Gujarat Budget 2024 : ગુજરાતના મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે આ સત્રમાં સરકાર તરફથી કેટલાક મહત્વના બિલ રજૂ કરવાની તૈયારી છે. સરકારે વિપક્ષને અનુરોધ કર્યો છે કે રામ મંદિરના અભિનંદન પ્રસ્તાવને સર્વસમ્મતિથી પસાર કરવામાં આવે.
આ પણ વાંચો : GPSCના ઉમેદવારો માટે મોટા સમાચાર, 2024નું ભરતી કેલેન્ડર જાહેર
Gujarat Budget 2024 : ગુરુવારે ગુજરાત વિધાનસભા બજેટ સત્રની શરૂઆત થનાર છે. આ વખતે રાજ્યની ભૂપેન્દ્ર પટેલની સરકાર અત્યાર સુધીનું સૌથી મોટુ બજેટ રજૂ કરશે તેવું જાણવા મળ્યું છે. તેની સાથે જ બજેટ સત્રમાં સરકારની તૈયારી રામ મંદિરને લઈ અભિનંદન પ્રસ્તાવ રજુ કરવાની પણ છે. દેશમાં થનાર લોકસભા ચૂંટણી પહેલા ગુજરાત વિધાનસભાનું બેજેટ આખો મહિનો ચાલશે.
ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો
બજેટ સત્રની શરૂઆત પહેલા બુધવારે વિધાનસભામાં કામકાજને લઈ એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતુ. તેમાં સરકારે પોતાના તરફથી આવનાર બિલ અને રાજ્યપાલના અભિભાષણને લઈ વાત કરી. બેઠકમાં જણાવ્યું કે રાજ્ય સરકાર દ્વારા રામ મંદિરને લઈ અભિનંદન પ્રસ્તાવ પણ રજૂ કરવામાં આવશે.
બેઠક દરમિયાન એક બાજુ જ્યાં બજેટ સત્રમાં રજૂ થનારા બિલો અને પ્રસ્તાવો પર ચર્ચા થઈ તો બીજી બાજુ વિપક્ષે જનતાના મુદ્દાઓને વધુ સમય આપવાની વાત કરી હતી. વિપક્ષ તરફથી માંગ કરતા કહેવામાં આવ્યું કે વિધાનસભા અધ્યક્ષ વિપક્ષના સભ્યોને વધુ સમય આપે, જેથી લોકોના મુદ્દાઓને યોગ્ય રીતે રજૂ કરવામાં આવી શકે અને તેના પર ચર્ચા થાય જેનો સીધો લાભ જનતાને મળી શકે. જ્યારે તેને લઈ સરકારે પણ પોતાનો મત રજૂ કર્યો અને કહ્યું કે જે નિયમ છે, તે અનુસાર જ તમામને સમય આપવામાં આવે છે અને સરકાર હંમેશા લોકોના હિતમાં કામ કરવા માટે તૈયાર છે.
ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો
બજેટ સેશનની શરૂઆત બાદ અગામી 2 ફેબ્રુઆરીએ ગુજરાત સરકારનું બજેટ રજૂ થશે. જે અત્યાર સુધીનું સૌથી મોટુ બજેટ હશે. છેલ્લા કેટલાય વર્ષોથી સતત ગુજરાત સરકાર બજેટમાં વધારો કરતી રહી છે. જેનાથી લોકોના વિકાસ કાર્યોમાં ગતિ આવે અને સીધો લાભ જનતાને મળી શકે. એવું માનવામાં આવી રહ્યું છે કે આ વખતે લોકસભા ચૂંટણીને જોતા રાજ્ય સરકાર કેટલીક મોટી ઘોષણાઓ કરી શકે છે. સામાન્ય રીતે લોકસભા ચૂંટણી વખતે રાજ્ય સરકાર પણ વોટ ઓન અકાઉન્ટ લાવતી હોય છે. પરંતુ આ વખતે ભૂપેન્દ્ર પટેલ સરકારે પૂર્ણ બજેટ રજૂ કરવાનો નિર્ણય કર્યો છે.