Dinesh Rathod, Gujarat, Khabri Media
Rajkot News: રાજકોટ જિલ્લાના ગોંડલના રાજાશાહી સમયના બન્ને પુલ સવાસો વર્ષ જુના હોય અને જર્જરીત હાલતમાં હોય નગરપાલિકાની બેજવાબદારી અંગે હાઇકોર્ટમાં પીઆઇએલ થતા હાઇકોર્ટ દ્વારા ગંભીરતા દાખવી હતી. અને રાજ્ય સરકારને નોટિસ પાઠવી હતી તેમજ આગામી સુનવણી તા.03ના રોજ મુક્કરર કરી છે.
ખબરી મીડિયાના Whatsapp ગ્રુપને ફોલો કરવા માટે tau.id/2iy6f લિંક પર ક્લિક કરો
પ્રાપ્ત વિગત મુજબ ગોંડલના અગ્રણી યતિષભાઈ દેસાઈએ મોરબી પુલ હોનારતને ટાંકી ગોંડલના સવાસો વર્ષ જુના બન્ને પુલની હાલત જર્જરીત હોય ભવિષ્યમાં મોરબી જેવી હોનારતની ભીતી વ્યક્ત કરી નગરપાલિકાને રજુઆત કરી હતી. યતિષભાઈ દેસાઈના જણાવ્યા મુજબ ગોંડલ નગરપાલિકાએ પુલ અંગેની રજુઆત પ્રત્યે ગંભીરતા નહી દાખવતાં. આખરે યતિષભાઈ દેસાઈ દ્વારા હાઇકોર્ટમાં પીઆઇએલ દાખલ કરવામાં આવી હતી.
જેના અનુસંધાને છ માસ પહેલા હાઇકોર્ટ દ્વારા ગોંડલ નગરપાલિકા તથા રાજ્ય સરકારને પુલની વર્તમાન પરિસ્થિતિ અંગે રિપોર્ટ કરવા આદેશ કર્યો હતો. આ દરમિયાન સરકાર, ડિઝાસ્ટર તથા કલેકટર ટીમ દ્વારા બન્ને પુલની હાલત જર્જરીત હોય ગમે ત્યારે ધરાશય થવાની શક્યતા દર્શાવતો રિપોર્ટ હાઇકોર્ટમાં રજુ કરાયો હતો.
આ પણ વાંચો: જૂનાગઢમાં યોજાશે અવકાશ વિજ્ઞાન સંસ્થા ઈસરોનું સ્પેસ પ્રદર્શન
બે દિવસ પહેલા આ મુદ્દે યતિષભાઈ દેસાઈ દ્વારા પ્રાયોરિટિ પીટીશન દાખલ કરાતા હાઇકોર્ટ દ્વારા આજે હીયરીંગ હાથ ધરાતા હાઇકોર્ટ દ્વારા ગોંડલ નગરપાલિકાને વેધક સવાલ કરાયો હતો કે પુલને રીપેરીંગની જરુરીયાત હોવા છતા પુલ પર અવરજવર કેમ ચાલુ છે. વધુમાં લોકોના જીવ સાથે રમત રમવાનું બંધ કરો તેવી ટકોર કરી હતી.
આ દરમિયાન ગોંડલ નગરપાલિકા દ્વારા પુલના રીપેરીંગ માટે પૈસા નહી હોવાનુ સ્વિકારી પુલ બે સ્ટેટ હાઇવેથી જોડાતો હોવાનુ અને રીપેરીંગ માટે ઉપર જાણ કરી હોવાનુ જણાવ્યુ હતુ. હાઇકોર્ટે આ મામલાને ગંભીર ગણાવી રાજ્ય સરકારને નોટિસ આપી વધુ સુનવણી તા. 3ના રોજ મુક્કરર કરી છે.