોંગ્રેસ સાથે કોઈ સંબંધ નથી. 2019માં કોંગ્રેસે અહીં 8 અને AAPએ એક બેઠક જીતી હતી.
આ પણ વાંચો : મહારાષ્ટ્રમાં પણ પાડ્યો બજેપીએ ખેલ, અશોક ચૌહાણે આપ્યું રાજીનામું
RLDએ પણ છોડ્યો સાથ
I.N.D.I.A ગઠબંધનને ઉત્તર પ્રદેશમાં પણ ઝટકો લાગ્યો છે. રાષ્ટ્રીય લોકદળ હવે ભાજપમાં જોડાઈ ગયું છે. પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં જાટ મતદારોમાં સારી પકડ ધરાવતા આરએલડીના જવાથી ભાજપને ઘણો ફાયદો થશે. તેનાથી મતોમાં ઘટાડો થશે. હવે ઉત્તર પ્રદેશમાં ભાજપને પડકાર આપવો સપા અને કોંગ્રેસ બંને માટે એકસાથે ખૂબ મુશ્કેલ હશે. સૌથી વધુ 80 બેઠકો ધરાવતા ઉત્તર પ્રદેશમાં 2019માં ભાજપને 62, બસપાને 10, સપાને 5 અને કોંગ્રેસને માત્ર એક બેઠક મળી હતી. અપના દળે કોંગ્રેસ કરતાં બે બેઠકો વધુ જીતી હતી.
CPI(M) પણ આંચકો આપી શકે છે
કેરળમાં સીટોની વહેંચણી કરવી ભાજપ માટે ખૂબ મુશ્કેલ હશે. અહીં 2019ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસે UDF સાથે ગઠબંધન કર્યું હતું અને 20માંથી 19 બેઠકો જીતી હતી. જોકે, આ વખતે પાર્ટી માટે સીપીઆઈ(એમ) સાથે ગઠબંધન કરવું મુશ્કેલ બની શકે છે. CPI(M) કોઈ પણ સંજોગોમાં એક બેઠક પર સહમત નહીં થાય. અહીં ગઠબંધન જાળવવા માટે કોંગ્રેસે તેના જૂના ગઠબંધનના ઓછામાં ઓછા અડધા સાંસદોની ટિકિટો રદ કરવી પડી શકે છે.
મોટા નેતાઓએ પણ મહાગઠબંધન કર્યુ અલવિદા
પાર્ટીઓ સિવાય ઘણા મોટા નેતાઓએ પણ મહાગઠબંધનની સાથે પોતાની પાર્ટી છોડી દીધી છે. જેમાં અશોક ચવ્હાણ, બાબા સિદ્દીકી અને કોંગ્રેસના મિલિંદ દેવરા મહારાષ્ટ્રના મોટા નામ છે. આ નેતાઓ પાર્ટી છોડવાના કારણે ગઠબંધન પણ નબળું પડ્યું છે. અશોક ચવ્હાણની સાથે 13 નેતાઓ ભાજપમાં જોડાઈ શકે છે. તેનાથી વિપક્ષી ગઠબંધન નબળું પડી રહ્યું છે. સાથે જ એનડીએની તાકાત પણ વધી રહી છે.