તાબડતોબ વરસાદ ભુક્કા કાઢશે

ખબરી ગુજરાત ગુજરાત

Shivangee R Khabri Media Gujarat

રાજ્યના હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈ  આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ અનુસાર,  આજે ગુજરાતના અમુક જિલ્લામાં ગાજવીજ સાથે છુટાછવાયા વરસાદની આગાહી છે. 

રાજ્યમાં છેલ્લા બે દિવસથી મોસમનો વરસાદ પડી રહ્યો છે. રાજ્યના હવામાન વિભાગે વરસાદને લઈને આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં હળવા અને છૂટાછવાયા વરસાદની આગાહી છે.

કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, અમદાવાદ, સુરેન્દ્રનગર, બોટાદ અને ભાવનગરમાં ગાજવીજ સાથે સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે છોટા ઉદેપુર, નવસારી, તાપી, ડાંગ, વલસાડ અને દમણ દાદરા નગર હવેલીમાં ગાજવીજ સાથે સામાન્ય છૂટાછવાયા વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર કમોસમી વરસાદને કારણે તાપમાનમાં ચારથી પાંચ ડિગ્રીનો ઘટાડો થશે. હવામાન વિભાગે વરસાદની આગાહી કરી હતી ત્યારે સમગ્ર ગુજરાતને મેઘરાજાએ લપેટમાં લીધું હતું. રવિવારે રાજ્યના 220 તાલુકાઓમાં કમોસમી વરસાદ થયો હતો. જેમાં 44 તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો.રાજકોટ, જામનગર, જૂનાગઢ, ભાવનગર, ગીર સોમનાથ જેવા અનેક સ્થળોએ ભારે વરસાદ થયો હતો. ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભારે વરસાદ પડ્યો હતો. લોધીકામાં બે ઈંચ વરસાદ પડ્યો હતો.