IPL 2024 Auction: મિચેલ સ્ટાર્ક IPL ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી

ખબરી ગુજરાત રમતગમત

ઓસ્ટ્રેલિયાનો ફાસ્ટ બોલર મિચેલ સ્ટાર્ક IPL ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી સાબિત થયો છે. કોલકાતા નાઈટ રાઈડર્સે તેને 24.75 કરોડ રૂપિયામાં પોતાની ટીમમાં સામેલ કર્યો છે.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

મિચેલ સ્ટાર્ક વર્લ્ડ કપમાં ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા ટીમનો ભાગ હતો. પરંતુ સ્ટાર્ક ટૂર્નામેન્ટમાં કંઇક ખાસ કરી શક્યો નહીં. મેગા ઇવેન્ટમાં તેની શરૂઆત સારી નહોતી. જોકે, બાદમાં તેણે પુનરાગમન કર્યું અને 10 મેચમાં કુલ 16 વિકેટ લીધી. આ સ્ટાર બોલરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ઘણા રેકોર્ડ પોતાના નામે કર્યા છે. તેની આઈપીએલમાં 8 વર્ષ બાદ વાપસી થઈ છે. તેણે આઈપીએલની છેલ્લી સિઝન 2015માં રમી હતી. તે દરમિયાન તે વિરાટ કોહલીની ટીમ એટલે કે આરસીબીનો ભાગ હતો.

IPLના ઈતિહાસમાં સૌથી મોંઘા ખેલાડીનો રેકોર્ડ માત્ર 1 કલાકમાં તૂટી ગયો છે. આ રેકોર્ડ કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)ની ટીમે તોડ્યો છે. થોડા સમય પહેલા, IPL 2024 ની હરાજીમાં, સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) એ ઓસ્ટ્રેલિયન કેપ્ટન પેટ કમિન્સ પર 20 કરોડ રૂપિયા ખર્ચીને બધાને ચોંકાવી દીધા હતા. હવે KKRએ ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર મિચેલ સ્ટાર્ક પર પૈસાનો વરસાદ કર્યો છે. KKRએ વર્લ્ડ ચેમ્પિયન બોલર પર 24.75 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

મિચેલ સ્ટાર્ક વર્લ્ડ કપમાં ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા ટીમનો ભાગ હતો. પરંતુ સ્ટાર્ક ટૂર્નામેન્ટમાં કંઈ ખાસ કરી શક્યો નહોતો. મેગા ઈવેન્ટમાં તેની શરૂઆત સારી રહી ન હતી. જોકે, બાદમાં તેણે પુનરાગમન કર્યું અને 10 મેચમાં કુલ 16 વિકેટ લીધી. આ સ્ટાર બોલરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ઘણા રેકોર્ડ પોતાના નામે કર્યા છે. તેની આઈપીએલમાં 8 વર્ષ બાદ વાપસી થઈ છે. તેણે આઈપીએલની છેલ્લી સિઝન 2015માં રમી હતી. તે દરમિયાન તે વિરાટ કોહલીની ટીમ એટલે કે આરસીબીનો ભાગ હતો.