ITના દરોડા, એટલા રૂપિયા મળ્યાં કે… મશીનો હારી ગઈ

ખબરી ગુજરાત રાષ્ટ્રીય
Spread the love

Income Tax Raids In Jharkhand : ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ એ ઓડિસા અને ઝારખંડમાં એક દારુની કંપની પર દરોડા (Raids) પાડ્યા છે. જ્યારે ઝારખંડ (Jharkhand)ના એક જાણીતા બિઝનેસમેનને ત્યાં પણ ઈન્કમ ટેક્સ વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બંને કંપનીઓની ઘણી જગ્યાએ ઈન્કમ ટેક્સ (Income Tax) વિભાગની ટીમ પહોંચી છે.

આ પણ વાંચો : સુરેન્દ્રનગર : આઈસર અને કાર વચ્ચે ભયંકર ટક્કર, 4 લોકોના મોત

PIC – Social Media

Income Tax વિભાગે ઓડિસા અને ઝારખંડમાં બૌધ ડિસ્ટિલરીઝ પ્રાઇવેટ લિમિટેડ પર દરોડાની કાર્યવાહી હાથ ધરી છે. આ દરોડામાં કંપની સંબંધિત અન્ય જગ્યાઓ પર મોટી સંખ્યામાં નોટોના બંડલો મળી આવ્યાં છે.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

ઈન્કમ ટેક્સ વિભાગે આ કાર્યવાહી ઓરિસ્સાના બોલાંગીર, સંબલપુર અને ઝારખંડના રાંચી, લોહરદગામાં હાથ ધરી છે. જે હજુ ચાલુ જ છે. સુત્રોના જણાવ્યાં અનુસાર દરોડામાં બુધવાર સુધી 50 કરોડ રૂપિયાની નોટોની ગણતરી થઈ ચૂકી છે. પરંતુ નોટોની સંખ્યા વધુ હોવાથી નોટ ગણતરીની મશીનો પણ બગડી ગઈ છે.

દરોડામાં મળેલા કેશનું અનુમાન એ વાતથી લગાવી શકાય છે કે બુધવારે સવાર સુધીમાં ઇન્કમટેક્સ વિભાગની ટીમે 50 કરોડ રૂપિયા જપ્ત કરી તેની ગણતરી પણ કરી લીધી છે. જો કે હજુ આ દરોડા પૂરા થયા નથી. આઈટી ડિપાર્ટમેન્ટના લોકો હજુ પણ બૌધ ડિસ્ટિલરીઝના ઠેકાણાઓ પર હાજર છે અને કાર્યવાહીને ચાલુ રાખી છે.

બૌધ ડિસ્ટિલરીઝ સિવાય આઈટી વિભાગે ઝારખંડમાં એક પ્રસિદ્ધ ઉદ્યોગપતિ અને બેઝનેસમેન રામચંદ્ર રૂંગટાના ઠેકાણાઓ પર પણ દરોડા પાડ્યા છે. સવારથી તેમના રામગઢ, રાંચી અને અન્ય જગ્યાએ આવેલા મકાનો અને સંસ્થાઓમાં આયકર વિભાગના દરોડા ચાલી રહ્યા છે.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

જણાવાઈ રહ્યું છે કે રામચંદ્ર રુંગટના રામગઢ અને રાંચીમાં સ્થિત ઘણા ઠેકાણાઓ પર સર્વે ચાલી રહ્યો છે. આઈટી વિભાગના અધિકારીઓએ કહ્યું કે, અહીં સીઆરપીએફના જવાનો દ્વારા સુરક્ષા આપવામાં આવી રહી છે. જાણકારી અનુસાર રામગઢ જિલ્લામાં આવેલી ફેક્ટરી અને રહેણાંકોમાં તાપસ ચાલી રહી છે. જ્યારે રામગઢ શહેરના પંજાબ નેશનલ બેન્ક નજીક રામચંદ્ર રુંગટાના કાર્યાલયમાં પણ સવારથી અધિકારીઓના ધામા છે.