ભારતમાં જ બને છે આઇફોન છત્તા કેમ પડે છે મોંઘા?

ખબરી ગુજરાત બિઝનેસ

Why iPhone expensive in India : તમને ક્યારેક તો એવો સવાલ થતો હશે, કે જ્યારે ભારતમાં જ આઈફોનનું મેન્યુફેક્ચરિંગ થાય છે તો પછી ભારતમાં તેની કિંમત વધારે કેમ? આવો તેની પાછળનું કારણ જાણીએ.

આ પણ વાંચો – એલન મસ્કનો ભારત પ્રવાસ રદ્દ, આ મુદ્દે થવાની હતી ચર્ચા

PIC – Social Media

Why iPhone expensive in India : ભારતમાં એપ્પલનું મેન્યુફેક્ચરિંગ ઝડપથી વધી રહ્યું છે અને ભારતમાં બનેલા આઈફોનની નિકાસ અન્ય દેશોમાં પણ થઈ રહી છે. છત્તા પણ ભારતીય બજારમાં એપ્પલની પ્રોડક્ટ્સ અન્ય દેશોની તુલનામાં ઘણી મોંઘી છે. આ વાત ઘણાં લોકોને ખટકે છે, કે જ્યારે સ્થાનિક લેવલે નિર્માણ થઈ રહ્યું છે તો પછી અહીં કિંમત આટલી વધુ કેમ છે. આજે અમે આપને તેની પાછળનું કારણ જણાવા જઈ રહ્યાં છીએ.

ગયા વર્ષે Apple કંપનીએ iPhone 15 સિરીઝ લૉન્ચ કરી હતી. જે લોકો ઘણા સમયથી આ સીરીઝના લોન્ચની રાહ જોઈ રહ્યા હતા તેઓ વિચારતા હતા કે આ વખતે આઈફોન ભારતમાં જ બનાવવામાં આવી રહ્યા છે, તેથી તે સસ્તામાં મળશે. પરંતુ તેનાથી ઉલટુ જોવા મળ્યું. તેની પહેલી સીરિઝની જેમ આ ફોનને પણ ઊંચી કિંમતે લોન્ચ કરવામાં આવ્યા.

આ 10 દેશોમાં iPhone મળે છે સસ્તા

યુએસ સહિત 10 દેશોમાં iPhone સસ્તા ભાવે વેચાય છે. જો અમેરિકા સાથે સરખામણી કરવામાં આવે તો ભારતમાં તે લગભગ 40 ટકા વધુ છે. ભારતમાં iPhone 15ના બેઝ મોડલની કિંમત 79,900 રૂપિયા છે, જ્યારે અમેરિકામાં તેની કિંમત $799 (લગભગ 66,426 રૂપિયા) છે.

આઈફોન મોંઘા પડવા પાછળનું કારણ

તાજેતરમાં, ટ્રેડ વિઝન રિપોર્ટ સામે આવ્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે ભારતમાંથી Appleના iPhoneની નિકાસ 2023-24માં વધીને US $12.1 બિલિયન થઈ ગઈ છે, જે નાણાકીય વર્ષ 2022-23માં US $6.2 બિલિયન હતી. સરળ ભાષામાં કહીએ તો ભારતમાંથી iPhoneની નિકાસ બમણી થઈ ગઈ છે. હવે સવાલ એ છે કે આ મેન્યુફેક્ચરિંગ પછી પણ ભારતમાં આઈફોનની કિંમત આટલી કેમ વધી ગઈ છે? ચાલો જાણીએ આ પાછળના મોટા કારણો શું છે.

એ વાત એકદમ સાચી છે કે આઈફોન ભારતમાં બની રહ્યો છે, પરંતુ એ પણ સાચું છે કે આઈફોનનું માત્ર બેઝ વેરિઅન્ટ ભારતમાં બની રહ્યું છે કારણ કે અન્ય વસ્તુઓ અન્ય દેશોમાંથી ભારતમાં આવી રહી છે. ટેક્નિકલ ભાષામાં વાત કરીએ તો, કેમેરા સેન્સર, ચિપસેટ જેવા iPhoneના ભાગો વિવિધ દેશોમાંથી આયાત કરવામાં આવે છે અને પછી ભારતમાં એસેમ્બલ થાય છે. સરળ શબ્દોમાં કહીએ તો આઇફોન અન્ય દેશોમાંથી આ સામગ્રી લાવીને બનાવવામાં આવે છે.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

PIC – Social Media

પ્રથમ મુદ્દો એસેમ્બલ ખર્ચ છે. તમારે એક વાત સ્પષ્ટપણે સમજવાની છે કે iPhones ભારતમાં બનાવવામાં આવતા નથી પરંતુ એસેમ્બલ કરવામાં આવે છે. હવે ભલે ભારતમાં ફોન એસેમ્બલ થઈ રહ્યા હોય, પરંતુ અહીં એસેમ્બલીનો ખર્ચ અન્ય દેશોની સરખામણીએ 7 થી 8 ગણો વધારે છે.
બીજું કારણ ઈમ્પોર્ટ ડ્યુટી છે. ભારતમાં iPhone મોંઘા થવા પાછળનું એક કારણ એ છે કે તેના ઘણા કોમપોનેન્ટસ પર આયાત ડ્યૂટી ચૂકવવી પડે છે. જો તમે ભારતમાં iPhone એસેમ્બલ કરો છો, તો PCB પર 20 ટકા, કેમેરા મોડ્યુલ પર 15 ટકા, ઇયરફોન પર 15 ટકા, માઇક રીસીવર પર 15 ટકા અને ડિસ્પ્લે ટચ પેનલ પર 10 ટકા આયાત ડ્યૂટી લાગે છે.
ત્રીજું મોટું કારણ વિતરણ ખર્ચ છે, દુબઈ અને અમેરિકા જેવા દેશોની સરખામણીએ ભારતમાં આઈફોનનું વિતરણ 8 થી 10 ટકા મોંઘું છે. દુબઈ જેવા દેશોમાં કિંમતોમાં એટલો તફાવત છે કે ભારતમાંથી ફ્લાઈટ લઈને પાછા ફર્યા પછી પણ પૈસાની બચત થશે.
આ સિવાય રૂપિયા અને ડૉલરમાં મોટો તફાવત છે. સમયાંતરે ડોલર સામે રૂપિયામાં ઘટાડો જોવા મળી રહ્યો છે. આ રીતે, આ પણ એક મોટું કારણ છે.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

કોરોના બાદ દુનિયાભરની મોટી કંપનીઓનો ભારત પર વિશ્વાસ વધી ગયો છે. ભારતની અર્થવ્યવસ્થાને તેનો સતત ફાયદો થઈ રહ્યો છે. ઘણા મેન્યુફેક્ચરિંગ યુનિટ ચીનથી ભારતમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. એપલથી લઈને ટેસ્લા સુધી ઘણી મોટી કંપનીઓ ભારતમાં સતત વિશ્વાસ વ્યક્ત કરી રહી છે. બીજી તરફ એપલ હવે ભારતમાં જ iPhone કેમેરાના પાર્ટ્સ બનાવવાની તૈયારી કરી રહ્યું છે. આ સિવાય કેન્દ્ર સરકાર પણ આઈફોનના પાર્ટ્સ ભારતમાં બનાવવા માટે પૂરેપૂરો પ્રયાસ કરી રહી છે, એટલે કે મોબાઈલ ફોનમાં વપરાતી દરેક ચીજવસ્તુઓ ભારતમાં જ બનાવવામાં આવે.

ETના અહેવાલ મુજબ Apple iPhone કેમેરાના ઉત્પાદન માટે મુરુગપ્પા ગ્રૂપ અને ટાટા ગ્રૂપની ટાઇટન કંપની સાથે વાતચીત કરી રહી છે. આ પગલું એટલા માટે પણ લેવામાં આવી રહ્યું છે કે જેથી ચીન પર આઇફોન મેન્યુફેક્ચરિંગની નિર્ભરતા ઓછી કરી શકાય. ઘણા iPhone મોડલ હાલમાં ભારતમાં એસેમ્બલ છે, પરંતુ કેમેરા મોડ્યુલ માટે કોઈ સપ્લાયર નથી. જો આ ડીલ થશે તો આઇફોન કેમેરા બનાવવાનું કામ ટાઇટન અથવા મુરુગપ્પા ગ્રુપ કરશે. આગામી 5 થી 6 મહિનામાં આ ડીલ ફાઇનલ થવાની શક્યતા છે.