Side Effects Of TV : એક અભ્યાસમાં જાણવા મળ્યું છે, કે કલાકો સુધી બેસીને ટીવી (TV) જોવાથી ડિપ્રેશન (Depression)નું જોખમ 43 ટકા વધી જાય છે. નિષ્ક્રિય બેસી રહેવાથી શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય બંને પર ખરાબ અસર પડે છે. તાજેતરના સંશોધનો દર્શાવે છે કોઈ પણ કામ માટે વધુ પડતુ બેઠાડુ જીવન અલગ અલગ રીતે નુકસાન કરે છે. જેમ કે, કલાકો સુધી ડેસ્ક પર બેસવું, ડ્રાઇવિંગ કરવુ અથવા ટીવી જોવાની અલગ અલગ નુકસાનો થાય છે
આ પણ વાંચો : ધોનીનું લક્ઝરી કાર કલેક્શન, આ નવી SUV તો શાનદાર છે…
આ ત્રણેય સ્થિતિમાં શરીર અને મનનો અલગ-અલગ ઉપયોગ થાય છે. આમાં સૌથી ખતરનાક ટીવી જોવાનું છે. સંશોધનમાં જાણવા મળ્યું છે કે કલાકો સુધી બેસીને ટીવી જોવાથી ડિપ્રેશનનું જોખમ 43 ટકા વધી જાય છે. હેલ્થ એક્સપર્ટના મતે શારીરિક રીતે એક્ટિવ રહેવાથી હાર્ટ હેલ્થ, બ્લડ પ્રેશર અને જાડાપણાનું જોખમ ઓછું થાય છે, પરંતુ બેઠાડુ જીવન વિવિધ બિમારીઓને નોતરે છે.
ખબરી ગુજરાતની વ્હોટ્સઍપ ચેનલમાં જોડાવા માટે અહીં ટેપ કરો.
કામ વગર બેસી રહેવાથી અને કંઈ ન કરવાથી તણાવ અને ડિપ્રેશન જેવી માનસિક બીમારીઓ વધી શકે છે. ટીવી જોવું એ પણ આનો એક ભાગ છે. યુકેમાં કરવામાં આવેલા આ સંશોધનમાં જાણવા મળ્યું, કે બેસીને ટીવી જોવાથી માનસિક રીતે સક્રિય રહેવાથી ડિપ્રેશનનું જોખમ અનેક ગણું વધી જાય છે. જો તમે બેસીને તમારી જાતને માનસિક રીતે સક્રિય રાખો છો, તો જોખમ ઓછું થઈ શકે છે.
આ પણ વાંચો : Kheda: આયુર્વેદિક સિરપ પીવાથી ખેડા-નડિયાદમાં ટપોટપ મોત
ટીવી જોવું એ માનસિક રીતે નિષ્ક્રિય પ્રવૃત્તિ ગણાય છે. આનાથી માનસિક સ્વાસ્થ્ય પર અસર થઈ શકે છે. સાથે જ સ્થૂળતા પણ ડિપ્રેશનનું કારણ બની શકે છે. તેથી વ્યક્તિએ પોતાની જાતને શારીરિક રીતે સક્રિય રાખવી જોઈએ.