COVID 19 JN. 1 :કોરોના વેરિયન્ટ ઓમિક્રોનનો સબ વેરિયન્ટ જેએન.1 વિશ્વના અન્ય દેશો બાદ ભારતમાં પણ ઝડપથી ફેલાઈ રહ્યો છે. આ વાયરસના લક્ષણ શું છે અને કેટલો ગંભીર છે તેના વિશે જાણવાનો પ્રયત્ન કરીએ.
આ પણ વાંચો : શૂન્યથી શરૂ થયેલી પિયત મંડળીઓએ કરી 400 હેક્ટર જમીનની કાયાપલટ
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના ડેટા અનુસાર, ગુરુવારે ભારતમાં 594 નવા કોવિડ -19 ચેપના કેસ નોંધાયા છે. આના કારણે કોરોનાના સક્રિય કેસોની સંખ્યા 2311થી વધીને 2669 થઈ ગઈ છે. નિષ્ણાંતોનું કહેવું છે કે આવનારા સમયમાં કોરોનાના કેસો વધી શકે છે. કેમ કે ભારતમાં કોરાનાના નવા સબ વેરિયન્ટ જેએન. 1ના કેસ પણ સામે આવ્યાં છે. જેએન. 1 ઓમિક્રોનના સબ વેરિયન્ટ BA.2.86 થી બનેલો છે અને 2022 ની શરૂઆતમાં BA.2.86ના કારણે દુનિયામાં વિનાશ વેરાયો હતો.
શું તેનાથી કોઈ ગંભીર જોખમ પેદા થયું છે?
નીતિ આયોગના સભ્ય વિકે પોલનું કહેવું છે કે જેએન. 1 વેરિયન્ટના કારણે કોવિડના કેસોમાં વધારો થયો છે. પરંતું તેના કારણે ગંભીર કેસોની સંખ્યામાં કોઈ વધારો જોવા મળ્યો નથી. આ એ જ વાયરસ છે કે જે અન્ય દેશોમાં ફેલાઈ રહ્યો છે.
ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો
WHOનું કહેવું છે કે JN.1 વેરિયન્ટની સ્વાસ્થ્ય પર અસર જાણવા માટે વધુ અભ્યાસની જરૂર છે. JN.1 મજબૂત ઇમ્યુનિટીવાળા લોકોને પણ ઝપેટમાં લઈ રહ્યો છે. જે દેશોમાં ઠંડી પડી રહી છે. તેઓને પણ સાવચેત રહેવાની જરૂર છે.
JN.1 વેરિયન્ટના લક્ષણો
કોવિડ 19ના લક્ષણો દરેક વેરિયન્ટમાં એકસમાન જોવા મળી રહ્યાં છે. સીડીસી અનુસાર, JN.1 વેરિયન્ટ અન્ય વેરિયન્ટ્સની સરખામણીમાં નવા લક્ષણો સાથે ફેલાય શકે છે અથવા એવું ન પણ થાય. હજુ સુધી કોરોનાના દર્દીઓમાં સૌથી વધુ જે લક્ષણ જોવા મળી રહ્યાં છે. તેમાં તાવ, નાક વહેવું. ગળામાં બળતરા, માથામાં દુખાવો અને હળવા ગેસ્ટ્રોઈન્ટેસ્ટાઇનલ લક્ષણનો સમાવેશ થાય છે.
શું માસ્ક પહેરવું જરૂરી છે?
પબ્લિક હેલ્થના પૂર્વ ડાયરેક્ટર ડો. કે. કોલંદાઇસામી કહે છે કે, મેરેજ હોલ, ટ્રેન અને બસો જેવી બંધ અને ભીડભાડવાળી જગ્યાઓ પર માસ્ક પહેરવું જોઈએ. તે કોવિડ સહિત હવાથી ફેલાનાર બિમારીથી તમને બચાવે છે. પરંતું હાલ માસ્કને અનિવાર્ય કરવાની કોઈ જરુર નથી.
ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો
વૃદ્ધો, ગર્ભવતી મહિલાઓ અને ઓછી ઈમ્યુનિટીવાળા લોકોએ ભીડભાડવાળી જગ્યાએ જવાથી બચવું જોઈએ. જો જવું જરૂરી હોય તો માસ્ક ફરજિયાતપણે પહેરી લેવું. શ્વાસ સંબંધિત સંક્રમણ, સર્દી અને ખાસીવાળા લોકોએ ભીડભાડવાળી જગ્યાએ જતા પહેલા માસ્ક પહેરવું જોઈએ.
શું બુસ્ટર ડોઝ લેવો જરૂરી છે?
ગંભીર બિમારીને રોકવામાં વેક્સિને સારુ કામ કર્યું છે, છત્તા પણ ઘણાં લોકોમાં રોગપ્રતિકારક શક્તિ ઓછી જોવા મળી છે. કેમ કે જે લોકોને વેક્સિનના બે ડોઝ આપવામાં આવ્યાં છે તેઓ પણ સંક્રમિત થઈ રહ્યાં છે.
આ પણ વાંચો : હવામાન વિભાગની મોટી આગાહી, જાણો ક્યાં થશે કમોસમી વરસાદ
એપોલો હોસ્પિટલના સંક્રામત રોગ નિષ્ણાંત ડો. વી રામસુબ્રમણ્યમે કહ્યું કે, વૃદ્ધો, અન્ય ગંભીર બિમારી અને જુની બિમારીથી પિડીત લોકોએ વેક્સિન જરૂર લેવી જોઈએ.