Junagadh Job : જૂનાગઢ (ગ્રામ્ય) તાલુકાના તલિયાધર પ્રા. શાળા અને વધાવી પ્રા. શાળામાં મધ્યાહન ભોજન યોજના કેન્દ્ર ઉપર સંચાલક કમ કુકની ખાલી જગ્યા ભરવામાં આવશે. આ માટે ઉમેદવારોએ તા. 19-1-2024 સુધીમાં શૈક્ષણિક લાયકાત અને અનુભવના પ્રમાણપત્રોની નકલો સાથે અરજી મોકલવાની રહેશે.
આ પણ વાંચો : ભારતમાં વિમાન સેવા ખાડે ગઈ, દર વર્ષે આટલી ફ્લાઇટ થાય છે રદ્દ
ફોર્મ ભરવાની અંતિમ તારીખ
અરજી ફોર્મ મધ્યાહન ભોજન શાખા મામલતદાર કચેરી જૂનાગઢ (ગ્રામ્ય) ખાતેથી ફોર્મ મળી શકશે. અરજી ફોર્મમાં સંપૂર્ણ વિગતો ભરીને તારીખ 19-1-2024ના રોજ સાંજના 5 કલાક સુધીમાં મામલતદાર કચેરી જૂનાગઢ ગ્રામ્ય ખાતે પહોંચાડવાનું રહેશે. નિયત સમય મર્યાદા બહારની અરજી ફોર્મ પર ધ્યાન આપવામાં આવશે નહીં.
ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો
વય મર્યાદા અને શૈક્ષણિક લાયકાત
સંચાલક કમ કુક માટેની લઘુત્તમ વય મર્યાદા 20 વર્ષ અને મહત્તમ વય મર્યાદા 60 વર્ષથી વધુ હોવી જોઈએ નહીં. જગ્યા માટે શૈક્ષણિક લાયકાત ઓછામાં ઓછા એસએસસી પાસ પરંતુ જે કિસ્સામાં એસએસસી પાસ ન મળે તેવા કિસ્સામાં ધોરણ 7 પાસ ઉમેદવાર પસંદ થવાને પાત્ર ગણાશે. વિધવા,વ્યકતા,બહેનો પણ અરજી કરી શકે છે.
આ પણ વાંચો : ગુજરાતના નગરોને ઈઝ ઓફ લિવિંગ માટે 10 કરોડની ફાળવણી
અરજી માટે જરૂરી દસ્તાવેજ
ઉમેદવારે અરજીની સાથે છેલ્લી શાળા છોડ્યાના પ્રમાણપત્રની પ્રમાણિત નકલ, આધારકાર્ડની પ્રમાણિત નકલ, અનુ.જાતિ, અનુ.જનજાતિ,સામાજિક શૈક્ષણિક પછાત વર્ગના ઉમેદવારે સક્ષમ અધિકારી પાસે થી મેળવેલ જાતિ કે પ્રમાણપત્રની નકલ, રહેંણાક અંગેના આધાર ચૂંટણી કાર્ડની નકલ સહિતના જરૂરી પ્રમાણપત્રોની નકલ જોડવાની રહેશે.