પ્રાદેશિક વાહન વ્યવહારની કચેરી, રાજકોટ દ્વારા મોટર વાહનો HGV માટે GJ-03-BZ સીરીઝના ગોલ્ડન, સિલ્વર કે અન્ય પસંદગીના નંબરોના રી-ઓકશન

GJ-03-BZ સીરીઝના ગોલ્ડન-સિલ્વર નંબરોના રી-ઓકશન અંગે આ રહી માહિતી

ખબરી ગુજરાત ગુજરાત

Rajkot: પ્રાદેશિક વાહન વ્યવહારની કચેરી, રાજકોટ દ્વારા મોટર વાહનો HGV માટે GJ-03-BZ સીરીઝના ગોલ્ડન, સિલ્વર કે અન્ય પસંદગીના નંબરોના રી-ઓકશન તા. 05/01/2024થી શરુ કરવામાં આવશે. પસંદગીના નંબર મેળવવા ઇચ્છુકે ઓનલાઈન http://parivahan.gov.in/fancy પર ક્લિક કરી રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે.

આ પણ વાંચો: સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસના રાજકોટના કાર્યક્રમના આયોજન અંગે યોજાઈ ઉચ્ચસ્તરીય મિટિંગ

ટ્રાન્સપોર્ટ વાહનોને લગતા ગોલ્ડન, સિલ્વર કે અન્ય પસંદગી નંબરો મેળવવા માટે તા. 05થી તા. 07 જાન્યુઆરી સુધી ઓનલાઈન એપ્લીકેશન કરવાની રહેશે. તેમજ તા. 07થી તા. 09 જાન્યુઆરી, 2023ના સાંજના 04:00 કલાક સુધી ઓનલાઈન ઓકશનમાં બિડિંગ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તા. 10 જાન્યુઆરી, 2023ના રોજ કચેરીમાં ફોર્મ જમા કરાવવાના રહેશે.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

ઉલ્લેખનીય છે કે રજીસ્ટ્રેશન કરાવવા ઉમેદવારે સૌ પ્રથમ parivahan.gov.in પર જઈ ઓનલાઇન સર્વિસ પર કિલક કરવું, ત્યારબાદ fancy number booking પર ક્લિક કરી પબ્લિક યુઝર પસંદ કરી આઈ.ડી. બનાવવું. ત્યારબાદ સી.એન.એ. ફોર્મ ઓનલાઇન ભરવું.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

અને પસંદગીના નંબરમાં દર્શાવેલી ઓછામાં ઓછી ફી ભરવી. ફી ભરાયા બાદ હરાજીમાં ભાગ લઈ, હરાજીમાં નંબર મેળવ્યા બાદ 05 દિવસમાં હરાજીની બાકીની રકમ ભરવી. જે બાદ આર.ટી.ઓ.ની અપ્રૂઅલ લઈ નંબર મેળવવો.

વાહનનું રજીસ્ટ્રેશન કરાયેલું હોવું જરૂરી છે. વાહન ખરીદીના સાત દિવસમાં અરજદારે સી.એન.એ. ફોર્મ ઓનલાઈન ભરેલું હોવું ફરજીયાત છે. સમયમર્યાદા બહારની અરજી માન્ય ગણવામાં આવશે નહીં, તેમ પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી, રાજકોટની યાદીમાં જણાવાયું છે.

દેશ અને દુનિયાની અન્ય ઘટનાઓ વિશેની માહિતી માટે બન્યા રહો અમારી વેબસાઇટ www.khabrimedia.com પર.