Dinesh Rathod, Gujarat, Khabri media
World cup 2023: વિશ્વ કપની ફાઇનલ મેચ (World cup 2023) 19 નવેમ્બરે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અમદાવાદ (Ahmedabad)માં નવનિર્મિત વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં (Narendra Modi Stadium) રમાશે. આ સ્ટેડિયમની ક્ષમતા 1.25 લાખ દર્શકોની છે. આ મેચ જોવા માટે દેશ-વિદેશમાંથી મોટી સંખ્યામાં દર્શકો આવવાની અપેક્ષા છે. આ માટે મોટી સંખ્યામાં લોકો પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરીને મોટેરાના સ્ટેડિયમ પહોંચશે કારણ કે સ્ટેડિયમની નજીક મેટ્રો સ્ટેશન છે. ભારે ભીડને જોતા મેટ્રો રેલ (Metro train) કોર્પોરેશને મેટ્રોના સમયમાં ફેરફાર કર્યો છે. મળતી માહિતી મુજબ મેટ્રો ટ્રેન રવિવારે સવારે 6.20 થી 1 વાગ્યા સુધી ચાલશે.
ખબરી મીડિયાના Whatsapp ગ્રુપને ફોલો કરવા માટે tau.id/2iy6f Link પર ક્લિક કરો.
ભારતીય ક્રિકેટ ટીમ ફાઈનલ મેચ માટે અમદાવાદ પહોંચી ગઈ છે. આ ટીમને હોટલ આઈટીસી નર્મદા ખાતે રાખવામાં આવી છે. ટીમ ઈન્ડિયાએ શુક્રવારે પ્રેક્ટિસ પણ કરી હતી. ઓસ્ટ્રેલિયન ટીમ હોટેલ તાજ સ્કાયલાઈનમાં રોકાશે.
ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમ સાબરમતી નદી પરના ક્રૂઝમાં રાત્રિ ભોજન પણ કરી શકે છે. આ માટે અમદાવાદ પોલીસ સુરક્ષાને લઈને તમામ શકયતાઓની કવાયત કરી રહી છે. બંને ટીમોને રિવરફ્રન્ટ ક્રુઝ પર ભોજન માટે આમંત્રણ પણ મોકલવામાં આવ્યું છે.
આ ઉપરાંત બંને ટીમો અટલ બ્રિજ પરથી સાબરમતી નદીનો નજારો જોવા પણ જઈ શકશે. આ માટે તૈયારીઓ પણ કરવામાં આવી છે.
ટીમ ઈન્ડિયા તેની 12 વર્ષની લાંબી રાહનો અંત લાવવાથી 24 કલાક જ દૂર છે. રવિવાર 19 નવેમ્બરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ કપ 2023ની ફાઈનલ રમાશે.
રોહિત શર્માની કપ્તાનીમાં ટીમ ઈન્ડિયા શાનદાર ફોર્મમાં છે છતાં ટીમ ઈન્ડિયાની જીતનો આધાર અમદાવાદની પિચ કેવી હશે અને તેના પર કેટલો સ્કોર કરી શકાય તેના પર પણ રહેશે.
આ પણ વાંચો: જાણો, 18 નવેમ્બરનો ઇતિહાસ તેમજ આજના દિવસે થયેલી મુખ્ય ઘટનાઓ
5 ઓક્ટોબરે આ જ ગ્રાઉન્ડ પરથી ટૂર્નામેન્ટ શરૂ થઈ હતી, જેમાં ન્યૂઝીલેન્ડે ઈંગ્લેન્ડને હરાવીને શાનદાર શરૂઆત કરી હતી. જે બાદ 14 ઓક્ટોબરે ટીમ ઈન્ડિયાએ આ જ મેદાન પર પાકિસ્તાનને એકતરફી મુકાબલામાં 7 વિકેટથી હરાવ્યું હતું.
ત્યારબાદ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વધુ બે મેચ રમાઈ હતી, પરંતુ આમાંથી એક પણ મેચમાં 300નો સ્કોર પાર કરી શક્યો નહોતો. અહીં રમાયેલી 4 મેચોમાં સૌથી મોટો સ્કોર 286 રન રહ્યો છે, જે ઓસ્ટ્રેલિયાએ ઈંગ્લેન્ડ સામે બનાવ્યો હતો અને મેચ 33 રને જીતી હતી.
દેશ અને દુનિયાની અન્ય ઘટનાઓ વિશેની માહિતી માટે બન્યા રહો અમારી વેબસાઇટ www.khabrimedia.com પર.