Dinesh Rathod, Gujarat, Khabri media
Junagadh: તાલાલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાંથી 65 વર્ષના વૃદ્ધ મહિલા ઘરેથી નીકળી આવેલ અને આત્મહત્યા કરવાનું જણાવતા હોય, જેથી જાગૃત વ્યકિતએ સમજાવવા માટે લીધી 181 મહિલા હેલ્પ લાઈન (181 Women Helpline)ની મદદ માંગી હતી. તેના અનુસંધાને 181 મહિલા હેલ્પ લાઇન ટીમે વૃદ્ધાનુ કાઉન્સેલિંગ કરીને તેમના દિકરાને જાણ કરવામાં આવી હતી.
ખબરી મીડિયાના Whatsapp ગ્રુપને ફોલો કરવા માટે tau.id/2iy6f Link પર ક્લિક કરો.
જૂનાગઢ સીટીમાં કાર્યરત 181 મહીલા હેલ્પ લાઈનમાં એક કોલ આવ્યો હતો. જેમાં વૃદ્ધ મહિલા તેમની જાણીતી હોસ્પિટલમાં આવેલ ત્યાં આત્મહત્યા કરી જીવન ટૂંકાવાની વાત કરતા હતા.
જેથી વૃદ્ધાની મદદ માટે 181 મહિલા હેલ્પ લાઈન પર કોલ કરવામાં આવ્યો હતો. આમ, આ જાણ થતા તુરંત 181 મહિલા હેલ્પ લાઇન ટીમના ફરજ પરના કાઉન્સેલર અરુણાબેન કોલડીયા તથા મહિલા પોલીસ ઉજાલાબેન ખાણીયા સહિતની ટીમ સ્થળ પર પહોંચી વૃદ્ધાને મળેલ અને કાઉંસેલિંગ કરી મેન્ટલી સપોર્ટ આપ્યો હતો.
કાઉંસેલિંગ દરમિયાન જાણવા મળ્યું કે, વૃદ્ધાની ઉંમર 65 વર્ષ હોય તેમને દીકરાની વહુ તથા દીકરો નાની-નાની બાબતમા ઝઘડો કરી માનસિક ત્રાસ આપતા હોય અને પતિ પણ તેમને સપોર્ટ કરી વધારે હેરાનગતિ કરતા હોવાથી.
આ પણ વાંચો: જૂનાગઢમાં યોજાશે રોજગાર ભરતી મેળો, જાણો સંપૂર્ણ માહિતી
અને પતિએ પણ ઘરેથી નીકળી જવાનું જણાવેલ હોય. જેથી મન પર લાગી આવતા વહેલી સવારથી ઘરેથી નીકળી જૂનાગઢ આવેલ અને જેથી વૃદ્ધાનું કાઉંસેલિંગ કરી તેમના દીકરાના ફોન નંબર મેળવી જાણ કરવામાં આવી હતી.
દેશ અને દુનિયાની અન્ય ઘટનાઓ વિશેની માહિતી માટે બન્યા રહો અમારી વેબસાઇટ www.khabrimedia.com પર.